ખાડીયામાં પાલિકા તથા અન્ય સરકારી યોજનાઓનો લાભ આપવા ગેરકાયદે ધમધમતી હાટડી. પાલિકાના જવાબદાર પદાધિકારીના આર્શિવાદથી ચાલતી ગ્રાહક સુવિધા કેન્દ્ર પર કોની રહેમ નજર, નાગરિકોમાં અનેક ચર્ચાઓ. પાલિકાના પાછળના ભાગે બનાવાયેલ પ્રવેશદ્વારથી કોને ફાયદો?
0 0
Read Time:3 Minute, 13 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર હિંમતનગર નગરપાલિકામાં ચુંટાયેલા તમામ પદાધિકારીઓની મુદત તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં કેટલાક જવાબદાર પદાધિકારીઓ કમાણીની લ્હાયમાંં કાયદાની છટકબારી શોધીને ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરીને તેમાં નગરપાલિકામાંથી મળતા જન્મ-મરણના દાખલા, વ્હાલી દિકરી યોજના તથા કુંવરબાઈનું મામેરૂ સહિત અન્ય યોજનાઓનો લાભ અપાવવા માટે હિંમતનગરના ખાડીયામાં એક પદાધિકારીના આર્શિવાદથી ગ્રાહક સુવિધા કેન્દ્ર ચાલી રહયું છે જો આવી ખાનગી એજન્સીઓમાંથી જરૂરીયાતમંદોને જરૂરી સગવડ મળે તો નગરપાલિકાની શું જરૂર છે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર ખાડીયા વિસ્તારમાં નવીન બનાવાયેલ નગરપાલિકાની પાછળના ભાગે અગમ્ય કારણોસર એક નાનું પ્રવેશદ્વાર બનાવી દેવામાં આવ્યું હતું. તત્કાલિન સમયે એવુ મનાતુ હતું કે પોલોગ્રાઉન્ડ, ખાડીયા, જુના બજાર વિસ્તાર તથા વખારીયાવાડ સહિત અન્ય સ્થળે રહેતા લોકોને નગરપાલિકામાં આવવા માટે ટૂંકો રસ્તો હશે. પરંતુ નગરપાલિકાના પદાધિકારીઓની મુદત પૂર્ણ થાય તે અગાઉ આ વિસ્તારમાં વ્યવસાય કરતાં એક પદાધિકારીએ જાણે કે તંત્ર પોતાના ખિસ્સામાં હોય તેમ ખાડીયા વિસ્તારમાં એક દુકાનમાં ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરાવી દીધુ છે. જોકે તેમાં આ પદાધિકારીની ભુમિકા પરોક્ષ રીતે હોવાનું ચર્ચાઈ રહયું છે તેમ છતાં નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર ન હોય તેવું શહેરીજનો માની રહયા છે. સ્થાનિક પ્રજાનું કહેવું છે કે જો ખાનગી એજન્સી દ્વારા સરકારી કામ માટે જરૂરી દસ્તાવેજો સરળતાથી મળતા હોય તો સરકારી કચેરીઓમાં જવાની જરૂર નથી. તો બીજી તરફ આ અંગે નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર પડતાં તાજેતરમાં તેની તપાસ કરીને અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેથી આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી શકયતા નગરપાલિકાના સૂત્રોમાંથી મળી રહી છે. પ્રશ્નએ થાય છે કે સત્તાના નશામાં જો પદાધિકારીઓ કાયદાનું ઉલ્લઘન કરીને પોતાનું ધાર્યુ કરશે તો ભવિષ્યમાં આવા ગ્રાહક સુવિધા કેન્દ્રોના સંચાલકો ગમે તે રીતે પોતાનો આર્થિક ફાયદો ધ્યાનમાં રાખીને કદાચ દસ્તાવેજો સાથે ચેડાં કરે તો નવાઈ નહી. જેથી પક્ષ તથા મતદારોએ વિચારવું રહયું.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો. જૈન સમાજે શોભાયાત્રા કાઢી, અનેક જૈનોએ દેરાસરમાં જઈ પૂજા કરી.
0 0
Read Time:1 Minute, 41 Second

 રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે મંગળવારે ભગવાન મહાવીર સ્વામીના ૨૨૬૪મા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે નિમિત્તેે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. એટલુ જ નહીં પણ પ્રાંતિજ,ઈડર,વડાલી, તલોદ સહિતના અન્ય સ્થળે પણ મહાવીર જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 

હિંમતનગરમાં નિકળેલી આ શોભાયાત્રાનો પ્રારંભ વખારીયાવાડ વિસ્તારમાં આવેલા મહાવીર ભગવાન જૈન દેરાસરથી થઈ હતી. ત્યારબાદ આ યાત્રા ટાવર ચોક અને બગીચા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીરનગર જૈન દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસ જૈન સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે શહેરના તમામ જિનાલયોને શણગારવામાં આવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે જૈન સમાજના સભ્યો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અન્નદાન તેમજ વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરી અન્ય સેવાકીય કાર્યો કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઈડર-વલાસણા રોડનું નવીનિકરણ કરવા પૂર્વે વૃક્ષો કાપી નંખાયા. પર્યાવરણની પરવા ન કરાતી હોવાની સ્થાનિકોમાં લાગણી.
0 0
Read Time:2 Minute, 51 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર-વલાસણા હાઇવે પર ચાલી રહેલા રોડ નવીનીકરણના કામ દરમિયાન નડતરરૂપ અનેક વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. વલાસણા-ઇડર રોડ ઉપર આવેલ દેશોતર, ઉમેદગઢ અને મણિયોર રોડ વિસ્તારોમાં વર્ષો જૂના વડલા, બાવળ અને ગુલમોહર જેવા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે. જેથી વિસ્તારોમાં પહેલાંથી જ હરિયાળી માટે ઓળખાતા માર્ગ પર હવે વૃક્ષવિહીન બની જશે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વલાસણાથી ઇડર સુધીનો માર્ગ અગાઉ ઘનઘોર છાયા આપતા અનેક વૃક્ષોથી ઢંકાયેલો રહેતો હતો, જેના કારણે ઉનાળાની ગરમીમાં મુસાફરો, પશુઓ અને પક્ષીઓ માટે છાંયડાની કુદરતી સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ અત્યારે રોડનું વિસ્તરણ અને નવીનીકરણના ભાગરૂપે રોડ પરથી વર્ષો પુરાણા વૃક્ષો કાપી નાખવામાં આવી રહયા છે. જેથી સમગ્ર રોડ ઝાડ વિનાનો બની રહયો છે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે વિકાસ માટે રોડનું નવીનીકરણ જરૂરી છે, પરંતુ તેના બદલામાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચે તે યોગ્ય નથી. મોટા પાયે વૃક્ષોના નિકંદનથી તાપમાનમાં વધારો, ધૂળનું પ્રદૂષણ વધશે. જીવજંતુઓ તથા પક્ષીઓના કુદરતી નિવાસસ્થાનોનું નામોનિશાન મટી જશે. ખાસ કરીને ગામડાં વિસ્તારમાં પશુઓ માટે છાયાનું અભાવ ગંભીર સમસ્યા બની શકે છે.

સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રોડના કામ સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ ધ્યાનમાં લેવામાં આવે. કાપવામાં આવેલા વૃક્ષોની સામે નવા વૃક્ષો તૈયાર કરવાની યોજના તરત જ બનાવીને અમલમાં મુકવાની જરૂર છે. હાલમાં ઇડર-વલાસણા રોડ પર વિકાસના કામો જોરશોરથી ચાલી રહ્યા છે, પરંતુ સાથે સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવા માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પગલાં લેવાય તે સમયની માંગ બની છે. મળતી માહિતી મુજબ રોજબરોજ ત્રણથી વધુ વૃક્ષો કાપીને મજુરોની મદદથી લીલા લાકડા દુર કરાઈ રહયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %