સાબરકાંઠામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નિકળી. હિંમતનગર, ઈડર, પ્રાંતિજ સહિતના અન્ય સ્થળે સનાતનપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા.
0 0
Read Time:4 Minute, 42 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે ઉજવાતી રામનવમી નિમિત્તે ગુરૂવારે હિંમતનગર, ઈડર સહિત જિલ્લાના અન્ય સ્થળે સનાતન પ્રેમીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ શોભાયાત્રાનું સફળ આયોજન કરાયું હતું જે અંતર્ગત હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંં આવેલ રામજી મંદિરથી ચાર વાગ્યાના સુમારે નિકળેલી શોભાયાત્રામાં જોડાયેલી પ્રજાએ જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરી નિર્ધારીત રૂટ પર આગળ વધી હતી ત્યારબાદ આ શોભાયાત્રા ટાવર ચોક થઈ જુના બજાર પોલીસવડા કચેરીથી આગળ નિકળી હતી જે મહેતાપુરામાં આવેલ રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. જયાં મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે યાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી. તેજ પ્રમાણે ઈડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનામાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રા નિકળી હતી.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંથી નિકળેલી આ શોભાયાત્રાના રૂટ પર અનેક લોકોએ સ્વાગત કર્યું હતું. સાથો સાથ યાત્રામાં ભગવાન શ્રી રામ,સીતા અને લક્ષ્મણની પ્રતિકૃતિના ટેબ્લો જોડાયા હતા તેમજ બજરંગદળ, વિહિપના કાર્યકરો તથા સ્થાનિક પ્રજાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ટાવર ચોક આવી પહોંચી હતી. જયાં થોડીક વાર રોકાયા બાદ નિર્ધારીત રૂટ પર એટલે કે જુના બજાર થઈ આગળ પહોંચી હતી. જિલ્લા પોલીસવડા કચેરી ખાતે યાત્રામાં જોડાયેલી ધર્મપ્રેમી જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ હતી.

તો બીજી તરફ રામનવમી નિમિત્તે ઇડરના રામજી મંદિરેથી સવારે ૧૦ વાગ્યે પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. જે શોભાયાત્રા શહેરના મેઇન બજાર,તિરંગા સર્કલ થઈ ધુળેટા દરવાજા ખાતે આવી પહોંચતા રામધૂન ચોક ખાતે વિરાટ ભગવો ધ્વજ પ્રસ્થાપિત કરાયા બાદ આતશબાજી કરાઈ હતી.એટલુ જ નહીં પણ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામની મહાઆરતી ઉતારવામાં આવી હતી.આરતી બાદ શોભાયાત્રા ફરી બજાર માર્ગે થઈ નિજ મંદિરે કોઈપણ વિઘ્ન વિના પરત ફરી હતી.

આ શોભાયાત્રામાં મહંત મહાકાલગીરી દેવ, મહંત મંગલપુરીરામ તેમજ લાલોડાના મહંત સહિત અનેક સાધુ-સંતોએ હાજરી આપી હતી. પોલીસ વિભાગ તરફથી પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પીઆઈ એ.જી.રાઠોડ, પી એસ આઇ વી.આર ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. ઇડર નગર ઉત્સવ સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. શોભાયાત્રામાં પ્રદીપભાઈ ખરાદી, વિષ્ણુભાઈ સગર, નિવૃત્ત શિક્ષક વી.કે. પટેલ, કિશનભાઈ સોની, સંજયભાઈ સોની, શૈલેન્દ્રસિંહ તેમજ પ્રકાશભાઈ પરમાર વિપુલભાઈ લોનવાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત રામનવમી નિમિત્તે પ્રાંતિજ, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરમાં પણ શોભાયાત્રાનું સફળ આયોજન કરાયું હતું. રામનવમી નિમિત્તે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા રર૦૦ પોલીસકર્મીઓની બંદોબસ્ત માટે અગાઉથી જ ગોઠવણી કરી દેવામાં આવી હોવાને કારણે જિલ્લામાં એકંદરે રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
પ્રાંતિજમાં અસામાજીક તત્વોનું હિનકૃત્ય. સરદાર પટેલની પ્રતિમાને છાણ લગાવ્યું.
0 0
Read Time:2 Minute, 2 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નાનીભાગોળ વિસ્તારમાં મુકાયેલ સરદાર પટેલની પ્રતિમા પર અજાણ્યા શખ્સોએ બુધવારે રાત્રે ગમે તે કારણસર છાણ લગાવ્યું હતું જેને લઈને મુખ્યત્વે પાટીદાર સમાજ તથા નાનીભાગોળ વિસ્તારમાં રહેતા લોકોએ આ કૃત્યને વખોડી કાઢયુ છે તો બીજી તરફ સ્થાનિક પોલીસે આવી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આ વિસ્તારના સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે. 

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં આવેલ પટેલ સમાજવાડી પાસે વર્ષો અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. દરમ્યાન બુધવારે રાત્રે અહીં આવેલા અજાણ્યા શખ્સોએ હિનકૃત્ય કરીને પ્રતિમા પર છાણ ચોપડી દીધુ હતું. ત્યારબાદ ગુરૂવારે સ્થાનિક પટેલ સમાજમાં ખબર પડતાં લોકો જોવા માટે ઉમટી પડયા હતા.તો બીજી તરફ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ખબર પડતાં પોલીસે આવીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને આ વિસ્તારમાં લગાવાયેલ સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી હતી. 

સાથો સાથ રામનવમીને લઈને નાનાભાગોળ વિસ્તારમાં તંગદીલી ન ફેલાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો. દરમ્યાન પોલીસનું કહેવું છે કે આવું હિનકૃત્ય કરનારને અમે ઝડપી લેવા માટે પ્રત્યનશીલ છીએ. પટેલ સમાજે પણ આવુ કૃત્ય કરનારને સબક શીખવાડવાની લાગણી વ્યક્તકરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઇડરના બડોલીમાં પૈસા બાબતે થયેલો વિવાદ વકર્યો. લઘુમતી સમાજ ટોળા સ્વરૂપે આવતા દેવીપૂજક પરિવારોમાં ભય ફેલાયો આખરે સમાધાનના પ્રયાસ કરાયા.
0 0
Read Time:2 Minute, 7 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર તાલુકાના બડોલી ગામમાં મંગળવારે રાત્રે માત્ર ૪૫૦ રૂપિયાની લેતીદેતી બાબતે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. સામાન્ય નાણાકીય લેતીદેતીના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક પક્ષે ઉશ્કેરાઇ જઇ આવી દેવીપૂજક પરિવારો સાથે મારામારી અને તોડફોડ કર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બુધવારે ઇડર પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. 

આ અંગેની વિગત એવી છે કે બડોલી ગામે રહેતા કેટલાક દેવીપૂજક પરિવારો પૈકી લઘુમતી સમાજના એક યુવાને દેવીપૂજક પરિવારની એક મહિલા પાસે આવી રૂપિયા ૪૫૦ આપી દેવા માટે કહ્યું હતુ. ત્યારબાદ આ મહિલાએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી.તેમ છતાં લઘુમતી કોમના યુવાને અસભ્ય વર્તન કર્યુ હતુ.ત્યારબાદ મામલો ગરમાયો હતો અને કેટલાક લોકોએ આવી દેવીપૂજકોના ઘરોમાં તોડફોડ કરી મારામારી કરી હતી.ત્યારબાદ બુધવારે ઇડર પોલીસે મામલાની ગંભીરતા સમજીને બડોલી ગામે જઇ બન્ને પક્ષો વચ્ચે દરમિયાનગીરી કરીને સમાધાન કરાવવા માટે સમજાવટ કરી હતી. 

તેમ છતાં સામાન્ય બાબતે થયેલી આ બોલાચાલી અને મારામારીને લીધે એક મહિલાને ઇજા થઇ હતી.જેથી તેણીને સારવાર માટે ઇડર સિવિલમાં લવાયા હતા.જયાંથી વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. તો બીજી તરફ બન્ને સમાજના અગ્રણીઓએ બેઠક કરી સમાધાન કરાવી દેવા માટે બન્ને પક્ષો વચ્ચે વાતચીત કરવામાં આવી હતી. જેથી કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ ન હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠા આજે જિલ્લો રામમય બનશે. હિંમતનગર, ઈડર, વડાલી, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર અને તલોદમાં વિહીપ દ્વારા શોભાયાત્રા નિકળશે.*
0 0
Read Time:5 Minute, 40 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરમાં શોભાયાત્રા પૂર્વે રામજી મંદિરને શણગારાયું. ઈડરમાં રામદ્વારાથી નિકળનારી યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરાઈ. સુલેહશાંતિ માટે રર૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

કુટુંબ પ્રબોધન અને સામાજીક સમરસતાના હેતુ સાથે ગુરૂવારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ગુરૂવારે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આયોજન કરાયું છે. જે અંતર્ગત ગુરૂવારે હિંમતનગર સહિત ઈડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મામાં વાજતે ગાજતે શોભાયાત્રા નિકળશે. શોભાયાત્રા દરમ્યાન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રર૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. 

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી નલીન પટેલના જણાવાયા મુજબ ગુરૂવારે હિંમતનગરમાંથી નિકળનારી શોભાયાત્રા છાપરીયા વિસ્તારમાં આવેલ રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે તે પૂર્વ બુધવારે છાપરીયામાં આવેલ રામજી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો પર થઈને મહેતાપુરામાં આવેલ રામજી મંદિરમાં સમાપ્ત થશે. જયાં હનુમાન ચાલીસા અને સમૂહઆરતી યોજાશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તેજ પ્રમાણે ન્યાય મંદિર વિસ્તારમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, માતૃ શક્તિ અને દુર્ગાવાહિની, હિંમતનગર દ્વારા આયોજિત તથા હિંદુ સમાજ પ્રેરિત આ શોભાયાત્રા ગુરુવારે બપોરે ૩ઃ૩૦ કલાકે છાપરીયા રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે.ત્યારબાદ શોભાયાત્રામાં જોડાયેલા સનાતન પ્રેમીઓ વાજતે ગાજતે જોડાઈને જય શ્રી રામના નારા સાથે આગળ વધશે. તેજ પ્રમાણે ઈડરના રામદ્વારા ખાતેથી સવારે ૯ વાગે નિકળનારી આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. સાથો સાથ પ્રાંતિજમાં યોજાનાર રામનવમી નિમિત્તે આ શોભાયાત્રા નાનીભાગોળથી પ્રસ્થાન કરશે જેમાં લગભગ ૮ર ગામોની ભજન મંડળીઓ જોડાશે.

આ ઉપરાંત ખેડબ્રહ્મામાં સાંજે ૪ કલાકે નિકળનારી શોભાયાત્રા અંબિકા માતાજી મંદિરેથી પ્રસ્થાન કરશે, પોશીનામાં સવારે ૧૦ વાગે નિકળનારી યાત્રા લહેરીપુરા જનસેવાની સામેથી નિકળશે, વિજયનગરમાં બપોરે બે વાગે રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.દંતોડમાં સવારે ૮ વાગે પંચમુખી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. જિલ્લામાં ગુરૂવારે યોજાનાર શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટે બલ તથા એસઆરપી સહિત પોલીસની વિવિધ પાંખમાં ફરજ બજાવતા કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.

  • (પોલીસ તંત્ર દ્વારા કેટલો બંદોબસ્ત ગોઠવાયો)

રામનવમી નિમિત્તે સુલેહશાંતિ જળવાઈ રહે તે આશયથી ૦૧ એસપી, ૦૪ ડીવાયએસપી, રર પીઆઈ, ૩પ પીએસઆઈ, ૮૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૮૦૦ હોમગાર્ડ, ૬૦૦ જીઆરડી જવાનો ફરજ બજાવશે એમ પોલીસ સૂત્રોમાંથી જણાવાયું છે સાથો સાથ એસઆરપીની એક કંપની પણ જોડાશે.

  • (હિંમતનગરમાંથી નિકળનાર શોભાયાત્રાનો સુચિત રૂટ)

ગુરૂવારે હિંમતનગરના છાપરીયા રામજી મંદિરથી નિકળનારી આ શોભાયાત્રા જૂની જિલ્લા પંચાયત રેલવે ફાટક થઈને ટાવર ચોક પહોંચશે. ત્યાંથી તે નવા બજાર, ગાંધીરોડ થઈને ઇડર સ્ટેટ હાઈવે પર એસપી કચેરી, ન્યાય મંદિર અને મહેતાપુરા ઢાળ પસાર કરીને મહેતાપુરા રામજી મંદિરે પહોંચશે. મહેતાપુરા રામજી મંદિરે સાંજે ૭ કલાકે સમૂહ હનુમાન ચાલીસા અને સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 

  • (શોભાયાત્રાના રૂટ શણગારાયા)

રામનવમીની શોભાયાત્રાને અનુલક્ષીને શોભાયાત્રાના રૂટ પર ધજાઓ લગાવવામાં આવી છે. મહેતાપુરા વિસ્તારમાં બુધવારે રાત્રે યુવકો દ્વારા સર્કલ સહિતના સ્થળો પર ધજાઓ લગાવી દેવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %