Breaking News
અમદાવાદમાં ગુંડાગીરી નું રાજ. શું પોલીસ કમજોર?
1 0
Read Time:2 Minute, 17 Second

એસીપી ઈ-ડિવિઝન વાણી દૂધાતના જણાવ્યા અનુસાર, કુખ્યાત મોન્ટુ નામદાર 8 જૂનના રોજ જેલમાંથી ફર્લો રજા પર બહાર આવ્યો હતો. જેલમુક્ત થતાં જ 9 જૂનના રોજ તેણે પોતાના સાગરીતો (જીજ્ઞેશ રામી, ફિરોજ અને પુત્ર પ્રિન્સ) સાથે મળીને ખાડિયાની હજીરાની પોળમાં આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં ચૂર આ ગુંડાતત્વોએ જાહેરમાં ફટાકડા ફોડી રસ્તો જામ કરી દીધો હતો અને હત્યા કેસની એક સાક્ષી મહિલાને આખા પરિવાર સહિત ખતમ કરી નાખવાની ગંભીર ધમકી આપી હતી.

મહિલાએ ડરીને તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને જોઈને મોન્ટુ નામદાર ભાગવા ગયો હતો, જ્યાં મકાન પરથી કૂદવાના પ્રયાસમાં તેના બંને પગે ફ્રેક્ચર થયું હતું અને તે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી જ્યારે સરકારી પીસીઆર (PCR) વાનમાં બેસાડ્યો, ત્યારે મોન્ટુની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે પોલીસકર્મીઓને જ જાહેરમાં ગાળો ભાંડી હતી. તેણે 2022માં તેને પકડનાર હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

12 જૂનના રોજ ખાડિયા પોલીસે મોન્ટુ નામદાર અને તેના સાથીઓ વિરુદ્ધ ધમકી, બીભત્સ વર્તન અને નશાખોરી બદલ ત્રીજી નવી એફઆઈઆર (FIR) નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે કોર્ટમાં રિપોર્ટ કરીને મોન્ટુના ફર્લો જામીન રદ કરાવશે, જેથી તેને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી શકાય. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા અને દાદાગીરીની ઘટના આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રૂ.૨૦.૪૬ લાખ ચૂકવ્યા છતાં ‘બાકી’ના નામે ત્રાસ. ખેડબ્રહ્માના મટોડામાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.
0 0
Read Time:1 Minute, 57 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

દિકરાની સારવાર અને ધંધા માટે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કર્યા બાદ પણ રૂ. ૩.૭૫ લાખની માંગણી, જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ

હિંમતનગર: ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં વ્યાજખોરી અને ધાકધમકીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામના એક રહીશે બિયારણના ધંધા તેમજ પોતાના દિકરાની સારવાર માટે વર્ષો અગાઉ લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વધુ નાણાંની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ મટોડા ગામના વિજય ફલજીભાઈ પટેલે વર્ષ ૨૦૧૨ માં ગામમાં રહેતા તળશીભાઈ હીરાભાઈ પટેલ પાસેથી પાંચ ટકા વ્યાજે તબક્કાવાર અંદાજે રૂ. ૧૨.૫૦ લાખ લીધા હતા. આ રકમમાંથી રૂ. ૭.૯૬ લાખ વ્યાજ અને રૂ.૧૨.૫૦ લાખ મુદલ સહિત કુલ રૂ.૨૦.૪૬ લાખ પરત ચૂકવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ સમગ્ર રકમ ચૂકવ્યા બાદ પણ તળશીભાઈ પટેલે રૂ. ૩.૭૫ લાખ હજુ બાકી હોવાનું કહી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપ છે કે બાકી રકમ નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આખરે સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને વિજય પટેલે રવિવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં તળશીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કોમી એકતાની મિસાલ: અમદાવાદના વકીલે ઈદના પર્વે ‘૭૮૬’ નંબરની ૪.૩૦ લાખની ચલણી નોટોનું કર્યું પૂજન
1 0
Read Time:2 Minute, 53 Second

અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે ઈદના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે અમદાવાદમાં કોમી એકતા અને શ્રદ્ધાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતા જાણીતા વકીલ પ્રકાશચંદ્ર કે. સોનીએ ઈદના પવિત્ર દિવસે પોતાની પાસે રહેલી ‘૭૮૬’ નંબરની લાખોની કિંમતની ચલણી નોટોનું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.

નવાવાડજની વિવિધભારતી સોસાયટીમાં રહેતા પ્રકાશચંદ્ર સોનીએ મુસ્લિમ સમાજમાં અત્યંત પવિત્ર અને સૌભાગ્યશાળી મનાતા ‘૭૮૬’ ના અંક પ્રત્યેની પોતાની આસ્થા પ્રગટ કરી હતી. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી આ ખાસ નંબર ધરાવતી નોટોનો સંગ્રહ કરી રહ્યા હતા. આ વર્ષે ઈદના અવસરે તેમણે આ ૧૫ વર્ષની મહેનત અને સંગ્રહને પૂજનના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યો હતો.

વકીલ પ્રકાશચંદ્ર પાસે ૭૮૬ નંબર ધરાવતી કુલ ૪,૬૨૬ ચલણી નોટોનો દુર્લભ સંગ્રહ છે. જેમાં ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાના દરની તમામ નોટોનો સમાવેશ થાય છે. આ તમામ નોટોની કુલ અંદાજિત કિંમત ૪,૩૦,૦૦૦ (ચાર લાખ ત્રીસ હજાર) રૂપિયા જેટલી થાય છે. ઈદના દિવસે આ તમામ નોટોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોઠવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વકીલ સોનીએ જણાવ્યું હતું કે, “૭૮૬ અંક મુસ્લિમ ભાઈઓ માટે બરકત અને પવિત્રતાનું પ્રતીક છે. એક હિન્દુ તરીકે આ પવિત્ર અંક પ્રત્યે માન જાળવીને પૂજન કરવું એ મારા માટે ગર્વની વાત છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને સર્વધર્મ સમભાવની ભાવના મજબૂત કરવાનો છે.”

સામાન્ય રીતે લોકો ધનતેરસ કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરતા હોય છે, પરંતુ ઈદના દિવસે વકીલ દ્વારા કરવામાં આવેલા આ અનોખા ‘લક્ષ્મી પૂજન’ અને ૭૮૬ નંબર પ્રત્યેના તેમના આકર્ષણે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું. સ્થાનિક લોકો અને સોસાયટીના રહીશોએ વકીલના આ પ્રશંસનીય કાર્ય અને સકારાત્મક અભિગમને મુક્ત કંઠે બિરદાવ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %