રાજસ્થાન ખાતેથી પ્રાઈવેટ ટ્રાવેલ્સમાં બેસી અમદાવાદ ખાતે ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવતી ટોળકીની ત્રણ મહીલાઓ તથા એક ઈસમને પકડી પાડતી ઓઢવ પોલીસ.
Views: 16
0 0

Read Time:3 Minute, 49 Second

અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની નાની મોટી શીલબંધ બોટલો તથા બિયરના ટીન કુલ્લે નંગ:૩૯૪ કિ.રૂ.૧,૧૦,૮૩૦/- તથા ગુનામાં વાપરેલ ઓટોરિક્ષા તથા મોબાઈલ ફોન નંગ:૦૨ મળી કુલ્લે કિ.૧,૬૫,૮૩૦/- ના મુદ્દામાલ સાથે ચાર માણસો ઝડપાયા

મે.પો.કમિ.શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ ડીવીઝન સાહેબની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તા:૧૫/૦૪/૨૦૨૬ ના રોજ સર્વેલન્સ સ્કોડના પો.સ.ઈ આર.એચ.જાડેજા સ્ટાફના માણસો સાથે દારૂ જુગારની પ્રવુર્તીઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો વિવેકકુમાર ભીખુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઓઢવ રીંગરોડ ટી.જી.વી હોટલની સામે ઈન્દોર હાઈવે ઉપર જાહેરમાં પંચો સાથે વોચ તપાસ કરતા આરોપી નામે (૧) અમીચંદભાઈ ઉર્ફે બાદશાહ સ/ઓ બાદરજી પુનાજી જાતે ઠાકોર ઉ.વ.૪૫ રહે.ઈન્દીરાનગરવાસ ગામ.ચંદ્રાળા તા.જી.ગાંધીનગર (૨) કમલાબેન વા/ઓ કાલુરામ લક્ષ્મણભાઈ જાતે મીણા ઉ.વ.૪૬ રહે.ગામ.સામીતેર તા.ખેરવાડા જી.ઉદયપુર રાજસ્થાન તથા નં(૩) શારદાદેવી વા/ઓ જ્ઞાનદત જાતે મીણા ઉ.વ.૪૫ રહે.ગામ.મિટી મઠડી પોસ્ટ.સુંદરા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન તથા નં(૪) કલ્પના વા/ઓ સંજયકુમાર જાતે મીણા ઉ.વ.૨૬ રહે.ગામ.ગડાવણ તા.ઋષભદેવ સાગવાડા જી.ઉદયપુર રાજસ્થાન નાઓને પોતાના કબ્જાની સી.એન.જી ઓટોરિક્ષા નંબર જી.જે.૧૮.એ.વાય.૨૪૭૦ માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર કુલ્લે નંગ:૩૯૪ કિ.રૂ.૧,૧૦,૮૩૦/-તથા ઉપરોક્ત ઓટોરિક્ષા કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ:૧ કિ.રૂ. ૫,૦૦૦/- તથા અલગ અલગ બેગ તથા થેલા નંગ:૦૫ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૬૫,૮૩૦/- ના મુદામાલ સાથે પકડી આરોપીઓની પુછપરછ કરતા પોતે રાજસ્થાન ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો અલગ અલગ બેગોમાં ભરી પ્રાઈવેટ ટ્રાવેલ્સ મારફતે અમદાવાદ આવેલ હોવાનુ જણાવતા ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૭૨૬૦૬૮૩/૨૦૨૬ ધી પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. 

  • કાર્યવાહી કરનાર ટીમના માણસો:

  1. પો.સ.ઈ એચ.આર.જાડેજા

  2. અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ 

  3. અ.પો.કો હિતેશભાઈ નાગજીભાઈ 

  4.  અ.પો.કો અનુભવસિંહ તેજબહાદુરસિંહ 

  5.  અ.પો.કો જીગરકુમાર અજમલભાઈ 

  6.  વુ.પો.કો આશાબેન લક્ષ્મણભાઈ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %