રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.
Views: 12
0
0
Read Time:2 Minute, 18 Second
રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે, પરંતુ આ મુક્તિ પાછળ પુરાવાઓનો અભાવ નહીં પણ પોલીસની દસ્તાવેજી ભૂલ જવાબદાર છે.
ખોટી કલમ: નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યા માટેની કલમ 103(1) લાગે છે. જોકે, પોલીસે સોનમની ધરપકડના મેમો, કેસ ડાયરી અને અન્ય દસ્તાવેજોમાં ભૂલથી 403(1) લખી દીધું હતું.
અસ્તિત્વ જ નથી: BNS માં કલમ 403(1) જેવી કોઈ જોગવાઈ જ નથી. જ્યારે જૂની IPC મુજબ આ કલમ પ્રોપર્ટી સાથે જોડાયેલી હતી.
મૌલિક અધિકારોનો ભંગ: અદાલતે નોંધ્યું કે ધરપકડ સમયે આરોપીને કયા ગુના હેઠળ પકડવામાં આવી છે તેની સાચી જાણકારી આપવી ફરજિયાત છે. સોનમના કિસ્સામાં પોલીસે તેને હત્યાની કલમ (103-1) વિશે લેખિતમાં જાણ કરી નહોતી, જે કલમ 22(1) મુજબ તેના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે.
શિલોંગની એડિશનલ ડીસી (જ્યુડિશિયલ) દશાલિન આર. ખરબતેંગે જણાવ્યું કે, “ધરપકડના કારણો ધરપકડ પહેલા જ નક્કી હોવા જોઈએ. જો તમામ દસ્તાવેજોમાં ખોટી કલમ લખાયેલી હોય, તો તેને માત્ર સામાન્ય ટાઈપિંગ મિસ્ટેક માની શકાય નહીં.” સોનમ ટ્રાયલ દરમિયાન શિલોંગ શહેર છોડી શકશે નહીં. તે પુરાવા કે સાક્ષીઓ સાથે કોઈ છેડછાડ કરી શકશે નહીં. કોર્ટની દરેક તારીખે હાજર રહેવું પડશે. 50,000 રૂપિયાનો પર્સનલ બોન્ડ અને બે જામીન રજૂ કરવા પડશે. જામીન મળ્યા બાદ સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીએ સ્પષ્ટ કર્યું છે કે પરિવાર તેને ઘરમાં નહીં રાખે. જો માતા-પિતા તેને ઘરે લાવશે તો ગોવિંદ પોતે ઘર છોડી દેશે. સોનમ અત્યારે શિલોંગમાં જ રહેવા મજબૂર છે.