Breaking News
રૂ.૨૦.૪૬ લાખ ચૂકવ્યા છતાં ‘બાકી’ના નામે ત્રાસ. ખેડબ્રહ્માના મટોડામાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.
0 0
Read Time:1 Minute, 57 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

દિકરાની સારવાર અને ધંધા માટે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કર્યા બાદ પણ રૂ. ૩.૭૫ લાખની માંગણી, જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ

હિંમતનગર: ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં વ્યાજખોરી અને ધાકધમકીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામના એક રહીશે બિયારણના ધંધા તેમજ પોતાના દિકરાની સારવાર માટે વર્ષો અગાઉ લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વધુ નાણાંની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ મટોડા ગામના વિજય ફલજીભાઈ પટેલે વર્ષ ૨૦૧૨ માં ગામમાં રહેતા તળશીભાઈ હીરાભાઈ પટેલ પાસેથી પાંચ ટકા વ્યાજે તબક્કાવાર અંદાજે રૂ. ૧૨.૫૦ લાખ લીધા હતા. આ રકમમાંથી રૂ. ૭.૯૬ લાખ વ્યાજ અને રૂ.૧૨.૫૦ લાખ મુદલ સહિત કુલ રૂ.૨૦.૪૬ લાખ પરત ચૂકવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ સમગ્ર રકમ ચૂકવ્યા બાદ પણ તળશીભાઈ પટેલે રૂ. ૩.૭૫ લાખ હજુ બાકી હોવાનું કહી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપ છે કે બાકી રકમ નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આખરે સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને વિજય પટેલે રવિવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં તળશીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાત-રાજસ્થાનમાં મોટરસાયકલ ચોરીનો આતંક મચાવતી આંતર રાજ્ય ગેંગ ઝડપાઈ
0 0
Read Time:2 Minute, 21 Second

13 ચોરાયેલી બાઇકો અને મોબાઇલ સહિત રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 13 ચોરાયેલી મોટરસાયકલો અને એક મોબાઇલ ફોન સહિત રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબડિયા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બે શંકાસ્પદ મોટરસાયકલ પર આવી રહેલા પાંચ ઇસમોને રોકી પૂછપરછ કરતા તેમની પાસે વાહનોના માલિકીના કોઈ પુરાવા મળી આવ્યા નહોતા. ત્યારબાદ પોલીસે મોટરસાયકલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ઇડર, સતલાસણા અને છાપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓ ડિટેક્ટ કર્યા છે તેમજ અન્ય અનેક બિનનોંધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલ્યો છે.પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા વિસ્તારના રણમલ ઉર્ફે રેણા, પ્રકાશ ઉર્ફે પેરીયા, કિશન ઉર્ફે કૃષ્ણા, અનિલ ગમાર તથા એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.આ સમગ્ર કાર્યવાહી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા અને પીએસઆઇ રવિરાજસિંહ.જે. જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ખેડૂતના મકાનમાંથી રૂ. ૮.૦૪ લાખના દાગીના અને રોકડની ચોરી
0 0
Read Time:3 Minute, 11 Second

ખેડૂતના મકાનમાંથી રૂ. ૮.૦૪ લાખના દાગીના અને રોકડની ચોરી
રસોડાની જાળીના સળિયા તોડી ઘરમાં ઘૂસ્યા,લોખંડની તિજોરીને નિશાન બનાવી
સોનાના દોરા ,લોકેટ,વીંટીઓ, ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ તફડાવ્યો
હિંમતનગર(જીગ્નેશ સોની): હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ મથક હદના માથાસુલિયા ગામે તસ્કરોએ એક ખેડૂતના મકાનને નિશાન બનાવી રૂ.૮.૦૪ લાખના મુદ્દામાલની ચોરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી છે. આ અંગે માથાસુલિયા ગામના રહેવાસી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ૬૩ વર્ષીય જગતસિંહ ભાથીસિંહ પરમારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ અનુસાર તા.૫ જૂનની રાત્રે ૧૧ વાગ્યાથી ૬ જૂનની વહેલી સવારે કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના જૂના મકાનના પાછળના ભાગે આવેલા રસોડામાં લગાવેલી લોખંડની જાળીના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ ઘરમાં રહેલી લોખંડની તિજોરી તોડી તેમાં રાખેલા કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી થયેલા મુદ્દામાલમાં આશરે ૫૦૦ ગ્રામ વજનની ચાંદીની ઝાઝર કિંમત રૂ.૫૦ હજાર,૨૦૦ ગ્રામ વજનના ચાંદીના છડા કિંમત રૂ.૨૦ હજાર, એક તોલાનું સોનાનું લોકેટ કિંમત રૂ.૧.૧૦ લાખ, બે તોલા વજનના બે સોનાના દોરા કિંમત રૂ. ૨.૨૦ લાખ, આશરે ૬ ગ્રામ વજનની બે સોનાની વીંટીઓ કિંમત રૂ.૬૦ હજારનો સમાવેશ થાય છે.આ ઉપરાંત તેમના નાના પુત્રના લગ્ન પ્રસંગે પુત્રવધૂ ભારતીબાને કરિયાવરમાં મળેલા દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. જેમાં ૫૦૦ ગ્રામ ચાંદીના કડલા કિંમત રૂ.૫૦ હજાર,૨૦૦ ગ્રામ ચાંદીના છડા કિંમત રૂ.૨૦ હજાર, એક તોલાનું સોનાનું લોકેટ કિંમત રૂ. ૧.૧૦ લાખ,૬ ગ્રામની બે સોનાની વીંટીઓ કિંમત રૂ.૬૦ હજાર,૮ ગ્રામ વજનની ચાર સોનાની બુટ્ટીઓ કિંમત રૂ. ૮૦ હજાર તેમજ રૂ. ૨૪ હજારની રોકડ રકમનો સમાવેશ થાય છે.
આ રીતે કુલ રૂ. ૮,૦૪,૦૦૦ના મુદ્દામાલની ચોરી થતાં પરિવારજનોમાં ચિંતા અને ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ તપાસ હાથ ધરી હતી. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %