ગુજરાત અને રાજસ્થાનમાંથી ચેઇન સ્નેચીંગ ગેંગનો સુત્રધાર પકડાયો. એલસીબીએ રૂ.૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ૬ ગુનાનો ભેદ ઉકેલ્યો.
Views: 56
0 0

Read Time:3 Minute, 49 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર સહિત રાજયના અન્ય ઠેકાણે તથા રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી આવતી જતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની લુંટ કર્યાની ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ બે દિવસ અગાઉ સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે શામળાજીથી હિંમતનગર આવી રહેલ એક બાઇક સવારને અટકાવી પુછપરછ કર્યા બાદ તેની ઝડતી લેતા તેની પાસેથી સોનાના તુટેલા દોરા મળી આવ્યા હતા. જે અંગે પુછતા પકડાયેલા શખ્સે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે રૂપિયા ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ પુછપરછ કરતાં તે ગુજરાત અને રાજસ્થાનમાં ચેઇન સ્નેચીંગ કરતી આંતરરાજય ગેંગનો સુત્રધાર હોવાનું બહાર આવ્યા બાદ એલસીબીએ તેની વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. 

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઇ ડી.સી. સાકરીયા ના જણાવ્યા મુજબ ગત તા. ૮ મેના રોજ પીએસઆઇ આર.કે. જોષીની ટીમ તેમની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે હિંમતનગરના ખેડ તસીયા રોડ પર એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરનાર શખ્સ શામળાજીથી હિંમતનગર તરફ અન્ય એક શખ્સની સાથે બાઇક પર આવી રહ્યો છે. જે આધારે એલસીબીએ તેને અટકાવી તેની ઝડતી લીધી હતી. દરમિયાન તેના ખિસ્સામાંથી લગભગ ચાર તુટેલા સોનાની ચેઇનો મળી આવી હતી. 

જેથી પોલીસે તેની કડક પુછપરછ કરતાં પકડાયેલા દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા તેની પાછળ બેઠેલ સંજય રામદાસ સાધુ હોવાનું કબુલ્યું હતુ. વધુમાં આ બન્ને જણાએ જણાવ્યુ હતુ કે ગત તા. ૫ મેના રોજ ખેડ તસીયા રોડ પરથી પસાર થઇ રહેલ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી હતી. ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ અન્ય સોનાની ચેઇનો રાજસ્થાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. તથા વધુમાં બન્ને જણાએ જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં સોનાના દોરાની લુંટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. 

પકડાયેલા બન્ને વિરૂધ્ધ હિંમતનગર એ ડિવીઝન, રાજસ્થાનના ઝોથરી તાલુકાના નવાગળા ગામે રહેતા ગોપાલ કાન્તિલાલ ડામોર, ગૌરીશંકર ડાહ્યાલાલ ખરાડી તથા રાજસ્થાનના કુવાન, બિંછીવાડા, ઘાટોલા, પીંપલખુંટ અને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં સોનાના દોરાની ચોરી કરી હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા ૬.૭૦ લાખના સોનાના દોરા, ૨૫ હજારના બાઇક નં.આર.જે.૧૨.એસ.એસ.૯૧૦૪ તથા રૂપિયા ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ સાબરકાંઠા એલસીબીને ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના બન્ને સુત્રોધારોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %