પ્રાંતિજ તાલુકાની રાજનીતિમાં ચોંકાવનારી અને ચર્ચાસ્પદ ઘટનાએ ભારે વિવાદ ઊભો કર્યો.
0 0
Read Time:2 Minute, 15 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તથા સાબરકાંઠા જિલ્લા પંચાયતની બાલીસણા બેઠકના ઉમેદવાર વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે નામાંકન ફોર્મ ભર્યા બાદ અંતિમ ક્ષણે અચાનક જ પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, તેમણે પક્ષના કોઈપણ નેતાઓને જાણ કર્યા વિના આ નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેને કારણે પક્ષમાં આંતરિક અસંતોષ અને સવાલો ઊભા થયા છે. લોકમુખે તો વધુ ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે અંદાજિત ૬૦ થી ૭૦ લાખ રૂપિયાની લેવડદેવડ થયાની ચર્ચાએ આ સમગ્ર ઘટનાને વધુ શંકાસ્પદ બનાવી દીધી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

પરિસ્થિતિ ત્યારે વધુ વિવાદાસ્પદ બની જ્યારે સલાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાહેર સભામાં વિષ્ણુભાઈની હાજરી જોવા મળી. આ દ્રશ્યે લોકોના આક્ષેપોને બળ આપ્યું છે કે શું આ રાજકીય ‘સેટિંગ’નું પરિણામ છે? શું ઉમેદવાર વેચાઈ ગયા હોવાના આરોપોમાં કોઈ સત્ય છે?

પ્રાંતિજની જનતા હવે ખુલ્લેઆમ પ્રશ્નો પુછી રહી છે—શું લોકતંત્રમાં મતદારોના વિશ્વાસ સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે? શું રાજકારણમાં પૈસાની તાકાત ફરી એકવાર પ્રભુત્વ જમાવી રહી છે?

આ સમગ્ર ઘટનાએ માત્ર એક ઉમેદવારની વિશ્વસનીયતા જ નહીં પરંતુ સમગ્ર રાજકીય પ્રણાલીની પારદર્શિતા પર પણ પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. હકીકત શું છે તે તો તપાસ અને સમય જ બતાવશે, પરંતુ હાલ માટે આ ઘટના લોકતંત્ર પર કાળા ડાઘ સમાન લાગી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %