Read Time:2 Minute, 34 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરપુરા ગામની સીમના એક ખેતરમાંથી ગુરૂવારે વડાલી પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરની વિગતો મેળવી હતી ઉપરાંત મળેલી બાતમી બાદ પોલીસે અંદાજે રૂ.ર૦ લાખની કિંમતનો અંદાજે ૪૦ કિલોથી વધુ નશીલા પદાર્થ તરીકે ઓળખાતા લીલા ગાંંજાના છોડ કબ્જે લઈને એક શખ્સની અટકાયત કરી એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વડાલીના પીઆઈ ડી.આર.પઢેરીયા તથા સ્ટાફને મળેલી બાતમી બાદ ગુરૂવારે કેશરપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં રહેતા મનસુખ ભાઈ ડુંડ એ તંત્ર પાસેથી કોઈપણ જાતની પરવાનગી લીધા વિના ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી વડાલી પોલીસને મળ્યા બાદ પોલીસે બાતમીની ચોકસાઈ કરવા માટે ડ્રોન કેમેરાની મદદ લઈને જે ખેતરમાં ગાંજાનું વાવેતર થયું હતું તેની સચોટ માહિતી મેળવી હતી.
ત્યારબાદ વડાલી પોલીસને મળેલી માહિતીને આધારે ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતા પોલીસની ટીમ સાથે તાત્કાલિક ખેતરમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી અંદાજે ગાંજાના ૬૮ છોડ મળી આવ્યા હતા. ત્યારબાદ વડાલી પોલીસે સ્થળ પર ગાંજાના લીલા છોડનું વજન કરતાં અંંદાજે ૪૦ કિલો અને ૨૦૦ ગ્રામ લીલો ગાંજો હોવાનું જણાવયું હતું. હાલ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે ૨૦.૧૦ લાખ રૂપિયા થવા જાય છે. જેથી પોલીસે મનસુખભાઈ ડુંડ (ઉંમર ૪૭ વર્ષ)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીએ આર્થિક લાભ મેળવવા અને વેચાણના ઈરાદે આ ગેરકાયદેસર ખેતી કરી હતી. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી રૂ.૩ હજારની કિંમતનો મોબાઈલ મળી અંદાજે રૂ.ર૦.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
Happy
0
0 %
Sad
0
0 %
Excited
0
0 %
Sleepy
0
0 %
Angry
0
0 %
Surprise
0
0 %