સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બનેલી છેડતીની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
0 0
Read Time:1 Minute, 51 Second

આ મામલે પોલીસની ભૂમિકા અને ટોળા પર કરાયેલા બળ પ્રયોગ અંગે DCP નિધિ ઠાકુરે વિગતવાર માહિતી આપી છે. ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યે એક 16 વર્ષીય સગીરા ટ્યુશનથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35-40 વર્ષના સૈફ નામના શખ્સે તેની છેડતી કરી હતી. સ્થાનિક લોકો અને શિક્ષકોએ તકેદારી દાખવી આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસની PCR વાન આરોપીને લેવા પહોંચી, ત્યારે લોકોએ પોલીસની હાજરીમાં જ તેને મેથીપાક ચખાડ્યો હતો.

DCP નિધિ ઠાકુરે જણાવ્યું કે:

બેકાબૂ ટોળું: ઘટના બાદ પોલીસ સ્ટેશન બહાર 300થી વધુ લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

ગેરવાજબી માંગણી: ટોળા દ્વારા એવી માંગણીઓ કરવામાં આવી રહી હતી જે કાયદાકીય રીતે અયોગ્ય હતી.

સમજાવટ નિષ્ફળ: પોલીસે લાંબા સમય સુધી લોકોને શાંત રહેવા વિનંતી કરી, પરંતુ જ્યારે સ્થિતિ વણસી અને હિંસા થવાની ભીતિ સેવાઈ, ત્યારે હળવો લાઠીચાર્જ (Force) કરીને ટોળાને વિખેરવાની ફરજ પડી હતી.

પોલીસે આરોપી સૈફની સત્તાવાર અટકાયત કરી લીધી છે. સગીરાના પરિવાર અને ક્લાસ ટીચરની હાજરીમાં કડક કલમો હેઠળ FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હાલમાં અલથાણ વિસ્તારમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે પોલીસના નિયંત્રણ હેઠળ છે અને કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %