હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ વર્ષ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા એક શખ્સને સોમવારે એ-ડીવીઝન પોલીસે મોતીપુરા ચાર રસ્તા નજીકથી ઝડપી લઈને વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયો હતો.
આ અંગે એ-ડીવીઝનના પીઆઈ કે.વાય.વ્યાસ તથા પીએસઆઈ એન.બી.વાઘેલા અને સ્ટાફના જણાવાયા મુજબ સોમવારે તેમનો સ્ટાફ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ કરી રહયો હતો ત્યારે ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો કમલેશ નારણજી ભગોરા (રહે.સંચીયા, તા.બીંછીવાડા) મોતીપુરા ચાર રસ્તા નજીક ફરતો હોવાને બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસે જઈને પુછપરછ કર્યા બાદ કમલેશ ભગોરાની અટક કરી વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના ગુનામાં નાસતા ફરતા અને અમદાવાદના છારાનગર અચેરમાં રહેતા એક શખ્સને બાતમીને આધારે સોમવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસે તેને હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી ઝડપી લીધો હતો.
આ અંગે હિંમતનગર બી-ડીવીઝનના પી.આઈ એ.એમ ચૌધરી તથા પીએસઆઈ આર.એલ.દેસાઈ તથા સ્ટાફના જણાવાયા મુજબ થોડાક મહિના અગાઉ વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હેરાફેરી તથા અન્ય ગુનામાં સંડોવાયેલ રતન લક્ષ્મણભાઈ જાડેજા (રહે.છારાનગર, અચેર, અમદાવાદ)ને પોલીસ શોધખોળ કરતી હતી ત્યારે સોમવારે તે હિંમતનગર બસ સ્ટેન્ડ નજીક ફરતો હોવાની બાતમીને આધારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ માટે વિજયનગર પોલીસને હવાલે કરાયો હતો.