હિંમતનગર તાલુકામાંથી બે સગીરાનુંં અપહરણ થતાં બે વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:1 Minute, 45 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી બે સગીરાનું તાજેતરમાં બે શખ્સોએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. 

આ અંગે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ભોગ બનેલ સગીરાના વાલીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૭ એપ્રિલના રોજ મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે રહેતો મિહિર મહેન્દ્રભાઈ પરમાર ૧૭ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં સગીરાના વાલીએ ડુગરવાડાના યુવક વિરૂધ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.

તેજ પ્રમાણે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૬ વર્ષની સગીરાને ગત તા.૭ માર્ચના રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પાણીબાર ગામનો જયેશ નામનો શખ્સ સગીરાને ફોસલાવી પટાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. જેથી સગીરાના વાલીએ પણ પાણીબાર ગામના જયેશ વિરૂધ્ધ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ સાથે ગઢોડામાં બેઠક યોજાઈ. સાધુ-સંતો,હિંદુ સંગઠનો અને ગૌભક્તોએ આગામી રણનીતિ ઘડી.
0 0
Read Time:2 Minute, 6 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ગઢોડા ગામની શ્રીનાથજી ગૌશાળામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ-સંતો, હિંદુ સંગઠનો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 

બેઠકમાં ચર્ચા વિચારણાને અંતે આગામી ૨૭ એપ્રિલે સ્થાનિક કક્ષાએ પ્રાર્થના પત્રો આપી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રીય દેવ, રાષ્ટ્રીય આરાધ્યા, રાષ્ટ્રીય ધરોહર અથવા રાષ્ટ્રીય આધારનો દરજ્જો આપવા અંગે વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના સાધુ-સંતો, વિશ્વ હિંદુ પરિષદના સભ્યો અને ગૌભક્તોએ આ માંગને બુલંદ બનાવવા માટે ચર્ચા કરી હતી. હિંદુ રાષ્ટ્રમાં ગૌમાતાને સન્માન મળે તે હેતુથી આ માંગ ઉઠી છે. સાથે જ ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો ઘડવામાં આવે અને ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ જેથી ગૌમાતા સંપૂર્ણ રીતે સુરક્ષિત બની શકે. આ માંગણીઓ સ્વીકારાય તે માટે ૧૮ મહિના સુધીનો કાર્યક્રમ નક્કી કરાયો છે. પ્રથમ તબક્કે, સમગ્ર ભારતમાં એક જ દિવસે તાલુકા મામલતદાર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને પ્રાર્થના પત્રો આપવામાં આવશે. ત્યારબાદ, સાધુ-સંતો અને વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નક્કી થયા મુજબ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ સુધી રજૂઆત પહોંચાડવામાં આવશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %