હિંમતનગરના ઢુંઢરમાં સામાન્ય બોલાચાલી થતાં ચાર વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:1 Minute, 34 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઢુંઢર ગામે શુક્રવારે સામાન્ય બાબતે બોલાચાલી થતાં ચાર જણાએ સામે પક્ષે ઝઘડો કરી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે ઢુંઢર ગામે રહેતા કોમલબેન બાબુભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે બપોરના સુમારે ગામમાં રહેતા જયદિપભાઈ રાકેશભાઈ ચમાર તથા ચેતનાબેન ચમારે કોમલબેન ચમારના ઘરે આવી તેણીને તથા તેમના પિતા સાથે અગમ્ય કારણોસર ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આ ઉપરાણું લઈને તન્વીબેન રાકેશભાઈ ચમાર તથા રાકેશ ધનાભાઈ ચમારે આવી ગડદાપાટુનો માર મારી પાડી દીધા હતા. જેથી કોમલબેન ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવતા હતા ત્યારે આ ચારેય જણાએ પોલીસ સ્ટેશનમાં આવી કોમલબેનને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ધમાચકડી મચાવી દીધી હતી. જેથી કોમલબેને ચારેય વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો આજથી પ્રારંભ. ત્રણ દિવસ મંત્રોચ્ચાર સાથે વિવિધ પૂજા વિધિ યોજાશે.
0 0
Read Time:1 Minute, 35 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં જીલ્લા પોલીસ હેડક્વાર્ટસ ખાતે આવેલ અંબિકા માઈ મંડળ ધ્વારા સંચાલિત શ્રી અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.આજે યજ્ઞ પ્રારંભ થશે દિવસ દરમિયાન મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક પૂજન વિધિ શાસ્ત્રી ધવલભાઈ દવેના હસ્તે યોજાશે.જીર્ણોદ્ધાર મહોત્સવને લઈને માતાજીને ફૂલથી શણગાર કરાયો છે જયારે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. 

અંબિકા માતાજી મંદિરના ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવમાં શુક્રવારે મંગલકારી પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ થયો હતો.ત્યારબાદ મંડપ પ્રવેશ,અગ્નિસ્થાપન અને સાંય પૂજન આરતી થશે.પુણ્યકારી બીજા દિવસે સવારે પ્રાતઃપૂજન,બાદ મંદિરેથી શોભાયાત્રા નીકળશે.સ્નપનપ્રયોગ અને સાંય પૂજન આરતી થશે.પાવનકારી ત્રીજા દિવસે પ્રાતઃપૂજન,પ્રાણ પ્રતિષ્ઠા પુર્ણાહુતિ બાદ મહાઆરતી યોજાશે આ મહોત્સવના સમાપન બાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અન્વયે સાબરકાંઠામાં મતદાન કરાયું. ૯ માર્ચે મતગણતરી ચૂંટણીમાં રાજ્યમાંથી ૯૯ ઉમેદવારો વચ્ચે જંગ. મતદાન દરમ્યાન સાબરકાંઠાના ૧પ૦૦ એડવોકેટો પ્રેફરન્સ મત આપ્યા.
0 0
Read Time:2 Minute, 14 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોની ચૂંટણી શુક્રવારે યોજાઈ છે ત્યારે તેના ભાગરૂપે સાબરકાંઠાના પાંચ મતદાન મથકો પર જિલ્લાના અંદાજે ૧પ૦૦ વકિલો(મતદારો)એ મતદાન કર્યું હતુ. જેની ગણતરી આગામી તા. ૯ માર્ચના રોજ અમદાવાદ ખાતે થશે.

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બાર કાઉન્સિલની ચૂંટણી તા. ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં તા. ૬ માર્ચના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે શુક્રવારે સાબરકાંઠાના પાંચ સેન્ટરો પર થયું હતુ. ૨૩ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેના માટે સાબરકાંઠા જિલ્લાના ૧૫૦૦ ધારાશાસ્ત્રીઓ પૈકી મોટાભાગના મતદારોએ પ્રેફરન્સ મત આપી મતદાન કર્યું હતુ. 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ૨૩ બેઠક માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા હતા. જ્યાં સ્થાનિક ધારાશાસ્ત્રીઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત પેટી સીલ કરી ગુજરાત હાઇકોર્ટ ખાતે મોકલવાની તજવીજ કરાઈ હતી. જેની મતગણતરી આગામી ૯ તારીખના રોજ થશે જ્યાં મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %