ઇડરના બડોલીમાં પૈસા બાબતે થયેલો વિવાદ વકર્યો. લઘુમતી સમાજ ટોળા સ્વરૂપે આવતા દેવીપૂજક પરિવારોમાં ભય ફેલાયો આખરે સમાધાનના પ્રયાસ કરાયા.
Views: 72
0 0

Read Time:2 Minute, 7 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર તાલુકાના બડોલી ગામમાં મંગળવારે રાત્રે માત્ર ૪૫૦ રૂપિયાની લેતીદેતી બાબતે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. સામાન્ય નાણાકીય લેતીદેતીના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક પક્ષે ઉશ્કેરાઇ જઇ આવી દેવીપૂજક પરિવારો સાથે મારામારી અને તોડફોડ કર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બુધવારે ઇડર પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. 

આ અંગેની વિગત એવી છે કે બડોલી ગામે રહેતા કેટલાક દેવીપૂજક પરિવારો પૈકી લઘુમતી સમાજના એક યુવાને દેવીપૂજક પરિવારની એક મહિલા પાસે આવી રૂપિયા ૪૫૦ આપી દેવા માટે કહ્યું હતુ. ત્યારબાદ આ મહિલાએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી.તેમ છતાં લઘુમતી કોમના યુવાને અસભ્ય વર્તન કર્યુ હતુ.ત્યારબાદ મામલો ગરમાયો હતો અને કેટલાક લોકોએ આવી દેવીપૂજકોના ઘરોમાં તોડફોડ કરી મારામારી કરી હતી.ત્યારબાદ બુધવારે ઇડર પોલીસે મામલાની ગંભીરતા સમજીને બડોલી ગામે જઇ બન્ને પક્ષો વચ્ચે દરમિયાનગીરી કરીને સમાધાન કરાવવા માટે સમજાવટ કરી હતી. 

તેમ છતાં સામાન્ય બાબતે થયેલી આ બોલાચાલી અને મારામારીને લીધે એક મહિલાને ઇજા થઇ હતી.જેથી તેણીને સારવાર માટે ઇડર સિવિલમાં લવાયા હતા.જયાંથી વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. તો બીજી તરફ બન્ને સમાજના અગ્રણીઓએ બેઠક કરી સમાધાન કરાવી દેવા માટે બન્ને પક્ષો વચ્ચે વાતચીત કરવામાં આવી હતી. જેથી કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ ન હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %