લગ્ન નોંધણીમાં હાઇકોર્ટનો મોટો ચુકાદો, ‘પુખ્ત વયની પુત્રીને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર’.
0 0
Read Time:53 Second

ભારતીય બંધારણ એક વિસ્તૃત દસ્તાવેજ છે જેમાં કાયદો ઘડવા થી લઇ ને કાયદાની ગુંચવણ કે આંટીઘૂંટી ઉકેલવાની એક ચાવી છે. એટલે બંધારણ થી વિપરીત કોઈ નિયમ સંભવી શકતો નથી ત્યારે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 ની પદ્ધતિ સુધારવા અંગે ખરડો પસાર કરી જનતાની વાહવાહી લૂંટવાના પ્રયાસ માં દિલ્હી હાઈ કોર્ટ ની જેમ ગુજરાત હાઈ કોર્ટે પણ લપડાક મારી છે.

વ્યક્તિ સ્વતંત્રતા ના મૌલીક અધિકાર ને માન્ય રાખી પુખ્ત વય ની વ્યક્તિ ને પોતાના જીવન સાથી ની પસંદગી કરવા કોઈ રોકી શકે નહી તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગર પાલિકાનું વર્ષ ર૦ર૬-ર૭નું રૂ.૧૩૬ કરોડનું વિકાસલક્ષી બજેટ મંજુર કરાયું. વિપક્ષે બજેટને આંકડાની માયાજાળ વાળુ ગણાવ્યું.
0 0
Read Time:5 Minute, 15 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર 

હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક શુક્રવારે હિંમતનગરના બદલે ૩પ કી.મી. દુર આવેલ એક ખાનગી ફાઇવ ટાર રીસોર્ટમાં યોજાઈ હતી જેમાં પાલિકાનું અંદાજે રૂ.૧૩૬ કરોડના આ બજેટને ચર્ચાને અંતે મંજુરીની મહોર મારવામાં આવી હતી. બજેટમાં શહેરીજનો માટે પાણી, ગટર, ટાઉન પ્લાનીંગ સહિતના અન્ય વિભાગો માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે. જયારે વિપક્ષના નેતાએ નવીન સમાવિષ્ટ વિસ્તારોની અવગણના કરાઈ હોવાનો આક્ષેપ કરીને આ બજેટને આંકડાની માયાજાળ વાળુ ગણાવ્યું છે.નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ આપવામાં ભેદભાવ રખાયાનો આક્ષેપ.

વર્ષ ર૦ર૬-ર૭ના બજેટ રજુ કરવા અને મંજુર કરવા માટે શુક્રવારે આડાહાથરોલની સીમમાં આવેલ એક ફાઇવ સ્ટાર મોંઘાદાટ રીસોર્ટમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ સામાન્ય સભા હિંમતનગરમાં યોજવાને બદલે અન્ય સ્થળની પસંદગી કરાતાં પાલિકાના પદાધિકારીઓના નિર્ણયને ટીકાપાત્ર ગણાઈ રહયો છે. દરમ્યાન વર્ષ ર૦ર૬-ર૭ના બજેટમાં રૂ.૧૩૬ કરોડની વિવિધ જોગવાઈઓ સાથે વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવેલ સુચિત રકમ અંગે સત્તાધારી અને વિપક્ષના સભ્યોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. બજેટ બેઠક દરમ્યાન ચાલુ વર્ષના રૂ.૧૩૬ કરોડની જોગવાઈ કરાઈ છે ત્યારે તેમાં બંધ સિલક રૂ.૬.૪૬ કરોડ બતાવાઈ છે જયારે ઉઘડતી સિલક અંદાજે રૂ.ર૪,૩૮,પ૯,૦૦૦ બતાવાઈ છે.

પાલિકાના બજેટમાં આ વખતે પાણી પુરવઠા વિભાગને રૂ.૧૦,૬૯,પ૦,૦૦૦ ખર્ચ અંદાજવામાં આવ્યો છે, બાંધકામ માટે પાલિકાએ વર્ષ ર૦ર૬-ર૭માં રૂ.૮,૩ર,૦૦,૦૦૦ના ખર્ચનો અંદાજ રાખ્યો છે, સાથો સાથ ગટર, ટાઉન પ્લાનીંગ, દિવાબત્તી, બગીચા સહિતના અન્ય વિભાગો માટે પણ વિશેષ ખર્ચની જોગવાઈ કરાઈ છે ત્યારે બજેટની ચર્ચા દરમ્યાન સત્તાધારી અને વિપક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે વિપક્ષના નેતાએ નવીન સમાવિષ્ટ કરાયેલા વિસ્તારોમાં પાણી, પાકા રસ્તા, સ્ટેટ લાઈટ, ગટર અને સફાઈ જેવી સુવિધાઓ યોગ્ય રીતે ન મળતી હોવાનો આક્ષેપ કરીને સત્તાધારી પક્ષને આવા વિસ્તારો માટે પ્રાથમિકતા આપવી જોઈએ તેવી માંગ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે શુક્રવારે યોજાયેલ બજેટ બેઠક વર્તમાન પદાધિકારીઓ માટે છેલ્લી હોવાને કારણે શહેરીજનોની વાહવાહી મેળવવા માટે ભરપુર પ્રયાસ કરાયા હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. 

પાલિકાના બજેટની આંકડાકીય વિગતો

  •    આવક રકમ 

નગરપાલિકા કરવેરા ૧૯,૦૧,૦૦,૦૦૦

કરવેરા સિવાયની મિલ્કતોમાંથી થતી આવક ૫૨,૦૦,૦૦૦

ફીની આવક ૬૪,૫૦,૦૦૦

અન્યઆવક ૩,૮૭,૦૫,૦૦૦

પાણી પુરવઠા ૩,૦૦,૦૦૦

બગીચા વિભાગ ૨,૧૩,૦૦,૦૦૦

ગટર વિભાગ ૬,૦૦,૦૦૦

શિક્ષણ વિભાગ ૩,૦૦,૦૦૦

સીટી બસ વિભાગ ૧૮,૦૦,૦૦૦

એમ્બ્યુલન્સ વિભાગ ૨,૦૦,૦૦૦

ફાયર વિભાગ ૪,૨૦,૦૦૦

ટાઉન હોલ ૧૫,૦૦,૦૦૦

એન.યુ.એલ.એમ. યોજના ૩૫,૦૦,૦૦૦

આરોગ્ય ૧૬,૭૦,૦૦૦

અનુદાન ૭૦,૫૦,૦૫,૦૦૦ 

ગલ્લા વિભાગ (શોપીંગ-દુકાનો) ૫,૨૨,૦૦,૦૦૦

ટાઉન પ્લાનીંગ ૩,૪૦,૦૦,૦૦૦

દેવા વિભાગ ૫,૨૮,૯૧,૦૦૦

કુલ ૧૧૧,૬૧,૪૧,૦૦૦

ઉઘડતી સિલક ર૪,૩૮,પ૯,૦૦૦

કુલ સરવાળો ૧૩૬,૦૦,૦૦,૦૦૦

  • ખર્ચ રકમ રૂપિયા

સામાન્ય વિભાગ – પગાર ખર્ચ ૨,૨૨,૦૦,૦૦૦

સામાન્ય વહીવટ ૭,૬૮,૮૦,૦૦૦

પરચુરણ ખર્ચ ૧,૫૦,૪૦,૦૦૦

દિવાબત્તી ૨,૩૦,૦૦,૦૦૦

પાણીપુરવઠા ૧૦,૬૯,૫૦,૦૦૦

બગીચા ૮૮,૦૦,૦૦૦

ગટર ૪,૩૫,૦૫,૦૦૦

શિક્ષણ ૬,૭૫,૦૦૦

સીટીબસ ૮૬,૫૦,૦૦૦

એમ્બ્યુલન્સ ૭,૫૦,૦૦૦

ફાયરબ્રિગ્રેડ ૫,૭૦,૦૦,૦૦૦

ટાઉન હોલ ૧૩,૨૦,૦૦૦

એન.યુ.એલ.એમ. યોજના ૪૦,૦૦,૦૦૦

આરોગ્ય ૯,૩૨,૦૦,૦૦૦

બાંધકામ ૮,૩૨,૦૦,૦૦૦

અનુદાન ૬૨,૫૦,૩૦,૦૦૦

ટાઉન પ્લાનીંગ ૧,૮૭,૪૦,૦૦૦

મિકેનિકલ ૫,૦૦,૦૦,૦૦૦

દેવા વિભાગ ૫,૬૪,૬૦,૦૦૦

કુલ ૧,૨૯,૫૪,૦૦,૦૦૦

બંધ સિલક ૬,૪૬,૦૦,૦૦૦

કુલ સરવાળો ૧૩૬,૦૦,૦૦,૦૦૦

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
બડોલીની સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને ૨૦ વર્ષની સજા. ભોગ બનનારને વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે વળતર ચૂકવવા હુકમ કરાયો.
0 0
Read Time:2 Minute, 31 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે રહેતી એક સગીરાને ચાર વર્ષ અગાઉ ગામના જ એક શખ્સે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયા બાદ આ સગીરાને કચ્છ જિલ્લામાં આવેલી એક સ્થળે ભાડાના મકાનમાં રાખી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. જેની તપાસ પૂર્ણ થયા બાદ ઇડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી. જેનો અંતિમ ચુકાદો શુક્રવારે આવી જતાં ન્યાયાધીશે દુષ્કર્મ કરનાર બડોલીના રહીશને વિવિધ કલમોને આધીન રહી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને વિક્ટીમ કોમ્પનશેસન અન્વયે વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગે ઇડરના સરકારી વકીલના જણાવ્યા મુજબ ગત તા.૨૬-૨-૨૦૨૪ના રોજ બડોલીના ચામુંડાનગરમાં રહેતા એક પરિવારની સગીરાને ગામના જ મનોજ ઉર્ફે મનુભાઇ ગોવિંદભાઇ સુરતી (ઠાકોર) વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ આ સગીરાને કચ્છના ભચાઉ તાલુકાના સામખ્યારી ગામે લઇ જઇ ભાડાના મકાનમાં રહેતો હતો. જયાં મનોજ સુરતીએ સગીરાની મરજી વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ. જે અંગેની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. 

ત્યારબાદ પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરીને ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટના ન્યાયાધીશે સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા આધારપુરાવાઓને ગ્રાહ્ય રાખી દુષ્કર્મ કરનાર મનોજ સુરતીને કાયદાની વિવિધ કલમોને આધારે તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા ૩૫ હજાર વળતર તથા વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે ભોગ બનનાર સગીરાને ચુકવી આપવા માટે હુકમમાં નોંધ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %