ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે વિકાસની જોડે હિંમતનગર–ગાંભોઈ સર્વિસ રોડ પર નવી બનાવેલી ગટરનાં ઢાંકણ તૂટ્યાં.
0 0
Read Time:1 Minute, 26 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર–ગાંભોઈ–શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે ૪૮ના વિસ્તરણ કામ હેઠળ ગાંભોઈથી શામળાજી જોડતા રોડની બાજુમાં આશરે 10.30 મીટર પહોળો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. તેની બાજુમાં અંદાજે દોઢ મીટર પહોળી ગટર પણ બનાવવામાં આવી છે.

પરંતુ ગટર બનાવ્યાના હજુ ૧૦–૧૫ દિવસ પણ પૂરા થયા નથી ત્યાં જ ગટરનાં ઢાંકણ તૂટવા માંડ્યા હોવાની જાણકારી મળી રહી 

 છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની શક્યતા છે.

સ્થાનિક લોકો આક્ષેપ મુજબ અગાઉ પણ રોડ પહોળો કરવા માટે નવી બનાવેલ ગટર પરંતુ તોડી પાડવામાં આવી હતી અને હવે બીજી વખત નવી ગટર બનાવવામાં આવી છે. વારંવાર ગટર તોડવા અને ફરી બનાવવા કારણે પ્રજાના ટેક્સનાપૈસાનો દુરુપયોગ થતો હોવાની વાતો લોકો લોકમુખે ચાલી રહી છે.

સ્થાનિક નાગરિકોએ સંબંધિત વિભાગ દ્વારા ગુણવત્તાની તપાસ કરી જવાબદારી નક્કી કરવા અને મજબૂત કામ કરાવાની સ્થાનિક લોકોની માગણી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સત્યા દૂધની ફેકટરીમાં બનતુ નકલી દૂધ સ્થાનિક સહિત અન્ય સ્થળે વેચાતુ હતુ.
0 0
Read Time:2 Minute, 49 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

મુખ્ય સંચાલક નજીકના ગામોમાંથી પ૦૦ લીટર દૂધ ખરીદી કેમિકલ ઉમેરી ૧૭૦૦ લીટર દૂધ અને છાસ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા

પ્રાંતિજ તાલુકાના સલાલની સીમમાં થોડાક સમય અગાઉ ચાલતી નકલી દૂધની ફેકટરી ઝડપી લીધા બાદ મુખ્ય સંચાલક સહિત અન્ય પાંચ કર્મચારીઓ વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદ બાદ બે દિવસ અગાઉ એલસીબીએ મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો હતો ત્યારબાદ રીમાન્ડ દરમ્યાન કરાયેલી પુછપરછમાં તેણે આસપાસના ગામોમાંથી અંદાજે પ૦૦ લીટર દૂધ ખરીદીને સત્યા ફેકટરીમાંં લાવી તેમાં કેમિકલ તથા પાણી ઉમેરીને અંદાજે ૧૭૦૦ લીટર દૂધ અને છાસ સ્થાનિક વેપારીઓને તથા મહેસાણા સહિત ગાંધીનગર અને અમદાવાદમાં વેચીને તગડો નફો કમાતો હતો.

આ અંગે એસસી-એસટી સેલના ડીવાયએસપી કુલદીપ નાયીએ શનિવારે એક વાતચીતમાં જણાવ્યું હતું કે સત્યા ડેરીનો સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમો પોતાની ફેકટરીમાં નકલી દૂધ બનાવવા માટે સ્થાનિક તથા આસપાસના ગામડાના દૂધ ઉત્પાદકો પાસેથી રોજબરોજ પ૦૦ લીટર દૂધ ખરીદીને ફેકટરીમાં લાવતો હતો ત્યારબાદ તેમાં ડીટરજન્ટ પાઉડર, યુરીયા ખાતર સહિત કેમિકલ અને પાણીનું મિશ્રણ કરી તેમાંથી ૧૭૦૦ લીટર દૂધ અને છાસ તૈયાર કર્યા બાદ પોતાના વાહનોમાં ભરી સલાલ, મોયદ, વિજાપુર, ગાંધીનગર સહિત અન્ય ઠેકાણે પોતાના વાહનોમાં નકલી દૂધ અને છાસ વેચવા માટે મોકલતો હતો.

પુછપરછ દરમ્યાન રાકેશ પટેલે પોલીસ સમક્ષ આપેલી જુબાની મુજબ તે વધુ પૈસા કમાવવા માટે જમીનો અને મકાનની દલાલી કરતો હતો અત્યાર સુધી પોલીસે અંદાજે રૂ.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે. એટલુ જ નહીં પણ બે દિવસ અગાઉ તેને ઝડપી લીધા બાદ પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જયાં ન્યાયાધિશે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.જે રવિવારે બપોરે બે વાગે પૂર્ણ થશે હવે જરૂર પડે તપાસનીશ અધિકારીઓ જરૂરી વિગતો મેળવવા માટે કાર્યવાહી કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુલાબની મુવાડી પાસેની ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ની ચોરી કરનાર ગેંગના ચાર સભ્યો પકડાયા. સાબરકાંઠા એલસીબીએ ૭.૩૧ લાખના મુદ્દામાલ કબજે લઈ અન્ય છ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી.
0 0
Read Time:4 Minute, 29 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલાબની મુવાડીની સીમ સ્થિત એક એલ્યુમિનીયમની ફેકટરીમાંથી ત્રણેક દિવસ અગાઉ એલ્યુમિનીયમના અંદાજે રૂા. ૩.૩૩ લાખથી વધુની કિંમતના ગઠ્ઠાની ચોરી થયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ તપાસનો દોર લંબાવીને બાતમીને આધારે તથા સીસીટીવી ફૂટેજ તપાસીને એલ્યુમિનીયમની ચોરી કરનાર ચાર જણાને જોરાજીના મુવાડા ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ પકડાયેલા ચારેયની પુછપરછ કર્યા બાદ ચોરીમાં સંડોવાયેલા અન્ય છ મળી ૧૦ જણા વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી અંદાજે રૂા. ૭.૩૧લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા, પી.એસ.આઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી, આર.જે.જાડેજાના જણાવાયા મુજબ ત્રણેક દિવસ અગાઉ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એન્ટીક એકસટ્રુઝન ફેકટરીમાંથી અજાણ્યા શખ્સો રૂા. ૩,૩૩,૭પ૦ ના એલ્યુમિનીયના ગઠ્ઠાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબીના સ્ટાફને કામે લગાડયો હતો. ત્યારબાદ એલસીબીના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીને આધારે તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ એલસીબીના સ્ટાફે ચોરી કરનારા ચાર સહિત અન્ય છ જણાની સંડોવણી હોવાનું માલુમ પડયું હતુ. જે આધારે જોરાજીના મુવાડા ગામની સીમમાં આવેલ લુણી નદીના પટ પાસે એલ્યુમિનીયમના ગઠ્ઠા ભરેલ ડાલુ અન્યને વેચવા માટે આ ચારેય જણા ફિરાકમાં હતા ત્યારબાદ એલસીબીએ શકને આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ચોકડી તથા પેથાપુરના મળી ચારેય જણાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી હતી. જેમા આ પકડાયેલા ચારેય જણાએ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમની ફેકટરીમાં ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે રૂા. ૩,૩૩,૭પ૦ ના એલ્યુમિનીયમની ૩૭ ગઠ્ઠા, રૂા.૩લાખના પીકઅપડાલુ નં. જીજે૧૮બીડબલ્યુ ૧ર૮પ, રૂા.૧૮ હજારના બે મોબાઈલ, રૂા.૮૦ હજારના બે બાઈક અને એકટીવા મળી અંદાજે રૂા. ૭,૩૧,૭પ૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ચાર તથા નહી પકડાયેલા છ મળી દસેય વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

  • કોણ ઝડપાયા ..  

– વિજયભાઈ કૈલાસભાઈ રામાભાઈ ભરથરી (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. સિહોલી, હિંમતનગર), 

– પિન્ટુભાઈ વિરચંદભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (દેવીપૂજક) (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. રમોસ (ઝાંજરી), બાયડ)

– સંજયભાઈ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ) 

– અજયકુમાર ઉર્ફે મુત્રો પ્રતાપભાઈ મંગાભાઈ ભરથરી (રહે. પેથાપુર, વાકોલ ત્રણ જોડિયા, ગાંધીનગર) 

  • પકડવાના બાકી આરોપી 

કિશનભાઈ ગણપતભાઈ ભરથરી,

શની ગણપતભાઈ ભરથરી 

મનોજ મંગળભાઈ રાવળ (દેવીપૂજક)

સચિનભાઈ ઉર્ફે સેધો રમેશભાઈ ભરથરી (તમામ રહે. હરસોલી ચોકડી, દહેગામ)

સાહીલ ભરથરી (રહે. વગદા (વડગામ), પાલનપુર)

રાજેશ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %