રણાસણ ત્રણ રસ્તા નજીકથી દારૂ ભરીને જતી ટ્રક પકડાઈ. રૂા. ૬૮.૭૭ લાખની દારૂની ૪૭૧ પેટી પકડાઈ. ટ્રકના ચાલકની અટકાયત કરાઈ 
0 0
Read Time:3 Minute, 51 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બુટલેગરો પોલીસને થાપ આપી લાખો રૂપિયાનો પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશી અન્ય સ્થળે મોકલી રહ્યા છે ત્યારે બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં લાકડાના પાટીયાની આડમાં લઈ જવાતા અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની કિંમતની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર દારૂની બોટલો એલસીબીએ કબજે લીધી હતી. ત્યારબાદ એલસીબીએ અંદાજે રૂા. ૮૮.૮ર લાખનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલકની અટકાયત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય એક વિરૂધ્ધ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ની સૂચનાથી એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા પીએસઆઇ એસ.જે ચાવડા,પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાની ટીમના અમૃતભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે૩૭જીએ ર૭પ૧નો ચાલક પાચારામ ખેતારામ ગોદારા જાટ (રહે. ચાડાર, જી.બાડમેર) પોતાના ટ્રકમાં ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં અગાઉથી જ ગોઠવી દીધેલ લાકડાના પાટીયા નીચે પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે.જે આધારે એલસીબીએ તરત જ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ શરૂ કર્યું હતુ.

દરમ્યાન આવી રહેલ ટ્રકને રોકી ચાલકની પુછપરછ કરતાં તેણે ટ્રકમાં કેબલના રોલ ભરેલ હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ પોલીસને શક જતાં ટ્રકમાં ભરેલ માલનું ચેકિંગ શરૂ કર્યું હતુ. જેમાં કેબલના ત્રણરોલ બોડી સાથે ફિટ કરેલ હતા અને રોલના ઉપરના ભાગે બોલ્ટ લગાવેલ હતા. જે ખોલ્યા બાદ પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ફિટ કરેલ તથા કાપીને ગોઠવેલ પાઈપોને હટાવી ટ્રકમાંથી અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની પાસ પરમીટ વિનાની વિદેશી દારૂની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર બોટલો મળી આવી હતી.

ત્યારબાદ એલસીબીએ ટ્રકના ચાલક પાચારામ જાટની કડક પુછપરછ કરીને દારૂની હેરાફેરી માટેનું પરમીટ રજૂ કરવા જણાવ્યું હતુ. પરંતુ ટ્રકના ચાલકે કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. જેથી એલસીબીએ દારૂનો જથ્થો તથા ટ્રક મળી અંદાજે રૂા. ૮૮.૮ર નો મુદ્દામાલ કબજે લઈ પાચારામ જાટની અટકાયત કર્યા બાદ પુછપરછમાં બાડમેર જિલ્લાના ઈસરોલ ગામના મહેશ ચૌધરીની સંડોવણી હોવાનું કબૂલ્યું હતુ. જેથી પોલીસે બંને વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વિદેશી દારૂ, રૂા. પ હજારનો મોબાઈલ અને રૂા. ર૦ લાખનો ટ્રક કબજે લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI મનુભાઈ પરમારના પરિવારે ખાખી વર્દીમાં ઇતિહાસ રચ્યો છે.
0 0
Read Time:1 Minute, 49 Second

પિતા મનુભાઈ પરમાર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પુત્ર દીપક પણ ભાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે. હવે તેમની બે દીકરીઓ તમન્ના પરમાર અને શીતલ પરમાર PSI બનીને પરિવારનું નામ રોશન કર્યું છે.

તમન્ના પરમાર (2023થી કોન્સ્ટેબલ તરીકે સેવા આપતી) એ PSI પરીક્ષામાં જનરલ મેરિટમાં 46મો અને SC કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવી શાનદાર સિદ્ધિ મેળવી.

શીતલ પરમાર, જેઓ 2023માં માત્ર ચાર માર્ક્સથી તક ચૂકી ગયા હતા, પરંતુ હિંમત ન હારતા સતત મહેનત ચાલુ રાખી. આ વર્ષે PSI પરીક્ષામાં જનરલ મેરિટમાં 42મો અને SC કેટેગરીમાં 4થો ક્રમાંક મેળવી ઇતિહાસ રચ્યો.

એક જ પરિવારના ચાર સભ્યો ખાખી વર્દીમાં દેશસેવા માટે સમર્પિત –આ કદાચ પ્રથમ કિસ્સો હશે! 

કાવઠ ગામ સહિત સમગ્ર પરમાર પરિવાર માટે આ ગૌરવની પળ છે અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે.

ખાખી વર્દીની આ ગાથા સાબિત કરે છે કે અથાગ મહેનત, સંકલ્પ અને પરિવારનો સહયોગ હોય તો સફળતા જરૂર મળે છે.

સફળતા તેને જ મળે છે જે પરસેવાથી ન્હાય છે…

નોકરી મહેરબાનીથી નહીં, હિંમત અને લગનથી મળે છે.

ઘર અને નોકરી સાથે સંભાળી આવું શાનદાર પરિણામ લાવવું ખરેખર બિરદાવવા યોગ્ય છે. 

મહેનત હશે તો સફળતા ચોક્કસ મળશે.ખૂબ અભિનંદન અને શુભકામનાઓ!

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %