હિંમતનગરના કાંકણોલ નજીકથી એલસીબીએ રૂ.૭૭.૬૬ લાખની દારૂ ભરેલી ટ્રક ઝડપી. ચાલક ખોટી નંબર પ્લેટ લગાવી હેરાફેરી કરતો હોવાનું ખુલ્યુ. રાણીવાડાના ચાલકની અટકાત કરાઈ, અન્ય બે વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:3 Minute, 29 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો પોલીસ અથવા તો રાજકીય નેતાઓના ઈશારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી સાબરકાંઠામાં થઈ અન્ય સ્થળે દારૂનો મોટો જથ્થો વાહનોમાં ભરીને હેરાફેરી કરી રહયા છે ત્યારે રવિવારે સાબરકાંઠા એલસીબીએ હિંમતનગર-શામળાજી રોડ પર આવેલ કાંકણોલ ગામની સીમમાંથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેમાં તપાસ કરતાં પ્લાસ્ટીકના કટ્ટા નીચે રખાયેલ દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી ત્યારબાદ એલસીબીએ ટ્રકના ચાલકની પુછપરછ કરી તેની ટ્રકમાંથી ૬૬૯ પેટીમાં રખાયેલ ૧૩પ૮૪ બોટલો મળી રૂ.૭૭,૬૬,૧૯૬નો જથ્થો કબ્જે લીધો હતો ત્યારબાદ ચાલક પાસેથી મોબાઈલ, ચાર નંબર પ્લેટ અને ટ્રક મળી અંદાજે રૂ.૯ર,૭૬,૧૯૬નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ચાલક તથા દારૂ અને બિયરની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય બે મળી ત્રણ જણા વિરૂધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા પીએસઆઇ એસ.જે ચાવડા તથા તેમના સ્ટાફે સ્પેશીયલ પ્રોહી. ડ્રાઈવનું આયોજન કરી હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વાહન ચેકીંગ શરૂ કર્યું હતું દરમ્યાન રવિવારે એવી બાતમી મળી હતી કે શામળાજી તરફથી આવી રહેલ ટ્રક નં.ડીડી.૦૧જે.૯૩૩૧માં દારૂ અને બિયરનો જથ્થો ભરી જઈ રહેલ દેવેન્દ્ર દાનારામ જાટ હિંમતનગર તરફ આવી રહયો છે જે આધારે એલસીબીએ કાંકણોલ પાસે વોચ ગોઠવીને વાહન ચેકીંગ શરૂ કર્યું હતું.

જયાં બાતમી મુજબ આવી રહેલ ટ્રકને અટકાવી તેમાં તપાસ હાથ ધરાઈ હતી દરમ્યાન આ ટ્રકમાં પ્લાસ્ટીકના કટ્ટા નીચે રખાયેલ દારૂ અને બિયરની અંદાજે ૬૬૯ પેટી મળી આવી હતી ત્યારબાદ પોલીસે હેરાફેરી માટેનો પરવાનો રજુ કરવા માટે ચાલકને કહયું હતું પરંતુ ચાલકે રજુ ન કરતાં પોલીસે ટ્રકમાંથી અંદાજે રૂ.૭૭.૬૬ લાખથી વધુનો ૧૩,પ૮૪ બોટલો કબ્જે લીધી હતી તથા ચાલક પાસેથી ટ્રકની આગળ પાછળની ચાર ખોટી નંબર પ્લેટ પણ પકડી લીધી હતી તે આધારે એલસીબીએ દારૂ, મોબાઈલ, નંબર પ્લેટ તથા ટ્રક મળી અંદાજે રૂ.૯ર.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા દેવેન્દ્ર જાટ અને દારૂ ભરી આપનાર રાજસ્થાનના હનુમાનગઢના ભવાન સિંહ ચારણ અને ખોટી બિલ્ટી આપી ટ્રકમાં દારૂ અને બિયર ભરી આપનાર સાચોરના દેવેન્દ્ર બિશ્નોઈ મળી ત્રણેય વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
દેલવાડા-લાંબડીયા રોડ પરથી ૩૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક પકડાયો. પોશીના પોલીસે મોબાઈલ, કાર અને જથ્થો મળી રૂ.૧૮.૯ર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
0 0
Read Time:3 Minute, 1 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લો છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરવા માટે સલામત સ્થળ બની ગયું હોય તેમ અવાર નવાર જિલ્લામાંથી ગાંજો, ચરસ, દારૂ અને બિયરનો મબલખ જથ્થો પકડાઈ રહયો છે ત્યારે હિંમતનગરમાંથી આવા માદક પદાર્થ પકડાયા બાદ રવિવારે વધુ એક વખત પોશીના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેલવાડા-લાંબડીયા રોડ પર સ્થાનિક પોલીસને વોચ દરમ્યાન ગેરકાયદે લઈ જવાતો અંદાજે રૂ.૧પ.૭૭ લાખની કિંમતનો ૩૧.પપ૦ કિલો ગ્રામ ગાંજાના જથ્થાને કારમાં ભરી લઈ જતાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામનો એક યુવાન ગાંજાના જથ્થા સાથે પકડાઈ ગયો હતો ત્યારબાદ પોશીના પોલીસે કાર, મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી અંદાજે રૂ.૧૮.૯ર લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ પોશીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પોશીનાના પીઆઈ ડી.એન.સાધુ, પીએસઆઈ આર.કે.ગજ્જર તથા સ્ટાફના જણાવાયા મુજબ હોળી-ધુળેટીના તહેવારોને લઈને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે પોશીના તાલુકાના દેલવાડાથી હડાદ જતા રોડ પર એક શખ્સ પોતાની કારમાં શંકાસ્પદ પદાર્થ લઈને જઈ રહયો છે જે આધારે પોશીના પોલીસે દેલવાડા-લાંબડીયા રોડ પર સઘન વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ કાર નં.જીજે.૦રબીએચ.૭૦૬૬ પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી ત્યારબાદ કારમાં જઈ રહેલ ચાલકની ઓળખ કરી હતી તેણે પોતાનું નામ રીતેશ રસીકલાલ વ્યાસ (ઉ.વ.૪૮) હોવાનું કબુલ્યુ હતુ ત્યારબાદ પોલીસે કારમાં તથા કરતાં કેફી પદાર્થ તરીકે ઓળખાતો અંદાજે રૂ.૧પ,૭૭,પ૦૦ની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે ગાંજાની હેરાફેરી કરવા માટે જરૂરી આધારપુરાવા રજુ કરવા માટે જણાવ્યું હતું પરંતુ પકડાયેલા રીતેશ વ્યાસે આધારપુરાવા રજુ ન કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ મોબાઈલ ગાંજો અને કાર મળી રૂ.૧૮,૯ર,૭૧૦નો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
નુરપુરાના વેપારીનો મોબાઈલ હેક કરી અજાણ્યા શખ્સે રૂા. ૩.૩૪ લાખનો ઉપાડ કરી લેતાં ફરીયાદ. મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી જાણ બહાર ટ્રાન્જેકશન કર્યું હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ.
0 0
Read Time:2 Minute, 9 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર મોબાઈલના યુગમાં અનેક લોકો અજાણ્યા નંબરો પરથી અન્ય મોબાઈલ ધારકોને ખોટી ફાઈલ મોકલી મોબાઈલ ધારકની જાણ બહાર તેમના ખાતામાંથી રોકડ ઉપાડવા માટે મોબાઈલ હેક કર્યા પછી ટ્રાન્જેકશન કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક મહિના અગાઉ હિંમતનગર તાલુકાના નુરપુરા ગામના એક વેપારીને અજાણ્યા શખ્સે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી દીધા બાદ અંદાજે રૂા. ૩.૩૪ લાખનો ઉપાડ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ અંગે નુરપુરા ગામના વેપારી અલ્ફાજભાઈ ઈલીયાસભાઈ બાવનએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. ર૦ જાન્યુઆરીના રોજ તેઓ સહકારીજીન રોડ પર આવેલ એક દુકાન આગળ ઉભા હતા ત્યારે અજાણ્યા શખ્સે વેપારીના મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી હતી ત્યારબાદ આ વેપારીનો મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યારબાદ બેંકના એકાઉન્ટ નં. ૯૯૯૦૭૮૭૪૧૬૩૯૬૮ માંથી વેપારીની જાણ બહાર રોકડનું ટ્રાન્જેકશન કરી દીધું હતુ. ત્યારબાદ આ રકમ બિહારની ચૌસા માધેપુરા બેંકની શાખામાંથી પિન્કીદેવીના નામના ધારકે નુરપુરાના વેપારીના ખાતામાંથી અંદાજે રૂા. ૩,૩૪,૮૯૯ નો ઉપાડ કરી લીધો હતો. ત્યારબાદ અલ્ફાજ બાવનને જાણ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી અને તે આધારે સોમવારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના કિન્નર સમાજે દત્તક પુત્રનું ઝેમ પર્વ ઉજવ્યુ. ચાર મહિના પહેલા એક પૂત્રને દત્તક લીધો હતો
0 0
Read Time:2 Minute, 11 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સામાન્ય રીતે અનેક સમાજોના પરિવારોમાં પ્રથમ બાળક જન્મે તે પછી આવતી હોળી-ધૂળેટી પર્વમાં આનંદ ઉલ્લાસના ભાગરૂપે બાળકનું ઝેમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પરિવાર દ્વારા નાના-મોટા જમણવાર પણ કરવામાં આવે છે. ઝેમમાં આવનાર પરીચિતો નાના બાળક માટે કપડા, રમકડા, અથવા તો દાગીના સહિતની ભેટ સોગાદો આપવાની પરંપરા ચાલે છે ત્યારે સોમવારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રહેતા કિન્નર સમાજના અગ્રણીએ ચાર મહિના અગાઉ એક પૂત્રને દત્તક લીધા બાદ સોમવારે તેનું ઝેમ પર્વ ઉજવવામાં આવ્યું હતુ.

વાત જાણે એમ છે કે સામાન્ય રીતે કિન્નર સમાજ માતાજીની સેવા-પૂજા કરવાનું તથા અન્ય સમાજમાં શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ રૂડા આર્શિવાદ આપવા પહોંચી જાય છે. દરમ્યાન હિંમતનગરમાં રહેતા ચેતના દે અને સોનલ દે દત્તક લીધેલ રુદ્રરાજની સાળ સંભાળ લઈ પાલન કરી રહ્યા છે ત્યારે આ બંનેએ સોમવારે હોળી પર્વ નિમિત્તે દત્તક પુત્ર રુદ્રરાજનો ઝેમ પ્રસંગ હિંમતનગરના કિન્નર અખાડા ખાતે ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.

જેમાં પરિવારજનો અને ભક્તોએ ભેટ સોગાદો આપી હતી.સોનલ દેએ માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી, કિન્નર અખાડાના ગુરુજી ચેતના દે ના ભાઈના પુત્રને ચાર મહિના પહેલા દત્તક લેવામાં આવ્યો હતો.દત્તક લીધેલા પુત્રનું નામ રુદ્રરાજ રાખવામાં આવ્યું છે. સોનલ દે માતા તરીકે રુદ્રરાજનું પાલનપોષણ કરી રહ્યા છે, જ્યારે ગુરુજી ચેતના દે પિતા તરીકેની ફરજ નિભાવી રહ્યા છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠા એલસીબીએ ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી ૧૧૦૦ બોટલ દારૂ અને બિયર પકડી લીધો. બેની અટકાયત કરી રૂ.૬.૭પ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો.
0 0
Read Time:3 Minute, 34 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હોળી-ધુળેટીના તહેવારોને લઈ કેટલાક બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં પાસ પરમીટ વિના વાહનોમાં દારૂ ભરીને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ અન્ય સ્થળે મોકલવાની પેરવી કરી રહયા છે ત્યારે બાતમીને આધારે સાબરકાંઠા એલસીબીએ રવિવારે ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી અંદાજે ૧૧૦૦ બોટલ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ બંને ઘટનામાં બે જણની અટકાયત કરી રૂ.૬.૭પ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી સમગ્ર જિલ્લામાં પાસ પરમીટ વિના દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને ઝડપી લેવા માટે આપેલા આદેશ બાદ રવિવારે સાબરકાંઠા એલસીબીએ રાજસ્થાન તરફથી આવી રહેલ બોલેરો નં.જીજે.૦૯બીએન.૦પ૭૧ અંગે મળેલી બાતમી બાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હિંમતનગર-વિજાપુર હાઈવે પરના દેરોલ ગામની સીમમાંથી પસાર થતી આ કારને એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયાની સુચના બાદ પીએસઆઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી તથા સ્ટાફે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ બોલેરોને અટકાવી તેમાં તથા કરતાં બોલેરોમાં જઈ રહેલ આનંદ નારાયણભાઈ પંડવાળા (રહે.પાલપાદર, તા.બિંછીવાડા)ની પુછપરછ કરી બોલેરોની ઝડતી લેતાં તેમાંથી અંદાજે રૂ.૩,ર૦,પ૪૪ની કિંમતની ર૬ પેટીમાં રખાયેલ ૧૦૩ર દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે દારૂ અને બિયરની હેરાફેરી કરવા માટે જરૂરી દસ્તાવેજ રજુ કરવા જણાવ્યું હતું પરંતુ પકડાયેલા આનંદે પુરાવા રજુ ન કરતાં દારૂ, બિયર અને કાર મળી રૂ.૬,ર૧,૦૪૪નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા આનંદ તથા નહીં પકડાયેલ ઉદેપુરના ઈશ્વર રાજપુત તથા અમદાવાદના કાલીગામ વિસ્તારમાં રહેતા અવધેષ ઉર્ફે રાજુ છારા વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

તો બીજી તરફ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલોડા રોડ પર આવેલી એક કોલેજ આગળ શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભા રહેલ કેરાભાઈ કેવદાભાઈ રબારી (રહે.લાલોડા રોડ, ઈડર)ની અટકાયત કરી એલસીબીએ તેની ઝડતી લેતાં તેની પાસેથી રૂ.૪૩,૮૯૮ની કિંમતની ૭૭ દારૂની બોટલ મળી આવી હતી ત્યારબાદ પોલીસે રૂ.૧૧ હજારના ત્રણ મોબાઈલ અને દારૂ મળી રૂ.પ૪,૮૯૮નો મુદ્દામાલ કબ્જે લઈ કેરા રબારી તથા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હરીરામ ઉર્ફે હરીયો (રહે.લાલોડા, ઈડર), યુવરાજ ઉર્ફે રાજુ (રહે.વડાલી) અને ખેરવાડાના કણબઈના રાજુ ખરાડી વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સત્યા દૂધની ફેકટરીમાં બનતુ નકલી દૂધ સ્થાનિક સહિત અન્ય સ્થળે વેચાતુ હતુ.
0 0
Read Time:2 Minute, 49 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

મુખ્ય સંચાલક નજીકના ગામોમાંથી પ૦૦ લીટર દૂધ ખરીદી કેમિકલ ઉમેરી ૧૭૦૦ લીટર દૂધ અને છાસ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા

પ્રાંતિજ તાલુકાના સલાલની સીમમાં થોડાક સમય અગાઉ ચાલતી નકલી દૂધની ફેકટરી ઝડપી લીધા બાદ મુખ્ય સંચાલક સહિત અન્ય પાંચ કર્મચારીઓ વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદ બાદ બે દિવસ અગાઉ એલસીબીએ મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો હતો ત્યારબાદ રીમાન્ડ દરમ્યાન કરાયેલી પુછપરછમાં તેણે આસપાસના ગામોમાંથી અંદાજે પ૦૦ લીટર દૂધ ખરીદીને સત્યા ફેકટરીમાંં લાવી તેમાં કેમિકલ તથા પાણી ઉમેરીને અંદાજે ૧૭૦૦ લીટર દૂધ અને છાસ સ્થાનિક વેપારીઓને તથા મહેસાણા સહિત ગાંધીનગર અને અમદાવાદમાં વેચીને તગડો નફો કમાતો હતો.

આ અંગે એસસી-એસટી સેલના ડીવાયએસપી કુલદીપ નાયીએ શનિવારે એક વાતચીતમાં જણાવ્યું હતું કે સત્યા ડેરીનો સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમો પોતાની ફેકટરીમાં નકલી દૂધ બનાવવા માટે સ્થાનિક તથા આસપાસના ગામડાના દૂધ ઉત્પાદકો પાસેથી રોજબરોજ પ૦૦ લીટર દૂધ ખરીદીને ફેકટરીમાં લાવતો હતો ત્યારબાદ તેમાં ડીટરજન્ટ પાઉડર, યુરીયા ખાતર સહિત કેમિકલ અને પાણીનું મિશ્રણ કરી તેમાંથી ૧૭૦૦ લીટર દૂધ અને છાસ તૈયાર કર્યા બાદ પોતાના વાહનોમાં ભરી સલાલ, મોયદ, વિજાપુર, ગાંધીનગર સહિત અન્ય ઠેકાણે પોતાના વાહનોમાં નકલી દૂધ અને છાસ વેચવા માટે મોકલતો હતો.

પુછપરછ દરમ્યાન રાકેશ પટેલે પોલીસ સમક્ષ આપેલી જુબાની મુજબ તે વધુ પૈસા કમાવવા માટે જમીનો અને મકાનની દલાલી કરતો હતો અત્યાર સુધી પોલીસે અંદાજે રૂ.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે. એટલુ જ નહીં પણ બે દિવસ અગાઉ તેને ઝડપી લીધા બાદ પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જયાં ન્યાયાધિશે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.જે રવિવારે બપોરે બે વાગે પૂર્ણ થશે હવે જરૂર પડે તપાસનીશ અધિકારીઓ જરૂરી વિગતો મેળવવા માટે કાર્યવાહી કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુલાબની મુવાડી પાસેની ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ની ચોરી કરનાર ગેંગના ચાર સભ્યો પકડાયા. સાબરકાંઠા એલસીબીએ ૭.૩૧ લાખના મુદ્દામાલ કબજે લઈ અન્ય છ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી.
0 0
Read Time:4 Minute, 29 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલાબની મુવાડીની સીમ સ્થિત એક એલ્યુમિનીયમની ફેકટરીમાંથી ત્રણેક દિવસ અગાઉ એલ્યુમિનીયમના અંદાજે રૂા. ૩.૩૩ લાખથી વધુની કિંમતના ગઠ્ઠાની ચોરી થયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ તપાસનો દોર લંબાવીને બાતમીને આધારે તથા સીસીટીવી ફૂટેજ તપાસીને એલ્યુમિનીયમની ચોરી કરનાર ચાર જણાને જોરાજીના મુવાડા ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ પકડાયેલા ચારેયની પુછપરછ કર્યા બાદ ચોરીમાં સંડોવાયેલા અન્ય છ મળી ૧૦ જણા વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી અંદાજે રૂા. ૭.૩૧લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા, પી.એસ.આઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી, આર.જે.જાડેજાના જણાવાયા મુજબ ત્રણેક દિવસ અગાઉ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એન્ટીક એકસટ્રુઝન ફેકટરીમાંથી અજાણ્યા શખ્સો રૂા. ૩,૩૩,૭પ૦ ના એલ્યુમિનીયના ગઠ્ઠાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબીના સ્ટાફને કામે લગાડયો હતો. ત્યારબાદ એલસીબીના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીને આધારે તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ એલસીબીના સ્ટાફે ચોરી કરનારા ચાર સહિત અન્ય છ જણાની સંડોવણી હોવાનું માલુમ પડયું હતુ. જે આધારે જોરાજીના મુવાડા ગામની સીમમાં આવેલ લુણી નદીના પટ પાસે એલ્યુમિનીયમના ગઠ્ઠા ભરેલ ડાલુ અન્યને વેચવા માટે આ ચારેય જણા ફિરાકમાં હતા ત્યારબાદ એલસીબીએ શકને આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ચોકડી તથા પેથાપુરના મળી ચારેય જણાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી હતી. જેમા આ પકડાયેલા ચારેય જણાએ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમની ફેકટરીમાં ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે રૂા. ૩,૩૩,૭પ૦ ના એલ્યુમિનીયમની ૩૭ ગઠ્ઠા, રૂા.૩લાખના પીકઅપડાલુ નં. જીજે૧૮બીડબલ્યુ ૧ર૮પ, રૂા.૧૮ હજારના બે મોબાઈલ, રૂા.૮૦ હજારના બે બાઈક અને એકટીવા મળી અંદાજે રૂા. ૭,૩૧,૭પ૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ચાર તથા નહી પકડાયેલા છ મળી દસેય વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

  • કોણ ઝડપાયા ..  

- વિજયભાઈ કૈલાસભાઈ રામાભાઈ ભરથરી (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. સિહોલી, હિંમતનગર), 

- પિન્ટુભાઈ વિરચંદભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (દેવીપૂજક) (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. રમોસ (ઝાંજરી), બાયડ)

- સંજયભાઈ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ) 

- અજયકુમાર ઉર્ફે મુત્રો પ્રતાપભાઈ મંગાભાઈ ભરથરી (રહે. પેથાપુર, વાકોલ ત્રણ જોડિયા, ગાંધીનગર) 

  • પકડવાના બાકી આરોપી 

કિશનભાઈ ગણપતભાઈ ભરથરી,

શની ગણપતભાઈ ભરથરી 

મનોજ મંગળભાઈ રાવળ (દેવીપૂજક)

સચિનભાઈ ઉર્ફે સેધો રમેશભાઈ ભરથરી (તમામ રહે. હરસોલી ચોકડી, દહેગામ)

સાહીલ ભરથરી (રહે. વગદા (વડગામ), પાલનપુર)

રાજેશ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
લગ્ન નોંધણીમાં હાઇકોર્ટનો મોટો ચુકાદો, 'પુખ્ત વયની પુત્રીને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર'.
0 0
Read Time:53 Second

ભારતીય બંધારણ એક વિસ્તૃત દસ્તાવેજ છે જેમાં કાયદો ઘડવા થી લઇ ને કાયદાની ગુંચવણ કે આંટીઘૂંટી ઉકેલવાની એક ચાવી છે. એટલે બંધારણ થી વિપરીત કોઈ નિયમ સંભવી શકતો નથી ત્યારે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 ની પદ્ધતિ સુધારવા અંગે ખરડો પસાર કરી જનતાની વાહવાહી લૂંટવાના પ્રયાસ માં દિલ્હી હાઈ કોર્ટ ની જેમ ગુજરાત હાઈ કોર્ટે પણ લપડાક મારી છે.

વ્યક્તિ સ્વતંત્રતા ના મૌલીક અધિકાર ને માન્ય રાખી પુખ્ત વય ની વ્યક્તિ ને પોતાના જીવન સાથી ની પસંદગી કરવા કોઈ રોકી શકે નહી તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
બડોલીની સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને ૨૦ વર્ષની સજા. ભોગ બનનારને વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે વળતર ચૂકવવા હુકમ કરાયો.
0 0
Read Time:2 Minute, 31 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે રહેતી એક સગીરાને ચાર વર્ષ અગાઉ ગામના જ એક શખ્સે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયા બાદ આ સગીરાને કચ્છ જિલ્લામાં આવેલી એક સ્થળે ભાડાના મકાનમાં રાખી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. જેની તપાસ પૂર્ણ થયા બાદ ઇડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી. જેનો અંતિમ ચુકાદો શુક્રવારે આવી જતાં ન્યાયાધીશે દુષ્કર્મ કરનાર બડોલીના રહીશને વિવિધ કલમોને આધીન રહી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને વિક્ટીમ કોમ્પનશેસન અન્વયે વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગે ઇડરના સરકારી વકીલના જણાવ્યા મુજબ ગત તા.૨૬-૨-૨૦૨૪ના રોજ બડોલીના ચામુંડાનગરમાં રહેતા એક પરિવારની સગીરાને ગામના જ મનોજ ઉર્ફે મનુભાઇ ગોવિંદભાઇ સુરતી (ઠાકોર) વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ આ સગીરાને કચ્છના ભચાઉ તાલુકાના સામખ્યારી ગામે લઇ જઇ ભાડાના મકાનમાં રહેતો હતો. જયાં મનોજ સુરતીએ સગીરાની મરજી વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ. જે અંગેની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. 

ત્યારબાદ પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરીને ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટના ન્યાયાધીશે સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા આધારપુરાવાઓને ગ્રાહ્ય રાખી દુષ્કર્મ કરનાર મનોજ સુરતીને કાયદાની વિવિધ કલમોને આધારે તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા ૩૫ હજાર વળતર તથા વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે ભોગ બનનાર સગીરાને ચુકવી આપવા માટે હુકમમાં નોંધ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રણાસણ ત્રણ રસ્તા નજીકથી દારૂ ભરીને જતી ટ્રક પકડાઈ. રૂા. ૬૮.૭૭ લાખની દારૂની ૪૭૧ પેટી પકડાઈ. ટ્રકના ચાલકની અટકાયત કરાઈ 
0 0
Read Time:3 Minute, 51 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બુટલેગરો પોલીસને થાપ આપી લાખો રૂપિયાનો પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશી અન્ય સ્થળે મોકલી રહ્યા છે ત્યારે બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં લાકડાના પાટીયાની આડમાં લઈ જવાતા અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની કિંમતની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર દારૂની બોટલો એલસીબીએ કબજે લીધી હતી. ત્યારબાદ એલસીબીએ અંદાજે રૂા. ૮૮.૮ર લાખનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલકની અટકાયત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય એક વિરૂધ્ધ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ની સૂચનાથી એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા પીએસઆઇ એસ.જે ચાવડા,પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાની ટીમના અમૃતભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે૩૭જીએ ર૭પ૧નો ચાલક પાચારામ ખેતારામ ગોદારા જાટ (રહે. ચાડાર, જી.બાડમેર) પોતાના ટ્રકમાં ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં અગાઉથી જ ગોઠવી દીધેલ લાકડાના પાટીયા નીચે પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે.જે આધારે એલસીબીએ તરત જ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ શરૂ કર્યું હતુ.

દરમ્યાન આવી રહેલ ટ્રકને રોકી ચાલકની પુછપરછ કરતાં તેણે ટ્રકમાં કેબલના રોલ ભરેલ હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ પોલીસને શક જતાં ટ્રકમાં ભરેલ માલનું ચેકિંગ શરૂ કર્યું હતુ. જેમાં કેબલના ત્રણરોલ બોડી સાથે ફિટ કરેલ હતા અને રોલના ઉપરના ભાગે બોલ્ટ લગાવેલ હતા. જે ખોલ્યા બાદ પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ફિટ કરેલ તથા કાપીને ગોઠવેલ પાઈપોને હટાવી ટ્રકમાંથી અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની પાસ પરમીટ વિનાની વિદેશી દારૂની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર બોટલો મળી આવી હતી.

ત્યારબાદ એલસીબીએ ટ્રકના ચાલક પાચારામ જાટની કડક પુછપરછ કરીને દારૂની હેરાફેરી માટેનું પરમીટ રજૂ કરવા જણાવ્યું હતુ. પરંતુ ટ્રકના ચાલકે કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. જેથી એલસીબીએ દારૂનો જથ્થો તથા ટ્રક મળી અંદાજે રૂા. ૮૮.૮ર નો મુદ્દામાલ કબજે લઈ પાચારામ જાટની અટકાયત કર્યા બાદ પુછપરછમાં બાડમેર જિલ્લાના ઈસરોલ ગામના મહેશ ચૌધરીની સંડોવણી હોવાનું કબૂલ્યું હતુ. જેથી પોલીસે બંને વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વિદેશી દારૂ, રૂા. પ હજારનો મોબાઈલ અને રૂા. ર૦ લાખનો ટ્રક કબજે લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %