" તેરા તુજકો અર્પણ ” ના સુત્રને સાર્થક કરતી ઓઢવ પોલીસ હોળીના તહેવારમાં ભીડમાં ગુમ થયેલ આશરે ત્રણ તોલા વજનનુ સોનાનુ કડુ નંગ:૦૧ કિ.રૂ.૪,૯૮,૦૦૦/- શોધી કાઢી મુળમાલીકને સુપરત કરતી ઓઢવ પોલીસ સર્વલન્સ સ્કોડ.
Views: 52
0 0

Read Time:2 Minute, 33 Second

ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૩/૦૩/૨૦૨૬ ના રોજ અરજદાર નામે વિકાશ પ્રમાનંદજી વૈષ્ણવ ઉ.વ.૩૩ રહે : મ.નં.૯ કેશરપાર્ક સોસાયટી છોટાલાલ ચાર રસ્તા જૈન દેરાસર રોડની બાજુમાં ઓઢવ અમદાવાદ શહેરનાઓએ અરજી આપેલ કે તા.૦૩/૦૩/૨૦૨૬ ના રોજ હોળી નિમીત્તે તેઓના ઘરે નાના બાળકની ઢુંઢનો પ્રસંગ રાખેલ હતો જેમાં તેઓના ઘરેથી ઓઢવ ગામના નાકા સુધી વરઘોડો રાખેલ હતો જે રસ્તા દરમયાનમાં તેમના ભાઈના સાસુ પ્રેમાબેનના હાથમાં પહેરેલ આશરે ત્રણ તોલાનુ સોનાનુ કડુ કિ.રૂ.૪,૯૮,૦૦૦/-નુ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જેની તપાસ કરવા અરજી કરતા સદર અરજીની તપાસ ઓઢવ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કોડના પો.સ.ઈ ડી.આઈ. પટેલ નાઓને સોંપેલ.

બાદ ઉપરી અધિકારી શ્રીઓની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ ડી.આઈ.પટેલ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી અરજદારના ઘરથી ઓઢવ ગામ નાકા સુધીના રૂટ ઉપર આવેલ તમામ સી.સી.ટી.વી કેમેરાની તપાસ કરતા રોડ ઉપરથી વરઘોડો પસાર થયા બાદ બે મહીલાઓ રોડ ઉપરથી કોઈ ચીજવસ્તુ લેતા જણાયેલ બાદ સી.સી.ટી.વી ફુટેજ આધારે બન્ને મહીલાઓની ઓળખ કરી હ્યુમન સોર્સ તેમજ સી.સી.ટી.વી ફુટેજ આધારે આજરોજ તા.૦૮/૦૩/૨૦૨૬ ના રોજ બન્ને મહીલાઓની પુછપરછ કરતા પોતે શાકમાર્કેટ ગયેલ તે સમયે રસ્તામાંથી સોનાનુ કડુ મળેલ અને આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ તેના માલીક મળી આવેલ નહી તેમ જણાવેલ બાદ ઉપરોક્ત સોનાનુ કડુ તેના મુળમાલીકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

• કાર્યવાહી કરનાર ટીમના માણસો:

  •  પો.સ.ઈ ડી.આઈ.પટેલ

  •  અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ

  • અ.પો.કો હિતેશભાઈ નાગજીભાઈ

  • અ.પો.કો અનુભવસિંહ તેજબહાદુરસિંહ 

  • અ.પો.કો ભોળુભા જીલુભાઈ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %