Breaking News
સાબરકાંઠા આજે જિલ્લો રામમય બનશે. હિંમતનગર, ઈડર, વડાલી, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર અને તલોદમાં વિહીપ દ્વારા શોભાયાત્રા નિકળશે.*
0 0
Read Time:5 Minute, 40 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરમાં શોભાયાત્રા પૂર્વે રામજી મંદિરને શણગારાયું. ઈડરમાં રામદ્વારાથી નિકળનારી યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરાઈ. સુલેહશાંતિ માટે રર૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

કુટુંબ પ્રબોધન અને સામાજીક સમરસતાના હેતુ સાથે ગુરૂવારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ગુરૂવારે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આયોજન કરાયું છે. જે અંતર્ગત ગુરૂવારે હિંમતનગર સહિત ઈડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મામાં વાજતે ગાજતે શોભાયાત્રા નિકળશે. શોભાયાત્રા દરમ્યાન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રર૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. 

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી નલીન પટેલના જણાવાયા મુજબ ગુરૂવારે હિંમતનગરમાંથી નિકળનારી શોભાયાત્રા છાપરીયા વિસ્તારમાં આવેલ રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે તે પૂર્વ બુધવારે છાપરીયામાં આવેલ રામજી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો પર થઈને મહેતાપુરામાં આવેલ રામજી મંદિરમાં સમાપ્ત થશે. જયાં હનુમાન ચાલીસા અને સમૂહઆરતી યોજાશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તેજ પ્રમાણે ન્યાય મંદિર વિસ્તારમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું છે.

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, માતૃ શક્તિ અને દુર્ગાવાહિની, હિંમતનગર દ્વારા આયોજિત તથા હિંદુ સમાજ પ્રેરિત આ શોભાયાત્રા ગુરુવારે બપોરે ૩ઃ૩૦ કલાકે છાપરીયા રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે.ત્યારબાદ શોભાયાત્રામાં જોડાયેલા સનાતન પ્રેમીઓ વાજતે ગાજતે જોડાઈને જય શ્રી રામના નારા સાથે આગળ વધશે. તેજ પ્રમાણે ઈડરના રામદ્વારા ખાતેથી સવારે ૯ વાગે નિકળનારી આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. સાથો સાથ પ્રાંતિજમાં યોજાનાર રામનવમી નિમિત્તે આ શોભાયાત્રા નાનીભાગોળથી પ્રસ્થાન કરશે જેમાં લગભગ ૮ર ગામોની ભજન મંડળીઓ જોડાશે.

આ ઉપરાંત ખેડબ્રહ્મામાં સાંજે ૪ કલાકે નિકળનારી શોભાયાત્રા અંબિકા માતાજી મંદિરેથી પ્રસ્થાન કરશે, પોશીનામાં સવારે ૧૦ વાગે નિકળનારી યાત્રા લહેરીપુરા જનસેવાની સામેથી નિકળશે, વિજયનગરમાં બપોરે બે વાગે રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.દંતોડમાં સવારે ૮ વાગે પંચમુખી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. જિલ્લામાં ગુરૂવારે યોજાનાર શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટે બલ તથા એસઆરપી સહિત પોલીસની વિવિધ પાંખમાં ફરજ બજાવતા કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.

  • (પોલીસ તંત્ર દ્વારા કેટલો બંદોબસ્ત ગોઠવાયો)

રામનવમી નિમિત્તે સુલેહશાંતિ જળવાઈ રહે તે આશયથી ૦૧ એસપી, ૦૪ ડીવાયએસપી, રર પીઆઈ, ૩પ પીએસઆઈ, ૮૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૮૦૦ હોમગાર્ડ, ૬૦૦ જીઆરડી જવાનો ફરજ બજાવશે એમ પોલીસ સૂત્રોમાંથી જણાવાયું છે સાથો સાથ એસઆરપીની એક કંપની પણ જોડાશે.

  • (હિંમતનગરમાંથી નિકળનાર શોભાયાત્રાનો સુચિત રૂટ)

ગુરૂવારે હિંમતનગરના છાપરીયા રામજી મંદિરથી નિકળનારી આ શોભાયાત્રા જૂની જિલ્લા પંચાયત રેલવે ફાટક થઈને ટાવર ચોક પહોંચશે. ત્યાંથી તે નવા બજાર, ગાંધીરોડ થઈને ઇડર સ્ટેટ હાઈવે પર એસપી કચેરી, ન્યાય મંદિર અને મહેતાપુરા ઢાળ પસાર કરીને મહેતાપુરા રામજી મંદિરે પહોંચશે. મહેતાપુરા રામજી મંદિરે સાંજે ૭ કલાકે સમૂહ હનુમાન ચાલીસા અને સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 

  • (શોભાયાત્રાના રૂટ શણગારાયા)

રામનવમીની શોભાયાત્રાને અનુલક્ષીને શોભાયાત્રાના રૂટ પર ધજાઓ લગાવવામાં આવી છે. મહેતાપુરા વિસ્તારમાં બુધવારે રાત્રે યુવકો દ્વારા સર્કલ સહિતના સ્થળો પર ધજાઓ લગાવી દેવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
પ્રાંતિજમાં વોઈસ મેસેજની અદાવત રાખી હુમલો કરતાં બેને ઈજા. સાત વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:1 Minute, 48 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાખરીયા બસ સ્ટેન્ડ આગળ સોમવારે વોઈસ મેસેજ કરવા બાબતે હાઈવે પર આવેલ વણઝારાવાસમાં રહેતા એક યુવાન સાથે સાત જણાએ એકસંપ થઈ આવી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે વણઝારાવાસમાં રહેતા જુગનાથ ડાહ્યાજી વણઝારાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ સોમવારે કિરણસિંહ કાળુસિંહ રાઠોડએ વોટ્સઅપ ગ્રુપમાં વોઈસ મેસેજ કર્યો હતો જે બાબતે હિરાજી ડાહ્યાજી વણઝારાએ પુછયુ હતું જેથી તેની અદાવત રાખીને કાળુસિંહ રાઠોડ, હરપાલસિંહ કિરણસિંહ રાઠોડ, સુમિતસિંહ કરશનસિંહ રાઠોડ, અંકિતસિંહ કરશનસિંહ રાઠોડ, હિતેશસિંહ,પાર્થ તથા ઉંમગ પટેલે એકસંપ થઈ આવી જુગનાથ વણઝારા તથા પીરાજીને પકડી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. 

એટલુ જ નહીં પણ ઉશ્કેરાયેલા આ સાતેય જણાએ આવેશમાં આવી જઈ હુમલો કરી દશરથજી મગનજી વણઝારાને પણ માર મારી જુગનાથ વણઝારા તથા અન્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જુગનાથ વણઝારાએ સાતેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના સવગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળતા એક વિરૂધ્ધ ફરીયાદ. વ્યાજના ચક્કરમાં રૂ.૧.૩પ કરોડ ચુકવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતી હતી.
0 0
Read Time:2 Minute, 4 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરના સવગઢ-પાણપુર વિસ્તારમાં આવેલ રહેમતનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા એક રહીશ પાસેથી માસિક પાંચ ટકાના વ્યાજે રૂ.પ૦ લાખ લીધા હતા જે રકમ વ્યાજ સાથે ચુકવી દીધી હોવા છતાં વ્યાજે પૈસા આપનારે પૈસા લેનારના ઘરે જઈ વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક અને આર્થિક રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે રહેમતનગરમાં રહેતા તૌફીક રજાકભાઈ મેમણએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ વર્ષ ર૦૧૬માં તેમણે મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા ફીરોજખાન પઠાણ પાસેથી પાંચ ટકાના માસિક વ્યાજના દરે રૂ.પ૦ લાખ લીધા હતા. પરંતુ તેમના મિત્રને પોતાની જવાબદારી પર આ રકમ અપાવી હોવાથી તૌફીક મેમણ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા હતા.

ત્યારબાદ તૌફીક મેમણ અને ભીખુસિંહે વ્યાજ અને મુડી પેટે રૂ.૧.૩પ કરોડ રકમ ચુકવી દીધી હતી તેમ છતાં ગમે તે કારણસર ફીરોજખાન પઠાણ તૌફીક મેમણને ફોન પર તથા રૂબરૂ ઘરે આવીને ગાળો બોલી સતત ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી માનસિક તેમજ આર્થિક રીતે હેરાન પરેશાન કરી બળજબરીથી પૈસા કઢાવતા હોવાના આક્ષેપ સાથે તૌફીક મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઇડરમાં પોલીસ તંત્રની અનોખી પહેલ. નાના વેપારીઓને મદદરૂપ થવા લોન મેળો યોજાયો.
0 0
Read Time:1 Minute, 51 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર ખાતે મંગળવારે પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી પહેલ રૂપે હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં લોન મેળાનું આયોજન કરાયું હતું. હાલના સમયમાં ઘણા લોકો પોતાના ધંધા અને રોજગાર માટે લોન પર આધાર રાખતા થયા છે, પરંતુ કેટલીક વખત ઉંચા વ્યાજે લોન આપતા વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ જતા હોય છે, જેના કારણે નાના વેપારીઓને ભારે નુકસાન થાય છે. જે અંગે જરૂરીયાતમંદોને માર્ગદર્શન અપાયું હતું. 

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાના વેપારીઓ જેમ કે પાથરણા વાળા, લારી-ગલ્લા ચલાવતા તથા નાના-મોટા ધંધા કરી પરીવાનું ગુજરાન ચલાવતા લોકો સરળતાથી અને કાયદેસર રીતે લોન મેળવી શકે તે માટે આ લોન મેળાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવો અને તેમને વ્યાજખોરોના ચંગુલમાંથી બચાવવાનો હતો. આ લોન મેળામાં વિવિધ બેન્કોના મેનેજરો તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે હાજર વેપારીઓને લોન સંબંધિત માહિતી આપી અને માર્ગદર્શન પૂરું પાડયું.

કાર્યક્રમનું આયોજન ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇડર પીઆઈ એ.જી.રાઠોડ, પીએસઆઈ વી.આર.ચૌહાણ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠામાં ૯ દિવસના બાળકની તસ્કરી. બે અઠવાડિયા અગાઉ બાળક ને અમદાવાદમાં વેચી દીધાનું ખુલ્યું. સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં ચાલતા કૌભાંડને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે શોધી કાઢયું.
0 0
Read Time:4 Minute, 25 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર 

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાળક વાંચ્છુ પરિવારો પાસેથી લાખો રૂપિયા લઈને તેમને નાના બાળકો વેચી રહયા છે ત્યારે થોડાક મહિના અગાઉ હિંમતનગરના આરટીઓ નજીકથી એક પરિવારના સુઈ રહેલા બાળકને અજાણ્યા શખ્સોએ ચોરી કરી તેને વેચી દેવાની પેરવી કરી હતી પરંતુ પરિવાર અને સાબરકાંઠા પોલીસની મદદથી આ બાળકને તેના મુળ માતા-પિતાને સુપ્રત કર્યું હતું દરમ્યાન વધુ એક વખત સાબરકાંઠાના અંતરિયાળ ખેડબ્રહ્મા પંથકમાં રહેતા એક જાણકારે ૧પ દિવસ અગાઉ નવ દિવસની બાળકને ઉપાડી જઈ અમદવાદમાં રૂ.ર લાખમાં વેચી દીધુ હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રવિવારે બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાંચ જણાને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે માનવ તસ્કરીનો ગુનો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આ પાંચેયને ઝડપી લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમના પી.આઈ એચ.જે પટેલ ના જણાવાયા મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેની વિગત એવી છે કે બે અઠવાડિયા અગાઉ ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે. જે બાતમીના આધારે માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ પંદર દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂ.૨ લાખમાં વેચી દીધુ હતું. પ્રાથમિક તપાસમાં વિગતમાં તથ્ય જણાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ત્યારબાદ પોલીસે માનવ તસ્કરીના ગુનોમાં તરત જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ની કલમ ૧૪૩(૪), ૬૧(૨)(છ), ૫૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાબરકાંઠા એ.એચ.ટી.યુ. ટીમને બાળ તસ્કરીના ભેદને ઉકેલવામાં સફળતા મળી છે.પકડાયેલા પાંચેય પાસેથી વધુ વિગતો ઓકાવવા માટે પોલીસે તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

જીગ્નેશ સોની હિંમતનગર 

  • (કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ)

-માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (રહે. પોણાઈ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા)

-સુવન ઉર્ફે સોવમ નાનજીભાઇ ડાભી (રહે. દિગ્ધલી ઉપલુ ફળિયુ, તા.ખેડબ્રહ્મા)

-દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. પારધીફળો, મામરે, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન)

-લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી (રહે. ડાભી ફળો, મેડી ગામ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન)

-પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી અમદાવાદ)

મોટેરાની સોસાયટીમાં રહેતો શખ્સ એજન્ટ હતો

નાના બાળકોને જરૂરીયાતમંદ પરિવારોને આપવા માટે અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતા પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો અને તે અમદાવાદમાં બાળકની જરૂર હોય તેવા પરિવારોનો સંપર્ક કરી કિંમત નક્કી કરતો હતો. તેણે અગાઉ રાજસ્થાનના બે શખ્સો પાસે નવજાત બાળકોની શોધ ચલાવી બાળકોને વેચી દેવાની પેરવી કરતો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો અંગે હિંમતનગરમાં દેખાવો કરાયા. હાઈકોર્ટના ચુકાદાનો અમલ નહીં કરાય તો વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકી.
0 0
Read Time:2 Minute, 15 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

કેન્દ્ર સરકારે ૨૦૧૮ પછી આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓના વેતનમાં આઠ વર્ષ પછી પણ કોઈ વધારો કર્યો નથી જેથી આંગણવાડી કાર્યકરોના પરિવારો આર્થિક મુશ્કેલી ભોગવી રહયા છે ત્યારે શુક્રવારે હિંમતનગરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અનેક કાર્યક્રમો યોજીને આંદોલનો કરી સરકારને ન્યાય આપવા માટે ગુહાર લગાવી છે ત્યારે તાજેતરમાં આ મુદ્દે સંગઠનના અગ્રણીઓએ મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરીને સત્વરે માંગણીઓ ઉકેલવા માટે અપીલ કરી હતી.

આ અંગે સાબરકાંઠા એકમના અગ્રણી દિનેશ પરમાર, મિનાબેન પટેલ તથા મિનાબેન પઢીયાર સહિત અન્યોના જણાવાયા મુજબ સાબરકાંઠા સહિત ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી મહિલાઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી હતી. છતાં એક વર્ષ બાદ પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. અગાઉ આ મામલે અમદાવાદમાં રેલીઓ યોજવામાં આવી હતી.

એટલુ જ નહીં પણ રાજય સરકારે તથા કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં આંગણવાડી કાર્યકરોના વેતન વધારા માટે કોઈ જોગવાઈ કરી ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ આ સંજોગોમાં ઓછા વેતનમાં ઓફ લાઈન અને અનેક નવી એપ્લિકેશનના કામ કરતી બહેનોની ધીરજ ખુટી છે. દરમ્યાન તાજેતરમાં આંગણવાડી કાર્યકરોએ ત્રણ દિવસ રજા મૂકી કામથી અળગા રહયા હતા. તથા શુક્રવારે હિંમતનગરની જિલ્લા પંચાયત કચેરીમાં ધરણા કર્યા હતા. આંગણવાડી કર્મચારીની માંગણી છે કે જો હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં પાલિકા અને મામલતદારના સિક્કા અને સહીનો ઉપયોગ કરનાર બે પકડાયા.એલસીબીએ બંને શખ્સો પાસેથી અંદાજે રૂા. ૧.૦પ લાખનો મુદમાલ કબ્જે કર્યો.
0 0
Read Time:2 Minute, 51 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર જનસેવા કેન્દ્રમાં કામ કરતા બ્રહ્માણીનગર અને બેરણા રોડ પર આવેલ સોસાયટીમાં બે જણાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી સિક્કા બનાવતા હોવાની માહિતીના આધારે સાબરકાંઠા એલસીબીએ ગુપ્ત તપાસ કરી આ બંને જણાને ઝડપી લઈ તેમની પાસેથી અંદાજે રૂા. ૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લઈને શુક્રવારે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરતાં કેટલા સમયથી આ શખ્સો પાલિકા અને મામલતદાર કચેરીના સિક્કા અને સહીનો દુરુપયોગ કરતાં હતા, અને કયા કયા ડોક્યુમેન્ટમાં તેઓએ ઉપયોગ કર્યો છે તેમજ આ કામગીરીમાં અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ ?તે તમામ હકીકતો બહાર આવવાની સંભાવના છે. 

આ અંંગે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ,એલસીબી પીઆઈ ડી.સી.સાકરીયા તથા પી એસ આઈ એસ. જે ચાવડાના જણાવ્યા મુજબ ગુરુવારે તેમને એવી માહિતી મળી હતી કે મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં આવેલ વિષ્ણુ સોસાયટીના મકાન નંબર રરમાં રહેતો કિશોર કનૈયાલાલ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી જનસેવા કેન્દ્રમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં ચંદ્રકેતુ પ્રજાપતિને સાથે રાખી આ બંને જણા કેટલાક લોકોના આધારકાર્ડના દસ્તાવેજોના અભાવે અપડેટ ના થયા હોઈ તેમને હિંમતનગર નગરપાલિકા તથા મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી આપતા હતા. 

જે આધારે એલસીબીના સ્ટાફે ટેકનીકલ અને હ્મુમન સોર્સથી મળેલી બાતમીના આધારે આ બંને જણાને ઝડપી લીધા હતા અને તપાસ કર્યા બાદ આ બંને જણા પાસેથી ઈલેકટ્રોનીક સંશાધનો તેમજ કેટલાક દસ્તાવેજો અને સિક્કા મળી અંદાજે રૂા.૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લેવાયા બાદ બંને વિરુધ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન ડીવાયએસપી એ.કે.પટેલે આ મામલે શુક્રવારે જણાવ્યું હતું કે એલસીબી દ્વારા કેટલીક જરૂરી માહિતી મેળવવા માટે રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પુછપરછમાં જે નવી વિગતો બહાર આવશે તેની તપાસ કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વ ઉજવાયું. શહેરમાં ઝૂલેલાલની શોભાયાત્રા નીકળી, ઢોલ-ડીજેના તાલ સાથે સમાજ જોડાયો.
0 0
Read Time:1 Minute, 40 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા શુક્રવારે તેમના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શહેરમાં ઢોલ-ડીજેના તાલ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલના પ્રતિક રૂપે બનાવાયેલ વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર થઈને પસાર થઈ હતી.

હિંમતનગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શુક્રવારે સવારે સિંધી સમાજવાડી ખાતે ભગવાન ઝૂલેલાલનો અભિષેક અને ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી બાદ રથ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની સાથે હનુમાનજી અને ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિંધી સમાજવાડીથી નિકળેલ આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.તેમાં મહાવીરનગર પંચદેવ મંદિરથી અહિંસા સર્કલ,નમસ્તે સર્કલથી આંબાવાડી,જિલ્લા પંચાયત રેલવે ફાટકથી ટાવર ચોક અને પાંચબત્તી વિસ્તારનો સમાવેશ થાય છે. શોભાયાત્રાનું સમાપન ભાટવાસમાં આવેલા ગુરુદ્વારા ખાતે થયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
વ્યાજખોરોના ત્રાસથી છુટવા માટે પીડીતો ભયમુક્ત બની ફરીયાદ કરે. જિલ્લા પોલીસવડાએ ૧૪ પોલીસ સ્ટેશનોના સંપર્ક નંબર જાહેર કર્યા.
0 0
Read Time:2 Minute, 37 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

રાજયના ગૃહ વિભાગ દ્વારા મની-લોન્ડરીંગ ડ્રાઈવની ઝુંબેશ શરૂ કરીને વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોને ભયમુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો અંગેની માહિતી રજુ કરી ફરીયાદ નોંધાવવા માટે જિલ્લા પોલીસવડાએ અપીલ કરી છે.

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના જણાવાયા મુજબ ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં રાજયવ્યાપી મની-લોન્ડરિંગ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લઈને તેનો અમલ શરૂ કર્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રહેતા જરૂરીયાતમંદોએ વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ પરત કરી હોવા છતાં ખોટા હિસાબો અને તગડુ વ્યાજ વસુલવા માટે વ્યાજખોરોના માણસો અનેક લોકોને ધાક-ધમકી આપી પરિવારને જીવવું હરામ કરી દે છે ત્યારે ભોગ બનનાર પીડીતોએ ભય મુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી વિગતો સાથે ફરીયાદ નોંધાવવી જોઈએ. 

કોઈપણ નાગરિકે વ્યાજખોરોના ડરથી ગભરાવવાની જરૂર નથી, કોઈ વ્યક્તિ તમારી પાસેથી ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરી બળજબરીથી લખાણ કરાવતા હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ જેથી જરૂર પડે જેતે વિસ્તારના પોલીસ તમને મદદરૂપ થશે. પોલીસ સમક્ષ રજુઆત કર્યા બાદ તરત જ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે અને જરૂર પડે પીડીતને પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવશે જેના માટે ભોગ બનનારે પોલીસ તંત્રને સહયોગ આપવો જરૂરી છે. જિલ્લા પોલીસવડાએ મની- લોન્ડરિંગ ડ્રાઈવનો ઝડપથી અમલ થાય અને પીડીતોને ફરીયાદ નોંધાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના ૧૪ પોલીસ સ્ટેશન અંતર્ગત હિંમતનગર-એ, બી, ગ્રામ્ય, ગાંભોઈ, પ્રાંતિજ, તલોદ, ઈડર, જાદર, વડાલી, ખેડબ્રહ્મા, ખેરોજ, પોશીના, વિજયનગર અને ચિઠોડા પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર જાહેર કરાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
હિંમતનગર પાલિકાના પદાધિકારીઓની મુદત પૂર્ણ થતાં જતા રહયા પણ સમસ્યાઓ મુક્તા ગયા. વોર્ડ નં.૭માં ઉભરાતી ગટરોનો નિકાલ ન થતાં રહીશો તોબા. સોશ્યલ મીડીયા પર પદાધિકારીઓએ મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની.
0 0
Read Time:2 Minute, 4 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર નગરપાલિકામાં પાંચ વર્ષ અગાઉ ચુંટાયેલા પદાધિકારીઓની ગત તા.૧૬ માર્ચના રોજ પૂર્ણ થતાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ત્યારે મોટાભાગના વોર્ડમાંથી ચુંટાયેલા કોર્પોરેટરોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની છે. દરમ્યાન વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો આવ્યો ન હોવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગારમાં જીવી રહયા હોય તેવું લાગે છે. 

હિંમતનગર પાલિકાના વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીકની ગટર છેલ્લા ગણા સમયથી ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહયું છે જેના લીધે આ વિસ્તારમાં કાયમી બદબુ ફેંલાય છે જોકે અગાઉ પણ રહીશોએ નગરપાલિકામાં રજુઆતો કરી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે કે કંઈ પડી નથી તેવું માને છે જયારે રહીશો રજુઆત કરવા જાય ત્યારે કેટલાક પદાધિકારીઓ અમારી મુદત પૂર્ણ થઈ ગઈ છે. તેમ કહીને રજુઆત કરનારાઓને સાંભળવાને બદલે નગરપાલિકામાં જવાનો આડકતરો ઈશારો કરી દે છે.

દરમ્યાન આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.૭ના મતદારો પણ ઉમેદવાર જયારે મત માંગવા માટે આવશે ત્યારે તેમની પાસેથી કામના હિસાબો માંગવાનું નક્કી કરી દીધુ છે. હાલ તો ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો તંત્ર દ્વારા ઝડપથી સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %