Breaking News
હિંમતનગરમાં હુડા સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ માટે સરકારે પરવાનગી આપી. નવ ગામના રહીશોને હવે બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા કલેકટર કચેરીમાં જવું પડશે. સ્થાનિક રહીશોની મુશ્કેલી વધવાના એંધાણ.  
0 0
Read Time:3 Minute, 16 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

રાજય સરકાર દ્વારા થોડાક સમય અગાઉ હિંમતનગરમાંથી હુડા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ તાજેતરમાં ગમે તે કારણસર રાજય સરકાર દ્વારા હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં બાંધકામ કરવા માટે મંજુરી અપાઈ છે ત્યારે હવે પછી હુડામાં સમાવિષ્ટ ગામના લોકોને બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા માટે કલેકટર કચેરીમાં જવું પડશે જેના લીધે બાંધકામ કરવા માંગતા મિલ્કત ધારકોને રજાચીઠ્ઠી મેળવવા માટેની કામગીરી વિલંબીત બને તેવા સંજોગો ઉભા થયા છે.

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડાક મહિના અગાઉ હિંમતનગરમાં સમાવિષ્ટ સુચિત નવ ગ્રામના રહીશોએ હુડા રદ કરવા માટે તબક્કાવાર આંદોલનો શરૂ કર્યા હતા ત્યારબાદ રાજય સરકારે તત્કાલિન સમયે હુડાનો અમલ મુલત્વી રાખવાનો નિર્ણય લીધા બાદ સુચિત નકશો પણ પાછો ખેંચી લીધો હતો જેના લીધે નવ ગામની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી હતી દરમ્યાન સરકારે પણ આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ પૂર્વે સીફત પૂર્વક નિર્ણય કરીને હુડામાં સમાવિષ્ટ મિલ્કતોમાં બાંધકામ કરવા માટે મંજુરી આપી દીધી છે. જે સંદર્ભે તાજેતરમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બિપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા તથા એન્જીનીયર એસોસીએશનના અગ્રણીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લઈને હુડામાં સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ કરવાની મંજુરી અંગે રજુઆત કરી હતી. 

ત્યારબાદ સરકાર દ્વારા મંગળવારે સત્તાવાર પરિપત્ર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેકશન અધિકારી નિમેષ એમ.મંધરાની સહીથી બહાર પાડીને બાંધકામને મંજુરી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે સરકારના આ પરિપત્રને કારણે અત્યાર સુધી નવ ગામની પ્રજા પોતાની મિલ્કત કે જમીન પર નવું બાંધકામ કરવું હોય તો સ્થાનિક પંચાયત પાસેથી રજાચીઠ્ઠી મેળવતી હતી પરંતુ હવે હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં નવું બાંધકામ કરવાનું થાય ત્યારે મિલ્કત ધારકે જિલ્લા કલેકટર કચેરીમાંથી રજાચીઠ્ઠી મેળવવી પડશે. ત્યારબાદ આગામી સમયમાં બાંધકામની મંજુરી અંગે કેવા પ્રત્યાઘાત પડે છે તે માટે હાલના તબક્કે રાહ જોવી હિતાવહ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધ્રાંગધ્રાના તબિબને એનડીપીએસમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ પકડાઈ. આઈબીની ખોટી ઓળખ આપનાર છ પકડાયા. હિંમતનગરના પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડની સંડોવણી હોવાનું ખુલ્યું
0 0
Read Time:5 Minute, 2 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટરને એનડીપીએસના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો આઈબી, પોલીસ કર્મચારી અને હોમગાર્ડનીખોટી ઓળખ આપતા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી ગુનામાં વપરાયેલી રૂ.૧૦ લાખની બે ફોર વ્હીલ કાર, રૂ.૩૦ હજારના પાંચ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા પોલીસે વધુ વિગત માટે કોર્ટમાં રજુ કર્યા હતા જયાં ન્યાયાધિશે તેમના તા.ર૦ માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલાઓમાં હિંમતનગરના ભરચક વિસ્તારમાં આવેલ એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા બે જણાનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાને લઈને સાબરકાંઠા પોલીસની આબરૂનું વધુ એક વખત લીલામ થયું છે.

આ અંગેની વિગત એવી છે કે ગત તા.૧૧ માર્ચના રોજ માલવણ-વિરમગામ હાઇવે પર ટોલબૂથ નજીક બનેલી ઘટના મુજબ ધ્રાંગધ્રાના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર નં. જીજે.૧૩સીડી.પ૮૪પમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તબિબને અટકાવી ચાર પૈકી બે જણાએ ખાખી પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો જ્યારે એક પુરુષ અને એક મહિલા સાદા કપડામાં હતા. ત્યારબાદ વાહન ચેકિંગના બહાને ડોક્ટર શાહને ઉભા રખાવ્યા હતા અને તેમની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું કહી ડોક્ટરના ફોટા પાડી તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરંતુ તબિબે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે બજાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૮૨૬૦૦૭૬/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૬), ૨૦૪, ૧૨૬(૨), ૬૨, ૬૧(૨)(બી), ૫૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે સંદર્ભે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરલિપ્ત રાયની અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવાયો હતો.જેના ભાગરૂપે બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા અને મુદ્દામાલ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ગુનામાં વપરાયેલી કાર ચલાવનાર નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ (રહે. હામપર, તા. ધ્રાંગધ્રા), અમદાવાદમાં ફોટોગ્રાફીનો ધંધો કરનાર સહિત પાંચ જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો ત્યારબાદ તપાસને અંતે પોલીસે તમામને મંગળવારે ઝડપી લીધા હતા અને વધુ તપાસ માટે બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્થાનિક કોર્ટમાં રજુ કર્યા હતા જયાં ન્યાયાધિશે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તા.ર૦ માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

જીગ્નેશ સોની હિંમતનગર

(કોણ પકડાયું)

-વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા ઉ.વ.૪૦ ધંધો.નોકરી(પોલીસ કોન્સટેબલ) રહે.૧૨૭ ચિત્રકૂટ સોસાયટી, મહાવીરનગર હિંમતનગર

-આસિફશા ઇકબાલશા દીવાન ઉવ-૪૪ ધંધો- ડ્રાઇવિંગ (હોમ ગાર્ડ હિમતનગર યુનીટ) રહે-પરબડા તા-હિંમતનગર જી-સાબરકાઠા

-કેતન હસમુખભાઈ રાવલ રહે ગાયત્રી મંદિર રોડ હિંમતનગર

-હિતેષકુમાર ચંદુભાઇ પંચાલ જાતે.મીસ્ત્રી(લુહાર-સુથાર) ઉ.વ.૪૦ ધંધો. ફોટોગ્રાફી રહે-અમદાવાદશહેર ગોતા ૧૨૩૦૭ નીલકંઠ એપાર્ટમેન્ટ આઇ.સી.બી.આઇસ લેન્ડની બાજુમાં વંદેમાતરમ ક્રોસ રોડ, મુળ રહે.ધોળકા 

-કુપાબેન વા/ઓ હિતેષભાઇ પંચાલ જાતે.લુહાર-સુથાર ઉ.વ.૩૭ ધંધો.મજુરીકામ રહે-અમદાવાદ,ગોતા ૧૨૩૦૭ નીલકંઠ એપાર્ટમેન્ટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઈડરના બરવાવમાં રમતા બાળકને શ્વાનએ બચકા ભરતાં ઈજાગ્રસ્તને સારવાર માટે લવાયો.
0 0
Read Time:2 Minute, 34 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર તાલુકાના બરવાવની સીમમાં રહેતા એક પરિવારનો ચાર વર્ષનો પુત્ર કુવા નજીક રમી રહયો હતો ત્યારે અચાનક આવેલ એક શ્વાનએ હુમલા કરતાં માસૂમ બાળક લોહીલુહાણ બની જતાં ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત આ બાળકને સારવાર માટે લઈ જવાયો હતો. 

આ અંગેની વિગત એવી છે કે બરવાવ ગામના લાલજીભાઈ વિરસંગભાઈ ચૌધરીના કુવા ઉપર ઘઉં સીઝન દરમિયાન ખેડબ્રહ્મા તાલુકાના સિતોડ ગામના ડાભી સુનિલભાઈ મજૂરી કામ માટે આવ્યા હતા દરમ્યાન બુધવારે સવારે ૯ વાગ્યાના સમયે સુનિલભાઈ ખેતરમાં ઘઉં વાઢવાની કામગીરીમાં વ્યસ્ત હતા. ત્યારે તેમનો ૪ વર્ષનો દીકરો મનોજ કુવા પાસે રમતો હતો આજ વખતે અચાનક ચઢી આવેલા ત્રણ રખડતા શ્વાનનું ટોળુ આવી ચઢયુ હતું અને રમતા બાળક પર હુમલો કર્યો હતો. શ્વાનના ટોળાએ બાળકના માથા અને પગના ભાગે બચકા ભરતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાને કારણે આ બાળકની ચીસો સાંભળતા નજીકમાં કામ કરતા તેના પિતા સુનિલભાઈ તથા અન્ય મજૂરો તરત જ દોડી આવ્યા હતા અને હિંમતપૂર્વક બાળકને શ્વાન પાસેથી છોડાવ્યો હતો. જોકે લોકો આવી પહોંચતા ગભરાયેલું શ્વાનનું ટોળુ ભાગી ગયું હતું. 

ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકને તરત જ ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકને શ્વાનના બચકા વધારે પ્રમાણમાં લાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાતા તબીબોએ વધુ સારવાર માટે તેને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાન તથા અબોલા પશુઓ ગમે ત્યારે હુમલો કરે છે ત્યારે લોકો અજાણતાથી ભોગ બને છે જેથી આમ પ્રજાએ આવા હુમલાખોર ચોપગા પ્રાણીઓથી સાવચેતી રાખવી અનિવાર્ય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના રાયગઢમાંથી નકલી ઘી પકડાયું. જિલ્લા ફુડ વિભાગ દ્વારા રૂ.પ૦ હજારનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો.
0 0
Read Time:2 Minute, 54 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્યચીજો, વસ્તુઓ તથા નકલી અધિકારીઓના કરતુતોમાં ખુબજ વધારો થઈ રહયો છે ત્યારે થોડાક સમય અગાઉ નકલી દૂધનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા મંગળવારે હિંમતનગર તાલુકના રાયગઢ ગામે ખાદ્યચીજોનું વેચાણ કરતાં એક વેપારીના ઘરમાંથી અંદાજે રૂ.પ૦ હજારની કિંમતનું નકલી ઘી તથા ભેળસેળ માટે વપરાતી ચીજવસ્તુઓ પકડીને પૃથ્થકરણ માટે નમુના લઈને પ્રયોગ શાળામાં મોકલાયા છે. 

આ અંગે જિલ્લા ફુડ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાયગઢ ગામે રહેતા અને ફુડ બિઝનેસ ઓપરેટર તરીકે વ્યવસાય કરતાં ખુબીરામ શિવચરણલાલ શર્મા પોતાના ઘરે નકલી ઘી બનાવવાનું કારખાનું ચલાવતા હતા જે અંગે ફુડ વિભાગને મળેલી માહિતી બાદ મંગળવારે ફુડ વિભાગની ટીમે રાયગઢ જઈ ખુબીરામ શર્માના ઘરની તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્યાન ઘરમાંથી રૂ.૧પ,૬૦૦નું ૩૯ કિલો રીફાઈન્ડ સોયાબીનનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ દરમ્યાન અધિકારીઓએ રૂ.૧૦,૭૮૮ની કિંમતનું પ૮ કિલો લુઝ ઘી, રૂ.૧૬,૮૦૮ની કિંમતનું ૮૮ કિલો વનસ્પતિ ઘી તથા રૂ.૬,૯૦૦ની કિંમતનો ર૩ કિલો સફેદ પાઉડર મળી અંદાજે રૂ.પ૦,૦૯૬નો મળી ર૦૮ કિલો ગ્રામ જથ્થો મળી આવતાં આ તમામ જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ તેના નમુના લેવામાં આવ્યા હતા. પૃથ્થકરણના અહેવાલ બાદ ભેળસેળ કરનાર ખુબીરામ શર્મા વિરૂધ્ધ જરૂર પડે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાંથી દિવાળી અને અન્ય તહેવારો દરમ્યાન ફુડ વિભાગ દ્વારા દરોડા પાડીને શંકાસ્પદ જથ્થો પકડવામાં આવે છે ત્યારબાદ પ્રયોગ શાળામાં મોકલાયા પછી લાંબા સમય સુધી તેનો અહેવાલ આવતો નથી ત્યારે કેટલાક વેપારીઓ આવો શંકાસ્પદ જથ્થો વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સરકાર દ્વારા કાયદામાં સુધારો કરીને ગુનેગારો વિરૂધ્ધ તરત જ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે તેવું પ્રજા ઈચ્છી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકાર છે આજે ગુજરાત માં ક્રાઈમ અતિશય વધી રહેલ છે બીજી બાજુ નશાખોરી નો ભરમાડો એનું એપી સેન્ટર આજ ગુજરાત બની ગયેલ છે શું આજ વિકાસ છે* ડ્રગ્સ પકડી વાહવાહી લૂંટાઈ, ડ્રગ્સ માફિયા ક્યાં? હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી ૩૧૪૬ કિલો ડ્રગ્સ પકડાયું.
0 0
Read Time:2 Minute, 15 Second

એક બાજુ, કાયદામાં રહેશોમાં તો ફાયદામાં રહેશો તેવી વાતો કરાય છે તો બીજી તરફ, ડ્રગ્સ પેડલરો-ડ્રગ્સ માફિયાઓને જાણે ખાખીનો ડર રહ્યો નથી. બેરોકટોક દારૂ, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યુ છે. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી જ ૩૧૪૬ કિલો ડ્રગ્સ, અફીણ સહિત અન્ય નશીલી સિરપનો જથ્થો પકડાયો હતો. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈકે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફુલ્યોફાલ્યો છે.

૧૬ કિલો અફીણ-૨૬૨૦ સિર૫ બોટલો પકડાઈ ડ્રગ્સ પેડલરોને પકડી કાર્યવાહીનો દેખાડો કરાયો

ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર | નામપુરતી જ રહી છે. આજે નશામુક્ત ગુજરાત નહીં પરંતુ નશાયુક્ત ગુજરાત બની રહ્યું છે. વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ પૂછ્યોકે, છેલ્લાં સુરત જિલ્લામાંથી કેટલું અફીણ અને અન્ય ડ્રગ્સ પકડાયું ? આ સવાલના જવાબમાં ગૃહ વિભાગે એકરાર કર્યોકે, ૩૧૪૬ કિલો ડ્રગ્સ અને ૧૬ કિલો અફીણનો જથ્થો | પકડાયો હતો. આ ઉપરાંત ૨૬૨૦ નંગ સીરપની બોટલ પણ પકડાઈ હતી.

વિપક્ષે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છેકે, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાંથી અફીણ અને ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પકડાય તે નાની-સુની વાત નથી. પોલીસ ડ્રગ્સ પેડલરને પકડીને વાહવાહી લૂંટે છે પણ પરંતુ આ જથ્થો ક્યાંથી આવ્યો ? ડ્રગ્સ | મોકલનાર ડ્રગ્સ માફિયાઓ કેમ પકડાતાં નથી તે મુદ્દે ગૃહવિભાગ પાસે કોઇ જવાબ નથી. આજે ગાંધીનાના ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વકરતાં યુવાધન નશાના બંધાણી બન્યાં છે ત્યારે કડક પગલાં ભરી ખરા અર્થમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવે તેવી માંગ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત સહિત ૧૧ સંસ્થાઓમાં વહીવટદાર શાસન. જિલ્લા પંચાયતમાં મુદત પૂર્ણ થતા કલેક્ટર સહિત અધિકારીઓની નિમણૂક કરાઈ.
0 0
Read Time:2 Minute, 3 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા પંચાયત આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં મંગળવારથી વહીવટદાર શાસન અમલી બન્યુ છે.આ સંસ્થાઓની મુદત પૂર્ણ થતાં વહીવટનું સુકાન સંભાળવા માટે અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર જવાબદારી સંભાળશે.

સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. ઉપરાંત, હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકામાં પણ વહીવટદાર શાસન અમલમાં આવ્યુ છે. જોકે પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં પેટાચૂંટણી યોજાશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા કલેક્ટરને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પોશીના અને વિજયનગર તાલુકા પંચાયતમાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ છે. હિંમતનગર તાલુકા પંચાયત અને હિંમતનગર નગરપાલિકા માટે હિંમતનગર પ્રાંત અધિકારીની નિમણૂક થઈ છે.તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પ્રાંતિજ પ્રાંત અધિકારી વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીને વહીવટદાર બનાવાયા છે. ઇડર અને વડાલી તાલુકા પંચાયત માટે ઇડર પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ છે. ઇડર નગરપાલિકામાં ઇડર મામલતદાર અને વડાલી નગરપાલિકામાં વડાલી મામલતદાર વહીવટદાર તરીકે સેવા આપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠાના ૧૬ પોલીસ કર્મીઓની આંતરિક બદલી.
0 0
Read Time:46 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલએ વહીવટી અનુકુળતાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ૧૬ પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. જે મુજબ હેડક્વાર્ટસ, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર,ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ હેકો કોન્સટેબલો તથા વુમન પોલીસ કોન્સ્ટેબલની બદલી કરાઇ છે. આગામી દિવસોમાં જિલ્લા પોલીસવડા વધુ બદલીઓ કરે તેવી શકયતાને નકારી શકાતી નથી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં ડ્રગ્સ મંગાવી નકલી પોલીસે રૂ.૮ લાખનો તોડ કર્યો. ડ્રગ્સ મંગાવી નકલી પોલીસ તેને અમદાવાદ તરફ લઈ ગઈ કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખ માંગ્યા હોવાનો આક્ષેપ .
0 0
Read Time:5 Minute, 37 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યચીજો સહિત ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ નકલી બનાવીને વેચી પ્રજાને તથા તંત્રને ગેરમાર્ગે દોરી યુવાધનના ભવિષ્ય સાથે ચેડા કરવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગત ફેબ્રુઆરીમાં હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીમાં રહેતા એક યુવાનને અફીણ મંગાવી પોલીસની ખોટી ઓળખ આપી ત્રણ જણા તેને વાહનમાં બેસાડી કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખની ખંડણી માંગી હતી જોકે ત્યારબાદ પતાવટ કરવા માટે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક તથા અન્ય એક જણાએ રૂ.૮ લાખની ખંડણી માંગી હોવાની ફરીયાદ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગે પરિશ્રમ સોસાયટીમાં રહેતા સુરેન્દ્ર સત્યનારાયણ સુથારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાત્રે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર સ્વામિનારાયણ મંદિર કાંકણોલ પાછળ રહેતા એક રહીશે ફોન કરીને જણાવ્યું હતું કે તારા સાળા રતન કિશનલાલ સુથારને પોલીસે અફીણની પડીકી સાથે પકડી લીધો છે અને પોલીસ પતાવટ કરવા માટે રૂ.૧૦ લાખ માંગે છે તેમ કહેતાં સુરેન્દ્ર સુથાર સાથે વાત કરાવો તેવું જણાવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા શખ્સે એવું કહયું હતું કે સોસાયટીના નાકે આવી જાવ તેમ કહી રતનને બચાવવા માટે પ્રાથમિક તબક્કે રૂ.૧૦ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ સુરેન્દ્ર સુથારે અન્ય પરિચીતોને સઘળી હકિકતથી વાકેફ કર્યા હતા. 

ત્યારબાદ સુરેન્દ્ર રૂ.૮ લાખ લઈને ફોન કરનાર યુવકને મળવા માટે આવી ગયો હતો જોકે અગાઉ સમગ્ર મામલો ખુબજ ગંભીર હોવાને કારણે રૂ.પ૦ લાખની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં રૂ.૮ લાખની ખંડણી લીધા બાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતો શખ્સ અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક યુવકને સાથે રાખી રૂ.૮ લાખ લઈ મોતીપુરા વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે પહોંચી ગયા હતા જયાં અગાઉથી થયેલી ગોઠવણ મુજબ આ બંને જણાએ સુરેન્દ્ર સુથારને કહયું હતું કે અમે તમારા સાળા રતનને છોડાવી દઈશું તથા રૂ.૮ લાખ પોલીસને આપી રતનને લઈ પરત આવું છું.

તેમ કહયા બાદ આ બંને જણા સફેદ ગાડીમાં બેસી અમદાવાદ તરફ નિકળી ગયા હતા. ત્યારબાદ તે જ દિવસે રાત્રે સુરેન્દ્રના સાળા રતન હિંમતનગર આવ્યો છું તેવું ફોન પર જણાવતા સુરેન્દ્ર સુથાર તેમને લેવા માટે ગયા હતા. ત્યારબાદ ઘરે આવ્યા પછી સુરેન્દ્ર સુથારના સાળા રતને સમગ્ર હકિકતથી વાકેફ કરીને કહયું હતું કે સ્વામિનારાયણ સોસાયટી પાછળ રહેતા યુવાને મને ફોન કરીને મારે અફીણની જરૂર છે તેમ કહી મને સહકારી જીન વિસ્તારમાં બોલાવ્યો હતો જયાં બાઈક પર આવેલા અન્ય એક જણે દૂધ લઈને આવુ છું તેમ કહી ગયો હતો. ત્યારબાદ સાઈડમાં ઉભેલી એક કારમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સે કહયું હતું કે અમો પોલીસમાં છીએ, ગાંધીનગરથી આવીએ છીએ તેમ કહી તારૂ નામ રતન છે તેમ કહી મને ગાડીમાં લઈ ગયા હતા.

જોકે બાકીના રૂ.ર લાખની ઉઘરાણી અવાર નવાર કરવામાં આવતી હતી ત્યારબાદ રતને કહયું હતું કે મારી પાસે પૈસા નથી તેમ કહેતાં આ બંને જણાએ ધમકી આપી હતી કે જો રૂ.ર લાખ નહીં આપે તો તને જેલમાં પુરી દઈશું. ત્યારબાદ રતને કહયું હતું કે હું જાતે પોલીસે સ્ટેશન જાઉ છું તેમ કહેતા સામે વાળાએ ફોન કટ કરી દીધો હતો. આખરે સુરેન્દ્ર સુથારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રહેતા અને સોનાસણ ગામના એક યુવાન સહિત અજાણી વ્યક્તિ મળી ત્રણ વિરૂધ્ધ રવિવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા એ-ડીવીઝનના પીએસઆઈ એન.બી.વાઘેલાએ ભારતીય ન્યાય સંહિતની કલમ ૧૪૦(ર), ૩૦૮(ર), ૩૧૯(ર), ર૦૪ અને પ૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • (કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ)

-વિપુલ રેવાભાઈ વણકર (રહે.સોનાસણ, તા.પ્રાંતિજ)

-વિરેન્દ્ર રોશનલાલ ખટીક (રહે.સ્વામિનારાયણ મંદિર પાછળ, કાંકણોલ રોડ, હિંમતનગર)

-તથા અન્ય એક અજાણ્યો શખ્સ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રામપુરના યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપનાર પાંચ વિરૂધ્ધ ફરીયાદ. યુવકને લગ્ન કરાવવા વાહનમાં બેસાડી રૂ.૪ લાખ પડાવી લીધાનો આક્ષેપ.
0 0
Read Time:2 Minute, 33 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં રહેતા અનેક પરિવારના યુવકોની લગ્નની ઉંમર પૂર્ણ થાય છે ત્યારે આવા પરિવારો પોતાના પુત્રને લગ્ન કરાવવા માટે અથાગ પ્રયાસ કરે તે સ્વાભાવિક છે ત્યારે હિંમતનગરના અર્બુદાનગરમાં રહેતા એક દંપતિ તથા અન્ય બે જણાએ અત્યાર સુધીમાં હિંમતનગર અને તલોદ તાલુકાના યુવાનને લગ્ન કરવાની લાલચ આપીને લગ્નની દલાલી પેટે લાખો રૂપિયા પડાવી લીધાના આક્ષેપ સાથેની ત્રણ ફરીયાદ નોંધાઈ ચુકી છે ત્યારે શુક્રવારે પાંચ જણાએ હિંમતનગર તાલુકાના રામપુર ગામના એક યુવકને લગ્ન કરાવવાની લાલચ આપી રૂ.૪ લાખની છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર યુવકે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે રામપુર ગામના ઉમેશ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૮ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સુમારે આવેલા અને હિંમતનગરની અર્બુદાનગર સોસાયટીમાં રહેતા કવિતાબેન મનોજભાઈ સોની, મનોજ બાબુલાલ સોની, પ્રણવ મનોજભાઈ સોની તથા સવિતા સુનિલ ભીવનકરએ ઉમેશ પટેલ પાસે આવી લગ્ન કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ લીધો હતો ત્યારબાદ મનોજ સોની, પ્રણવ સોની અને સવિતા સુનિલ ભીવનકરે વાહનમાં બેસાડી રામપુરથી અન્ય સ્થળે લઈ ગયા હતા.

ત્યારબાદ આ પાંચેય જણાએ ગુનાહિત કાવતરૂ રચીને ઉમેશ પટેલ પાસેથી લગ્ન કરાવી આપવાના બહાને રૂ.૪ લાખ લઈ લીધા હતા. તેમ છતાં પણ આ પાંચેય જણાએ ઉમેશના લગ્ન ન કરાવી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી જોકે અત્યાર સુધી ઉમેશ પટેલે આ પાંચેય જણાનો સંપર્ક કરી રૂ.૪ લાખ પરત આપવાની માંગ કરી હતી પરંતુ લીધેલા રૂપિયા પરત ન મળતાં શુક્રવારે ઉમેશ પટેલે પાંચેય વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર નજીક એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું.એસઓજીએ ચાર આરોપીઓને ઝડપીને કાર સહિત ૭ લાખનો મુદમાલ ઝપ્ત કર્યો.
0 0
Read Time:3 Minute, 38 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સા.કાં એસઓજીએ આજે સાંજે મળેલી બાતમીની મદદથી શામળાજી તરફ જઈ રહેલી ઈકો ગાડીની વોચ ગોઠવીને તેની અંદરથી એમડી ડ્રગ્સ, અફીણ અને ચરસ સહિત કુલ ર.૭૦ લાખના માદક પદાર્થ તેમજ કાર, રોકડ, મોબાઈલ સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર આરોપીઓની અટકાયત કરીને તેમજ એક વોન્ટેડ આરોપી સામે નાર્કોટીક્સની કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 એસઓજીના અ.પો.કો. અતુલસિંહ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગર સહકારી જીન વિસ્તારમાાંથી મોડી રાત્રે એક ઇકો ગાડી જીજે.૦૯.બીડી.૧૮૬૮માં ચાર શખ્સો માદક પદાર્થ લઇ શામળાજી બાજુ જનાર છે. જેથી એસઓજીના પીઆઈ ડી.સી.પરમારની સુચના અનુસાર પીએસઆઈ પી.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ અને નાર્કોટીક્સ સેલ હિંમતનગર શામળાજી હાઈવે ઉપર કાંકણોલ ગામની સીમમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના પુર્વ દિશાના કોટની સામે વોચ ગોઠવી દઈને તપાસ હાથ ધરતાં બાતમીની હકીકત વાળી ઈકો ગાડી આવતાં તેને રોકીને તપાસ કરતાં ચાર શખ્સો મળી આવ્યા હતા. જેમની પાસેથી તપાસ કરતાં ૧.૬પ લાખ એમ.ડી. ડ્રગ્સ પ૬ હજારનું અફીણ ૪૮ હજારનું ચરસ ઝપ્ત કરીને રોકડ, મોબાઈલ, ઈકો કાર સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તમામ આરોપીઓ વિરુધ્ધ એ ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • અટકાયત કરાયેલા આરોપીઓના નામ

(૧) રતનલાલ કિશનલાલ સુથાર (રહે. સુભાષનગર સોસાયટી, સતિષભાઇ સુથારના મકાનમાં ભાડેથી, અંકિતાડેરી પાસે, સહકારી જીન રોડ, હિંમતનગર, જી. સાબરકાંઠા) (મુળ રહે. બાનીના તા. ગાંગરાળ જી. ચિત્તોડગઢ, રાજસ્થાન)

(૨) નારાયણલાલ બદરીલાલ જાટ (રહે.૪૬-લક્ષ્મીનારાયણ સોસાયટી, દિનેભાઇ પટેલના મકાનમાં ભાડેથી, મહાવીરનગર, હિંમતનગર જી. સાબરકાાંઠા) (મુળ રહે. પોટલા, તા.સહાડા, જી. ભીલવાડા, રાજસ્થાન)

(૩) મુરલીધર જલધરભાઇ (રહે. રૂષિનગર, ગિરધરનગર, હિંમતનગર જી. સાબરકાંઠા) (મુળ રહે. સીરીપુર તા.નૌગછીયા, જી.ભાગલપુર બિહાર)

(૪) નરપતસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રહે. રાજેન્દ્રનગર, તારાબેન ના મકાનમાં ભાડેથી, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા) (મુળ રહે. ક્ષત્રિયો કા મોરચા, બાલોતરા, રાજસ્થાન)

  • કબ્જે લીધેલ મુદ્દામાલની વિગત

૧) એમ.ડી. ડ્રગ્સ (મેફાડ્રોન) પપ ગ્રામ કિંમત રૂા.૧.૬પ લાખ

ર) ચરસ ૩૮ ગ્રામ કિંમત રૂા.૪૮ હજાર

૩) અફીણ ૧૧૩ ગ્રામ કિંમત રૂા.પ૬ હજાર

૪) મોબાઈલ નંગ-૪ કિંમત રૂા.૩ર હજાર

પ) ઈકો ગાડી ૧ કિંમત રૂા.૪ લાખ

૬) રોકડ રકમ – રૂા.૪૭૦૦

૭) ઈલેકટ્રીક વજન કાંટા ૩ નંગ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %