બીએસઅસીમાં અભ્યાસ કરતાં પૂત્રને પિતા કનડગત કરતાં હોવાનો આક્ષેપ એફએસએલ અને પોસ્ટમર્ટમના રીપોર્ટ બાદ બી.ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો, બંનેની ધરપકડ કરી
ઘટનાના દિવસે પોલીસે શકમંદોને ઝડપી લીધા હતા. હિંમતનગર-ઈડર રોડ પર આવેલ તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદના ધાણધા વિસ્તારમાં આવેલ એક દાળમીલ પાછળથી છ દિવસ અગાઉ ઝાડી-ઝાંખરામાંથી એક પપ વર્ષની આધેડની લાશ મળી આવ્યા બાદ જિલ્લા પોલીસવડા, એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસે ઘટનાના બીજા દિવસે સ્થળ મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે તત્કાલિન સમયે પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી લીધી હતી. દરમ્યાન આધેડના મોતનું કારણ શોધવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતકના વિસેરા એફએસએલમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કેટલાક લોકોની પુછપરછ કર્યા બાદ સોમવારે આધેડની હત્યા કરનાર પૂત્ર અને ભત્રીજાની પોલીસે ધરપકડ કર્યા બાદ બંને વિરૂધ્ધ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસઓજીના પી.આઈ. ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ.ઝાલા તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૮ ફેબ્રુઆરીની રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ પપ વર્ષીય ગોપાલ શંકરભાઈ ઓડની લાશ દાળમીલ પાછળ આવેલ ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ જિલ્લા પોલીસવડા તથા અન્ય શાખાના પી.આઈ અને પી.એસ.આઈ સહિત બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મૃતકના પરિવારજનો તથા આસપાસમાં રહેતા રહીશોની પુછપરછ કરી હતી.
તો બીજી તરફ મોતનું સાચુ કારણ શોધવા માટે પોલીસે ગોપાલ ઓડની લાશ પી.એમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી. જ્યાં મૃતકના વિસેરા લઈ વધુ તપાસ માટે એફએસએલની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેનો અહેવાલ શનિવારે આવી ગયો હતો. જેમાં મૃતક પર બોથડ પદાર્થથી માથામાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાશને દાળમીલ પાછળ નાંખી દીધી હતી.
તો બીજી તરફ એલસીબી, એસઓજી અને બી. ડિવિઝન પોલીસે બનાવેલી અલગ-અલગ ટીમોએ તપાસ કરી સીસીટીવીના સર્વેલન્સ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્ચ મારફતે તપાસ કરતાં ગોપાલ ઓડનું મોત નિપજાવનાર તેનો પૂત્ર મિતેશ ઓડ (ઉ.વ.ર૬) તથા ભવાની રેસીડેન્સીમાં આવેલ ભાડાના મકાનમાં રહેતો ઈશ્વર શામળ ઓડએ ભેગા મળીને ગોપાલ ઓડની હત્યા કરી દીધાનું તપાસમાં બહાર આવ્યા બાદ સોમવારે મૃતકના પૂત્ર રવિ ગોપાલ ઓડની ફરીયાદને આધારે મિતેશ ઓડ તથા ઈશ્વર ઓડ વિરૂધ્ધ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.