Breaking News
બી.સી.એ.ના ઉભરતા ક્રિકેટરો માટે યોગ શિબિરનું આયોજન: રાજેશ બારોટ દ્વારા ‘માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ’ની તાલીમ અપાઈ
0 0
Read Time:3 Minute, 13 Second

વડોદરા: તાજેતરમાં વડોદરા ક્રિકેટ એસોસિએશન (બી.સી.એ.) દ્વારા કોટંબી સ્થિત નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યુવા ખેલાડીઓ માટે એક વિશેષ યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બી.સી.એ.ના અન્ડર-16 અને અન્ડર-18 સહિત વિવિધ વય જૂથના ઉભરતા ક્રિકેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિરનું મુખ્ય આકર્ષણ જાણીતા યોગ કોચ શ્રી રાજેશ બારોટ દ્વારા આપવામાં આવેલી ‘માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ’ની તાલીમ રહી હતી.

આધુનિક ક્રિકેટમાં શારીરિક ક્ષમતાની સાથે માનસિક મજબૂતી પણ અત્યંત અનિવાર્ય બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યોગ કોચ રાજેશ બારોટે ખેલાડીઓને વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વિવિધ યોગાસનો દ્વારા શરીરની ફ્લેક્સિબિલિટી (લવચીકતા) અને મોબિલિટીમાં નોંધપાત્ર વધારો થાય છે, જે મેદાન પર ખેલાડીઓને ચપળતા પ્રદાન કરે છે. વધુમાં, સ્નાયુઓની મજબૂતાઈ વધવાથી ઈજાઓ થવાનું જોખમ પણ ઘટે છે.”

માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક પાસા પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા ખેલાડીઓની એકાગ્રતામાં વધારો થાય છે. મેદાન પર દબાણની સ્થિતિમાં માનસિક સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી હોય છે. જે ખેલાડી માનસિક રીતે સ્થિર હોય છે, તે બેટિંગ, બોલિંગ, વિકેટકીપિંગ અને ફિલ્ડિંગ જેવા તમામ વિભાગોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, યોગ કોચ રાજેશ બારોટ પાસે આ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. તેમણે ભૂતકાળમાં હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, અર્જુન તેંડુલકર અને દીપક હુડા જેવા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પણ માઇન્ડ એન્ડ બોડી ફિટનેસની તાલીમ આપી છે. તેમના આ અનુભવનો લાભ હવે વડોદરાના સ્થાનિક અને ઉભરતા ખેલાડીઓને મળી રહ્યો છે, જે ભવિષ્યમાં તેમના વ્યવસાયિક કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

કોટંબી સ્ટેડિયમ ખાતે આયોજિત આ તાલીમ શિબિરથી યુવા ખેલાડીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. બી.સી.એ. દ્વારા ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે લેવાયેલું આ પગલું પ્રશંસનીય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
વણસર ગામ ખાતે ક્ષય (ટીબી) નિદાન કેમ્પ યોજાયો.
0 0
Read Time:3 Minute, 2 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

“આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે,” આ સુવિચારને સાર્થક કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતના સ્વપ્ન સમાન ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાનને ગ્રામ્ય સ્તરે સફળ બનાવવા માટે જનજાગૃતિ અને સક્રિય તપાસ અત્યંત આવશ્યક છે. આ જ શ્રેણીમાં, આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંધાણા ના આયુષ્માન આરોગ્ય મંદિર રાધાવણજ ના વણસર ગામ ખાતે ના ઉપક્રમે એક અત્યંત મહત્વપૂર્ણ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગ્રામીણ આરોગ્ય સેવાઓની સફળતાની એક ગાથા બની રહ્યો.

આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષય (ટી.બી.) જેવા ગંભીર રોગનું વહેલું નિદાન કરી તેને જડમૂળથી નાબૂદ કરવાનો હતો. વણસર ગામ માં આયોજિત આ કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. આ કાર્યક્રમની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, માત્ર અડધા જ દિવસમાં કુલ ૧૯૨ ગ્રામજનોના એક્સ-રે કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે ગ્રામજનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત બન્યા છે.

આ કેમ્પને ગરિમાપૂર્ણ બનાવવા માટે સી.ડી.એચ.ઓ. ડી.ટી.ઓ. ની અધ્યક્ષતામાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રિતેશ બેન્કર,આયુષ મેડીકલ ઓફિસર ડૉ એમ.એમ.જાની તાલુકા એસ.ટી.એસ. (STS) ઘનશ્યામભાઈ એમ.પી.એચ.એસ સંજયભાઈ ડોડીયા, સી.એચ.ઓ. યશસ્વીબેન ઝાલા ના સક્ષમ અને સતત માર્ગદર્શન હેઠળ આ આખું આયોજન સુચારુ રીતે પાર પડ્યું હતું. તેમના પ્રોત્સાહન અને પ્લાનિંગને કારણે જ આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો વચ્ચે એક સેતુ બંધાયો હતો.

આ કાર્યક્રમમાં ‘આશા’ બહેનો અને મ.પ.હે.વ વિનોદભાઈ ની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. તેમણે ઘર-ઘર સુધી પહોંચીને લોકોને કેમ્પ માટે પ્રોત્સાહિત કર્યા અને કેમ્પ દરમિયાન તમામ વ્યવસ્થાઓ ખૂબ જ ચીવટપૂર્વક સંભાળી હતી. આશા બહેનોનો ઉત્સાહ અને પેરામેડિકલ સ્ટાફની મહેનતને પરિણામે ૧૯૨ લોકોની તપાસ શક્ય બની, જે આ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાત અને રાજસ્થાનમાંથી ચેઇન સ્નેચીંગ ગેંગનો સુત્રધાર પકડાયો. એલસીબીએ રૂ.૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ૬ ગુનાનો ભેદ ઉકેલ્યો.
0 0
Read Time:3 Minute, 49 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર સહિત રાજયના અન્ય ઠેકાણે તથા રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી આવતી જતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની લુંટ કર્યાની ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ બે દિવસ અગાઉ સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે શામળાજીથી હિંમતનગર આવી રહેલ એક બાઇક સવારને અટકાવી પુછપરછ કર્યા બાદ તેની ઝડતી લેતા તેની પાસેથી સોનાના તુટેલા દોરા મળી આવ્યા હતા. જે અંગે પુછતા પકડાયેલા શખ્સે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે રૂપિયા ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ પુછપરછ કરતાં તે ગુજરાત અને રાજસ્થાનમાં ચેઇન સ્નેચીંગ કરતી આંતરરાજય ગેંગનો સુત્રધાર હોવાનું બહાર આવ્યા બાદ એલસીબીએ તેની વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. 

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઇ ડી.સી. સાકરીયા ના જણાવ્યા મુજબ ગત તા. ૮ મેના રોજ પીએસઆઇ આર.કે. જોષીની ટીમ તેમની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે હિંમતનગરના ખેડ તસીયા રોડ પર એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરનાર શખ્સ શામળાજીથી હિંમતનગર તરફ અન્ય એક શખ્સની સાથે બાઇક પર આવી રહ્યો છે. જે આધારે એલસીબીએ તેને અટકાવી તેની ઝડતી લીધી હતી. દરમિયાન તેના ખિસ્સામાંથી લગભગ ચાર તુટેલા સોનાની ચેઇનો મળી આવી હતી. 

જેથી પોલીસે તેની કડક પુછપરછ કરતાં પકડાયેલા દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા તેની પાછળ બેઠેલ સંજય રામદાસ સાધુ હોવાનું કબુલ્યું હતુ. વધુમાં આ બન્ને જણાએ જણાવ્યુ હતુ કે ગત તા. ૫ મેના રોજ ખેડ તસીયા રોડ પરથી પસાર થઇ રહેલ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી હતી. ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ અન્ય સોનાની ચેઇનો રાજસ્થાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. તથા વધુમાં બન્ને જણાએ જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં સોનાના દોરાની લુંટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. 

પકડાયેલા બન્ને વિરૂધ્ધ હિંમતનગર એ ડિવીઝન, રાજસ્થાનના ઝોથરી તાલુકાના નવાગળા ગામે રહેતા ગોપાલ કાન્તિલાલ ડામોર, ગૌરીશંકર ડાહ્યાલાલ ખરાડી તથા રાજસ્થાનના કુવાન, બિંછીવાડા, ઘાટોલા, પીંપલખુંટ અને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં સોનાના દોરાની ચોરી કરી હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા ૬.૭૦ લાખના સોનાના દોરા, ૨૫ હજારના બાઇક નં.આર.જે.૧૨.એસ.એસ.૯૧૦૪ તથા રૂપિયા ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ સાબરકાંઠા એલસીબીને ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના બન્ને સુત્રોધારોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ફરજ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિક કમાન્ડો દિનેશભાઈ ઝરીયા ને ગૌરવપૂર્ણ વિદાય.
0 0
Read Time:2 Minute, 1 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

જિલ્લા પોલીસ વડાએ ખુરશીમાં બેસાડી સન્માન આપ્યું, સેવાકાળની પ્રશંસા સાથે શુભકામનાઓ પાઠવી.

“ફરજ નિષ્ઠાથી નિભાવનાર વ્યક્તિ ક્યારેય નિવૃત્ત થતો નથી” — આ કહેવતને સાચી સાબિત કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસ દળના કમાન્ડો દિનેશભાઈ ઝરીયા ગૌરવપૂર્ણ રીતે નિવૃત્ત થયા છે. પોતાની નિષ્ઠા, ફરજપ્રતિ પ્રતિબદ્ધતા અને બહાદુરી માટે ઓળખ ધરાવતા દિનેશભાઈએ લાંબા સમય સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેમની નિવૃત્તિ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે વિશેષ સન્માન આપતા દિનેશભાઈને પોતાની ખુરશીમાં બેસાડી વિદાય આપી હતી.આ અનોખી રીતથી આપેલ સન્માન પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને સ્ટાફમાં ગૌરવની લાગણી પ્રસરી હતી.

જિલ્લા પોલીસ વડાએ દિનેશભાઈના સમર્પિત સેવાકાળની પ્રશંસા કરતાં જણાવ્યું કે, તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને શિસ્ત પોલીસ દળ માટે પ્રેરણારૂપ રહેશે. સાથે જ તેમના નિવૃત્તિ જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી અને આગળનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.

કમાન્ડો દિનેશભાઈ ઝરીયાનું પોલીસ સેવાકાળ દરમ્યાનનું યોગદાન સાબરકાંઠા જિલ્લામાં હંમેશા યાદગાર બની રહેશે અને તેમના કાર્યથી યુવા પોલીસકર્મીઓને પ્રેરણા મળતી રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %