હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એકટ તથા દારૂની હેરાફેરીના ત્રણ ગુનામાં સંડોવાયેલ એક ઈસમને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે બુધવારે તલોદ તાલુકાના પોયડા ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ વધુ તપાસ માટે તેને હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કરાયો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા અને પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા ના જણાવાયા મુજબ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા સીઆઈડી ક્રાઈમના જીપીઆઈડી એકટ અને દારૂના ત્રણ ગુનામાં સંડોવાયેલ અને બેરણા રોડ પર આવેલ હસ્તીનાપુર પ્લાઝામાં રહેતો અજયસિંહ રજુસિંહ મકવાણા પાંચ માસથી નાસતો ફરતો હતો.
જે અંગે સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી બાદ બુધવારે અજય મકવાણા તલોદ તાલુકાના પોયડા ગામે જીજાજીના ઘરે આવ્યો હોવાની જાણ થયા પછી એલસીબીએ તેને પોયડામાંથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની અટક કરી વધુ તપાસ માટે હિંમતનગર એ.ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.