હિંમતનગરના કિન્નર સમાજે દત્તક પુત્રનું ઝેમ પર્વ ઉજવ્યુ. ચાર મહિના પહેલા એક પૂત્રને દત્તક લીધો હતો
Views: 68
0 0

Read Time:2 Minute, 11 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સામાન્ય રીતે અનેક સમાજોના પરિવારોમાં પ્રથમ બાળક જન્મે તે પછી આવતી હોળી-ધૂળેટી પર્વમાં આનંદ ઉલ્લાસના ભાગરૂપે બાળકનું ઝેમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પરિવાર દ્વારા નાના-મોટા જમણવાર પણ કરવામાં આવે છે. ઝેમમાં આવનાર પરીચિતો નાના બાળક માટે કપડા, રમકડા, અથવા તો દાગીના સહિતની ભેટ સોગાદો આપવાની પરંપરા ચાલે છે ત્યારે સોમવારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રહેતા કિન્નર સમાજના અગ્રણીએ ચાર મહિના અગાઉ એક પૂત્રને દત્તક લીધા બાદ સોમવારે તેનું ઝેમ પર્વ ઉજવવામાં આવ્યું હતુ.

વાત જાણે એમ છે કે સામાન્ય રીતે કિન્નર સમાજ માતાજીની સેવા-પૂજા કરવાનું તથા અન્ય સમાજમાં શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ રૂડા આર્શિવાદ આપવા પહોંચી જાય છે. દરમ્યાન હિંમતનગરમાં રહેતા ચેતના દે અને સોનલ દે દત્તક લીધેલ રુદ્રરાજની સાળ સંભાળ લઈ પાલન કરી રહ્યા છે ત્યારે આ બંનેએ સોમવારે હોળી પર્વ નિમિત્તે દત્તક પુત્ર રુદ્રરાજનો ઝેમ પ્રસંગ હિંમતનગરના કિન્નર અખાડા ખાતે ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.

જેમાં પરિવારજનો અને ભક્તોએ ભેટ સોગાદો આપી હતી.સોનલ દેએ માતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી, કિન્નર અખાડાના ગુરુજી ચેતના દે ના ભાઈના પુત્રને ચાર મહિના પહેલા દત્તક લેવામાં આવ્યો હતો.દત્તક લીધેલા પુત્રનું નામ રુદ્રરાજ રાખવામાં આવ્યું છે. સોનલ દે માતા તરીકે રુદ્રરાજનું પાલનપોષણ કરી રહ્યા છે, જ્યારે ગુરુજી ચેતના દે પિતા તરીકેની ફરજ નિભાવી રહ્યા છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %