ચેક રીટર્ન કેસમાં ખિલોડાના રહીશને એક વર્ષની સજા.
Views: 72
0 0

Read Time:2 Minute, 5 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના નાની બેબાર ગામના રહીશે તેમની પડોશમાં આવેલ ખિલોડા ગામના એક રહીશને ત્રણ વર્ષ અગાઉ હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન કરતાં નાની બે બાર ગામના રહીશે પોતાની પાસેનો ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો ત્યારબાદ ખિલોડા ગામના રહીશ વિરૂધ્ધ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધીશે ખિલોડા ગામના રહીશને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગે એડવોકેટ જે.પી.નાયકના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૩માં નાની બેબાર ગામના સત્યપાલસિંહ કનકસિંહ સિસોદીયાએ ખિલોડા ગામના અમરતભાઈ સબાભાઈ તરારને હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા. જોકે રકમ આપતી વખતે સત્યપાલસિંહએ અમરતભાઈ તરાર પાસેથી ચેક લીધા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન થતાં સત્યપાલસિંહે અમરતભાઈ તરારે આપેલ ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો.

ત્યારબાદ સત્યપાલસિંહએ એડવોકેટ જે.પી.નાયકની મદદથી હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ તાજેતરમાં આ કેસની સુનાવણી થતાં હિંમતનગરની કોર્ટના ન્યાયાધીશ પી.બી.બોહરા સમક્ષ ચાલી જતાં ન્યાયાધીશે અમરતભાઈ તરારને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને વળતર પેટે ચેકમાં ભરાયેલ રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %