સાબરકાંઠાના ૧૬ પોલીસ કર્મીઓની આંતરિક બદલી.
0 0
Read Time:46 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલએ વહીવટી અનુકુળતાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ૧૬ પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. જે મુજબ હેડક્વાર્ટસ, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર,ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ હેકો કોન્સટેબલો તથા વુમન પોલીસ કોન્સ્ટેબલની બદલી કરાઇ છે. આગામી દિવસોમાં જિલ્લા પોલીસવડા વધુ બદલીઓ કરે તેવી શકયતાને નકારી શકાતી નથી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં ડ્રગ્સ મંગાવી નકલી પોલીસે રૂ.૮ લાખનો તોડ કર્યો. ડ્રગ્સ મંગાવી નકલી પોલીસ તેને અમદાવાદ તરફ લઈ ગઈ કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખ માંગ્યા હોવાનો આક્ષેપ .
0 0
Read Time:5 Minute, 37 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યચીજો સહિત ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ નકલી બનાવીને વેચી પ્રજાને તથા તંત્રને ગેરમાર્ગે દોરી યુવાધનના ભવિષ્ય સાથે ચેડા કરવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગત ફેબ્રુઆરીમાં હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીમાં રહેતા એક યુવાનને અફીણ મંગાવી પોલીસની ખોટી ઓળખ આપી ત્રણ જણા તેને વાહનમાં બેસાડી કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખની ખંડણી માંગી હતી જોકે ત્યારબાદ પતાવટ કરવા માટે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક તથા અન્ય એક જણાએ રૂ.૮ લાખની ખંડણી માંગી હોવાની ફરીયાદ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગે પરિશ્રમ સોસાયટીમાં રહેતા સુરેન્દ્ર સત્યનારાયણ સુથારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાત્રે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર સ્વામિનારાયણ મંદિર કાંકણોલ પાછળ રહેતા એક રહીશે ફોન કરીને જણાવ્યું હતું કે તારા સાળા રતન કિશનલાલ સુથારને પોલીસે અફીણની પડીકી સાથે પકડી લીધો છે અને પોલીસ પતાવટ કરવા માટે રૂ.૧૦ લાખ માંગે છે તેમ કહેતાં સુરેન્દ્ર સુથાર સાથે વાત કરાવો તેવું જણાવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા શખ્સે એવું કહયું હતું કે સોસાયટીના નાકે આવી જાવ તેમ કહી રતનને બચાવવા માટે પ્રાથમિક તબક્કે રૂ.૧૦ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ સુરેન્દ્ર સુથારે અન્ય પરિચીતોને સઘળી હકિકતથી વાકેફ કર્યા હતા. 

ત્યારબાદ સુરેન્દ્ર રૂ.૮ લાખ લઈને ફોન કરનાર યુવકને મળવા માટે આવી ગયો હતો જોકે અગાઉ સમગ્ર મામલો ખુબજ ગંભીર હોવાને કારણે રૂ.પ૦ લાખની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં રૂ.૮ લાખની ખંડણી લીધા બાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતો શખ્સ અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક યુવકને સાથે રાખી રૂ.૮ લાખ લઈ મોતીપુરા વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે પહોંચી ગયા હતા જયાં અગાઉથી થયેલી ગોઠવણ મુજબ આ બંને જણાએ સુરેન્દ્ર સુથારને કહયું હતું કે અમે તમારા સાળા રતનને છોડાવી દઈશું તથા રૂ.૮ લાખ પોલીસને આપી રતનને લઈ પરત આવું છું.

તેમ કહયા બાદ આ બંને જણા સફેદ ગાડીમાં બેસી અમદાવાદ તરફ નિકળી ગયા હતા. ત્યારબાદ તે જ દિવસે રાત્રે સુરેન્દ્રના સાળા રતન હિંમતનગર આવ્યો છું તેવું ફોન પર જણાવતા સુરેન્દ્ર સુથાર તેમને લેવા માટે ગયા હતા. ત્યારબાદ ઘરે આવ્યા પછી સુરેન્દ્ર સુથારના સાળા રતને સમગ્ર હકિકતથી વાકેફ કરીને કહયું હતું કે સ્વામિનારાયણ સોસાયટી પાછળ રહેતા યુવાને મને ફોન કરીને મારે અફીણની જરૂર છે તેમ કહી મને સહકારી જીન વિસ્તારમાં બોલાવ્યો હતો જયાં બાઈક પર આવેલા અન્ય એક જણે દૂધ લઈને આવુ છું તેમ કહી ગયો હતો. ત્યારબાદ સાઈડમાં ઉભેલી એક કારમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સે કહયું હતું કે અમો પોલીસમાં છીએ, ગાંધીનગરથી આવીએ છીએ તેમ કહી તારૂ નામ રતન છે તેમ કહી મને ગાડીમાં લઈ ગયા હતા.

જોકે બાકીના રૂ.ર લાખની ઉઘરાણી અવાર નવાર કરવામાં આવતી હતી ત્યારબાદ રતને કહયું હતું કે મારી પાસે પૈસા નથી તેમ કહેતાં આ બંને જણાએ ધમકી આપી હતી કે જો રૂ.ર લાખ નહીં આપે તો તને જેલમાં પુરી દઈશું. ત્યારબાદ રતને કહયું હતું કે હું જાતે પોલીસે સ્ટેશન જાઉ છું તેમ કહેતા સામે વાળાએ ફોન કટ કરી દીધો હતો. આખરે સુરેન્દ્ર સુથારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રહેતા અને સોનાસણ ગામના એક યુવાન સહિત અજાણી વ્યક્તિ મળી ત્રણ વિરૂધ્ધ રવિવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા એ-ડીવીઝનના પીએસઆઈ એન.બી.વાઘેલાએ ભારતીય ન્યાય સંહિતની કલમ ૧૪૦(ર), ૩૦૮(ર), ૩૧૯(ર), ર૦૪ અને પ૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • (કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ)

-વિપુલ રેવાભાઈ વણકર (રહે.સોનાસણ, તા.પ્રાંતિજ)

-વિરેન્દ્ર રોશનલાલ ખટીક (રહે.સ્વામિનારાયણ મંદિર પાછળ, કાંકણોલ રોડ, હિંમતનગર)

-તથા અન્ય એક અજાણ્યો શખ્સ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર નજીક એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું.એસઓજીએ ચાર આરોપીઓને ઝડપીને કાર સહિત ૭ લાખનો મુદમાલ ઝપ્ત કર્યો.
0 0
Read Time:3 Minute, 38 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સા.કાં એસઓજીએ આજે સાંજે મળેલી બાતમીની મદદથી શામળાજી તરફ જઈ રહેલી ઈકો ગાડીની વોચ ગોઠવીને તેની અંદરથી એમડી ડ્રગ્સ, અફીણ અને ચરસ સહિત કુલ ર.૭૦ લાખના માદક પદાર્થ તેમજ કાર, રોકડ, મોબાઈલ સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર આરોપીઓની અટકાયત કરીને તેમજ એક વોન્ટેડ આરોપી સામે નાર્કોટીક્સની કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 એસઓજીના અ.પો.કો. અતુલસિંહ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગર સહકારી જીન વિસ્તારમાાંથી મોડી રાત્રે એક ઇકો ગાડી જીજે.૦૯.બીડી.૧૮૬૮માં ચાર શખ્સો માદક પદાર્થ લઇ શામળાજી બાજુ જનાર છે. જેથી એસઓજીના પીઆઈ ડી.સી.પરમારની સુચના અનુસાર પીએસઆઈ પી.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ અને નાર્કોટીક્સ સેલ હિંમતનગર શામળાજી હાઈવે ઉપર કાંકણોલ ગામની સીમમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના પુર્વ દિશાના કોટની સામે વોચ ગોઠવી દઈને તપાસ હાથ ધરતાં બાતમીની હકીકત વાળી ઈકો ગાડી આવતાં તેને રોકીને તપાસ કરતાં ચાર શખ્સો મળી આવ્યા હતા. જેમની પાસેથી તપાસ કરતાં ૧.૬પ લાખ એમ.ડી. ડ્રગ્સ પ૬ હજારનું અફીણ ૪૮ હજારનું ચરસ ઝપ્ત કરીને રોકડ, મોબાઈલ, ઈકો કાર સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તમામ આરોપીઓ વિરુધ્ધ એ ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • અટકાયત કરાયેલા આરોપીઓના નામ

(૧) રતનલાલ કિશનલાલ સુથાર (રહે. સુભાષનગર સોસાયટી, સતિષભાઇ સુથારના મકાનમાં ભાડેથી, અંકિતાડેરી પાસે, સહકારી જીન રોડ, હિંમતનગર, જી. સાબરકાંઠા) (મુળ રહે. બાનીના તા. ગાંગરાળ જી. ચિત્તોડગઢ, રાજસ્થાન)

(૨) નારાયણલાલ બદરીલાલ જાટ (રહે.૪૬-લક્ષ્મીનારાયણ સોસાયટી, દિનેભાઇ પટેલના મકાનમાં ભાડેથી, મહાવીરનગર, હિંમતનગર જી. સાબરકાાંઠા) (મુળ રહે. પોટલા, તા.સહાડા, જી. ભીલવાડા, રાજસ્થાન)

(૩) મુરલીધર જલધરભાઇ (રહે. રૂષિનગર, ગિરધરનગર, હિંમતનગર જી. સાબરકાંઠા) (મુળ રહે. સીરીપુર તા.નૌગછીયા, જી.ભાગલપુર બિહાર)

(૪) નરપતસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રહે. રાજેન્દ્રનગર, તારાબેન ના મકાનમાં ભાડેથી, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા) (મુળ રહે. ક્ષત્રિયો કા મોરચા, બાલોતરા, રાજસ્થાન)

  • કબ્જે લીધેલ મુદ્દામાલની વિગત

૧) એમ.ડી. ડ્રગ્સ (મેફાડ્રોન) પપ ગ્રામ કિંમત રૂા.૧.૬પ લાખ

ર) ચરસ ૩૮ ગ્રામ કિંમત રૂા.૪૮ હજાર

૩) અફીણ ૧૧૩ ગ્રામ કિંમત રૂા.પ૬ હજાર

૪) મોબાઈલ નંગ-૪ કિંમત રૂા.૩ર હજાર

પ) ઈકો ગાડી ૧ કિંમત રૂા.૪ લાખ

૬) રોકડ રકમ – રૂા.૪૭૦૦

૭) ઈલેકટ્રીક વજન કાંટા ૩ નંગ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
શામળાજીના અણસોલ પાસે રાજસ્થાનથી લવાતો, ગુજસીટોકનો આરોપી ચકમો આપી ભાગ્યો.
0 0
Read Time:2 Minute, 23 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ(એસએમસી)ની ટીમ દ્વારા શુક્રવારે રાજસ્થાનથી લવાઈ રહેલ અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા શખ્સ અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગી છુટવાનો પ્રયાસ કરતાં એસએમસીની ટીમે તેના પર ફાયરીંગ કર્યું હતું જેથી આ શખ્સને ખભા નજીક ઈજા પહોંચી હતી ત્યારબાદ તેને શામળાજી સ્થાનિક પોલીસને જાણ કરી સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો. જે અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસને જાણ થતાં તેઓ તરત જ સિવિલમાં પહોંચી ગયા હતા.દરમ્યાન હિંમતનગર સિવિલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

આ અંગેની વિગત એવી છે કે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ અને રાજસ્થાનમાં રહેતો શુકલાલ રામલાલ ડાંગીને એસએમસીની ટીમ અમદાવાદ તરફ સરકારી વાહનમાં બેસાડી લઈ જઈ રહી હતી ત્યારે શામળાજી પાસેના અણસોલ નજીક શુકલાલ ડાંગીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી એસએમસીની ટીમે પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પોતાની પાસેના રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. જેથી શુકલાલ ડાંગીને જમણા ખભાથી નીચે અને હાથની કોણીથી ઉપરની બાજુ ઈજા પહોંચી હતી ત્યારબાદ એસએમસીની ટીમે તેને શામળાજી લઈ જઈ પ્રાથમિક સારવાર અપાવી હતી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો. 

જયાં ફરજ પરના તબિબોએ તપાસ કરીને કેટલાક મેડીકલ ટેસ્ટ કર્યા હતા. જે અંગે સિવિલના ઈન્ચાર્જ આર.એમ.ઓ. ર્ડા.વિપુલ જાનીએ જણાવ્યું હતું કે એસએમસીની ટીમ એક ઈજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લાવી હતી સમગ્ર ઘટના અંગે એ-ડીવીઝન પોલીસને ખબર પડતાં પીઆઈ પ્રકાશ ચૌધરી તથા તેમનો સ્ટાફ સિવિલમાં આવી પહોંચ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી પ્રક્રિયા પૂર્ણ. ૫૧ દિવસમાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ શારિરીક કસોટી આપી.
0 0
Read Time:2 Minute, 29 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની (હિંમતનગર)

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પ૧ દિવસ અગાઉ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૬૬,૯૮૦ રોજગાર વાંચ્છુઓની શારિરીક કસોટી લેવામાં આવી હતી. જે અંતર્ગત ઉમેદવારનું વજન, છાતીનું માપ તથા દોડ લગાવી હતી. ત્યારબાદ તાજેતરમાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કલોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું.

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પ્રાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર, પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ. ૫૧ દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ ના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ અને એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ પ્રદીપ પટેલે કરી હતી. ડીવાયએસપી પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા દરરોજ સવારે ૩.૪૫ વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૧ દિવસની આ પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગુમ થયેલ સગીર અમદાવાદથી મળ્યો .
0 0
Read Time:1 Minute, 17 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં રહેતા એક પરિવારનો કિશોર ત્રણ દિવસ અગાઉ મોતીપુરા બસસ્ટેન્ડ નજીકથી ગુમ થયો હતો જેથી તેના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ બાદ સ્થાનિક પોલીસે તેને અમદાવાદમાંથી શોધી કાઢી હિંમતનગર લાવી પરિવારને સુપ્રત કર્યો હતો.

આ અંગે એ.ડીવીઝનના પી.આઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૧ માર્ચના રોજ સહકારીજીન ચોકડી નજીક રહેતા મુકેશ મોહનભાઈ પારઘીનો સગીર વયનો પુત્ર મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગમે તે કારણસર ગુમ થઈ ગયો હતો ત્યારબાદ સગીરના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ પોલીસે ટેકનીકલ તથા હૃુમન સોર્સની મદદથી અમદાવાદમાંથી શોધી કાઢયો હતો. ત્યારબાદ આ સગીરને હિંમતનગર લાવી પરિવાર સાથે કાઉન્સીલીંગ કર્યા બાદ મિલન કરાવાયું હતુ.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
પાંચ માસથી ત્રણ ગુનામાં નાસતો ફરતો ઈસમ પકડાયો.
0 0
Read Time:1 Minute, 34 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એકટ તથા દારૂની હેરાફેરીના ત્રણ ગુનામાં સંડોવાયેલ એક ઈસમને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે બુધવારે તલોદ તાલુકાના પોયડા ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ વધુ તપાસ માટે તેને હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કરાયો હતો. 

આ અંગે જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા અને પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા ના જણાવાયા મુજબ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તથા સીઆઈડી ક્રાઈમના જીપીઆઈડી એકટ અને દારૂના ત્રણ ગુનામાં સંડોવાયેલ અને બેરણા રોડ પર આવેલ હસ્તીનાપુર પ્લાઝામાં રહેતો અજયસિંહ રજુસિંહ મકવાણા પાંચ માસથી નાસતો ફરતો હતો.

જે અંગે સાબરકાંઠા એલસીબીને મળેલી બાતમી બાદ બુધવારે અજય મકવાણા તલોદ તાલુકાના પોયડા ગામે જીજાજીના ઘરે આવ્યો હોવાની જાણ થયા પછી એલસીબીએ તેને પોયડામાંથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની અટક કરી વધુ તપાસ માટે હિંમતનગર એ.ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી લકઝરીમાંથી રૂ.૩.૪પ લાખનો દારૂ પકડાયો. પોલીસે બેની ધરપકડ કરી
0 0
Read Time:2 Minute, 16 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરમાંથી રાજસ્થાન તરફથી આવતા નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે મંગળવારે રાત્રે એ-ડીવીઝન પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી ૩.૪૫ લાખનો દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ૧૩.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનથી હિંમતનગર થઈ ગુજરાતમાં અન્ય સ્થળે રોજબરોજ કેટલાક શખ્સો પાસ પરમીટ વિના દારૂ અને બિયરની વાહનોમાં ભરી હેરાફેરી કરી રહયા છે ત્યારે મંગળવાર હિંમતનગર એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી લક્ઝરી નંબર આરજે.૧૯પીબી.૬૯૧૪ માં બે જણા પ્લાસ્ટીકની થેલીઓમાં દારૂ ભરી હિંમતનગર થઈ સાબરડેરી તરફ આવી રહયા છે. 

જે બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફ ના એએસઆઈ સલીમભાઈ, મિતરાજસિંહ, અશ્વિન સિંહ, જયરાજસિંહ સાથે વોચ ગોઠવીને બાતમી મુજબ આવી રહેલ લકઝરીની ઝડતી લીધી હતી જયાં લકઝરી બસની વચ્ચેની સીટના ગુપ્ત ખાનામાં રખાયેલ અંદાજે રૂ.૩.૪પ લાખની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલ દારૂ અને બિયરની ૯૬ બોટલો મળી આવતા કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નાનુરામ નનોમા(મીણા) (રહે.લાપીયા, તા.આસપુર, જિ.ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ ચૌહાણ (રહે.૪૨,પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રૂ.૩.૪૫ લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત ૧૩.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના મોતીપુરાના કોલેજ રોડ પરના ૭૦થી વધુ દબાણોનો સફાયો. સર્વિસ રોડ ૧૩ મીટરનો બનાવવા નગરપાલિકાએ દબાણો દુર કરવાનું શરૂ કર્યું.
0 0
Read Time:3 Minute, 25 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે ૪૮ પર દબાણ હટાવવાની કાર્યવાહી મંગળવારે શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે નગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા જેસીબી તથા સ્ટાફ સાથે મંગળવારે સવારથી જ મોતીપુરામાંથી પસાર થતા સહકારી જીનથી જીઆઈડીસી સુધીના બંને તરફના સર્વિસ રોડ પરના કાચા-પાકા દબાણો દૂર કરવાનું શરૂ કરતાંની સાથે જ આ વિસ્તારમાં કેટલાક દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દિવસ દરમ્યાન નગરપાલિકાએ અંદાજે ૭૦થી વધુ કાચા-પાકા બાંધકામ જેસીબીથી દુર કરી દેવાતાં સર્વિસ રોડ પહોળો બની ગયો છે. 

આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તથા દબાણ વિભાગના દિપક જાનીના જણાવાયા મુજબ છેલ્લા ધણા વખતથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની સાઈડોમાં લોકોએ તંત્રની પરવાનગી વગર કાચા-પાકા બાંધકામ કરી દીધા હોવાને કારણે રોજબરોજ આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતી હતી.એટલુ જ નહીં પણ વાહન ચાલકો ઉતાવળ અથવા તો ભુલને કારણે કે પછી ઓવરસ્પિડને લીધે અકસ્માત પણ થતા હતા જેમાં અનેક નિર્દોષોએ જીવ ઘુમાવ્યા છે.દરમ્યાન આગામી બે-ચાર દિવસમાં નગરપાલિકાના ચુંટાયેલા હોદ્દેદારોની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે મંગળવારે નગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા સહકાર જીનથી જીઆઈડીસી સુધીનો સર્વિસ રોડ કે જે હયાત ૮ મીટરનો છે તેનો વ્યાપ વધારવાના આશયથી રોડ પૈકીના તથા સરકારી જમીનમાં કરાયેલા દબાણો દુર કરવાનું શરૂ કર્યું હતું.

જેના ભાગરૂપે સર્વિસ રોડની બંને તરફ આવેલા ૭૦થી વધુ કાચા-પાકા દબાણો દુર કરવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે પછી જયારે આ કાટમાળ દુર થઈ ગયા બાદ રોડ ૧ર મીટરનો બનશે ત્યારે મોતીપુરા વિસ્તારમાં રોજબરોજ થતી ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવે તેવી શકયતા દર્શાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિંમતનગરની ગીચ વસ્તીમાં આવેલી મોટાભાગની હોસ્પિટલો સરકારી જીન વિસ્તાર તરફ ખસી રહી છે ત્યારે રોજબરોજ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા આવતા દર્દીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેમાં હવે મહદઅંશે ઘટાડો થવાની શકયતા છે. જોકે વાહન ચાલકોએ પણ જરૂર પડે આ વિસ્તારમાં આવવાનું થાય ત્યારે તેમણે પોતાના વાહન અન્ય કોઈને અડચણરૂપ ન બને તેવી રીતે મુકવા જોઈએ અથવા તો પોલીસ અને આરટીઓ દ્વારા વધુ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવી જોઈએ તે સમયની માંગ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગર તાલુકામાંથી બે સગીરાનુંં અપહરણ થતાં બે વિરૂધ્ધ ફરીયાદ.
0 0
Read Time:1 Minute, 45 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી બે સગીરાનું તાજેતરમાં બે શખ્સોએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. 

આ અંગે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ભોગ બનેલ સગીરાના વાલીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૭ એપ્રિલના રોજ મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે રહેતો મિહિર મહેન્દ્રભાઈ પરમાર ૧૭ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં સગીરાના વાલીએ ડુગરવાડાના યુવક વિરૂધ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.

તેજ પ્રમાણે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૬ વર્ષની સગીરાને ગત તા.૭ માર્ચના રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પાણીબાર ગામનો જયેશ નામનો શખ્સ સગીરાને ફોસલાવી પટાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. જેથી સગીરાના વાલીએ પણ પાણીબાર ગામના જયેશ વિરૂધ્ધ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %