એટ્રોસીટી અને દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલ બેને માળીયામીયાણાથી ઝડપી લેવાયા.
Views: 68
0 0

Read Time:1 Minute, 35 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે જણાને તાજેતરમાં મોરબીના માળીયામીયાણા ખાતેથી ઝડપી લઈ એલસીબીએ બંનેને હિંમતનગર લાવી વધુ તપાસ માટે બી-ડીવીઝન પોલીસને હવાલે કરાયા હતા.

આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ કે.સી.બ્રહ્મભટ્ટ તથા સ્ટાફના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૩માં રવિકુમાર કાનજીભાઈ મોચીની પત્નિ ચાંદનીબેન રમજાનમીયા કતીયા પ્રેમ સબંધ હોવાને કારણે ભાગી ગયા હતા. ત્યારબાદ આ બંને જણા નાસતા ફરતા હતા.તો બીજી તરફ રવિ મોચીએ સુસાઈડ નોટ લખી ગત તા.૪ માર્ચ ર૦ર૩ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી દીધુ હતું. 

જે અંગેની ફરીયાદ નોંધાયા બાદ છેલ્લા ત્રણ વર્ષ થી રમજાનમીયા ઈબ્રાહીમભાઈ કતીયા તથા ચાંદનીબેન મોરબીના માળીયામીયાણામાં રહેતા હોવાની બાતમીને આધારે તાજેતરમાં એલસીબીના સ્ટાફે બંને જણાને ઝડપી લીધા હતા અને વધુ તપાસ માટે હિંમતનગર લાવી બી-ડીવીઝન પોલીસને હવાલે કરવામાંં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %