સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને કલેકટર દ્વારા ૧૧ જાહેરનામા પ્રસિધ્ધ કરાયા.
Views: 30
0
0
Read Time:2 Minute, 52 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
રાજય ચૂંટણીપંચ દ્વારા તાજેતરમાં સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પ્રસિધ્ધ કરાઇ છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત શરૂ કરાઇ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થા તથા આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સાબરકાંઠા કલેકટરે શનિવારે ૧૧ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જેથી તેનો અમલ કરવા માટે સંલગ્ન વિભાગને જવાબદારી સોંપાઇ છે.
ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર નારાયણસિંગ સાદુએ સત્તાની રૂએ જાહેર કરેલા જાહેરનામા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે જાહેરમાં હથિયાર લઇને ફરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જેથી પરવાનેદાર હથિયાર ધારકોએ તેમના હથિયાર જમા કરાવવાના રહેશે, ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર ૫ વ્યક્તિ અને વધુમાં વધુ ત્રણ વાહનોને જ પ્રવેશ મળશે, ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે વાહનોની પરમિટ મેળવવી ફરજિયાત રહેશે, ચૂંટણીલક્ષી ચોપાનીયા-ભીંતપત્રો, હોર્ડીંગ, પ્લેકાર્ડ કટઆઉટ સહિતના પ્રચારના અન્ય સાધનો-બોર્ડ, જાહેર કે ખાનગી મિલ્કત ઉપર પ્રદર્શિત કરવા માટે માર્ગદર્શક નિયમોનું પાલન કરવાનું રહેશે.
ચોપાનીયા-ભીંતપત્રોના છાપકામ અંગે ખાનગી મુદ્રણાલયોના મુદ્રકો-પ્રકાશકો નિયમોનો ભંગ કરશે તો તેમની સામે કડક પગલા લેવાશે, રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધીની વિગતો સંલગ્ન વિભાગને આપવાની રહેશે, મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ હુકમો જાહેર કરાયા છે. જેમાં તમામ મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરના અંતરમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ હુકમો ફરમાવાયો છે. જિલ્લામાં ચૂંટણી વાળા વિસ્તાારોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે, જાહેરસભા, સરઘસ કે વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને તંત્ર પાસેથી જરૂરી મંજૂરી લેવાની રહેશે.