હિંમતનગરમાંથી ચોરીના ગુનામાં નાસતો ફરતો બીજુડા ગેંગનો સાગરીત ઝડપાયો

હિંમતનગર(જીગ્નેશ સોની) : ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અક્ષરધામ સોસાયટીમાં આઠ વર્ષ અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ બીજુડા ગેંગના એક સાગરીતને સાબરકાંઠા એલસીબીએ રવિવારે બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી પકડી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે તેને હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોકલી અપાયો હતો. આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા પીએસઆઇ એસ.જે.ચાવડા ના […]

Continue Reading

હિંમતનગરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત અભિયાન યોજાયું

હિંમતનગર (જીગ્નેશ સોની): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાજેતરમાં હિંમતનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે મોતીપુરામાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય વી.ડી.ઝાલા તથા અન્ય કાર્યકરો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્લાસ્ટીક મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન રોડ પર પડેલા પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ […]

Continue Reading

સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું; LCB અને કૃષ્ણનગર પોલીસના દરોડા

અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બૂટલેગરો દ્વારા આચરવામાં આવી રહેલા એક અત્યંત ચોંકાવનારા ગોરખધંધાનો એલસીબી ઝોન-5 અને કૃષ્ણનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂને પ્રીમિયમ અને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, તેના પર નકલી સ્ટીકર અને ઢાંકણાં લગાવી તોતિંગ નફો કમાતા એક સુવ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી […]

Continue Reading

24 કલાકમાં 20 રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી

દેશના પૂર્વ અને ઉત્તર રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. યુપી તથા બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાં અર્નબ વાવાઝોડાએ ભારે કહેર મચાવેલો છે. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાકમાં 20 જેટલા રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અનેક પહાડી વિસ્તારોમાં તો લેન્ડસ્લાઈડની પણ ચેતવણી […]

Continue Reading

બેંક હડતાળ મોકૂફ! 28થી 30 સપ્ટેમ્બરની 3 દિવસની હડતાળ ટળી

નવી દિલ્હી: દેશભરમાં 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ત્રણ દિવસની બેંક હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે રવિવારે રાત્રે 9:30 વાગ્યે મળેલી બેઠક બાદ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. UFBU મુજબ, તમામ શનિવારે રજા સહિત 5-ડે બેંકિંગની માંગ અંગે ચર્ચા કરવા IBA અને […]

Continue Reading