વડાલીની ધામડીની સીમમાંથી એકસપ્લોઝીવનો સામાન સાથે એક ઝડપાયો

Uncategorized

પોલીસે રૂ.૬૦ હજારથી વધુ મુદ્દામાલ કબ્જે લીધો, અન્ય એકની શોધખોળ શરૂ કરાઈ

હિંમતનગર (જીગ્નેશ સોની) : સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધામડી ગામેથી મંગળવારે સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે સીમમાં રહેતાં એક ઈસમની કારમાંથી પોલીસે રૂ.૧૦ હજારથી વધુના એકસપ્લોઝીવ સાથે ઈડરમાં રહેતાં એક શખ્સને ઝડપી લીધા બાદ તેની વિરૂધ્ધ એસઓજીએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી. જોકે આ મામલે અન્ય એક શખ્સ નાસતો ફરતો હોવાથી પોલીસે તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે એસઓજીના પીઆઈ અજીતસિંહ.એમ.વાળા તથા પીએસઆઇ પરબતસિંહ ઝાલા ના જણાવાયા મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે વડાલીના ધામડી ગામની સીમમાં રહેતા સુમિતસિંહ ચેનસિંહ રાજપુત (રહે.શ્રીનગર સોસાયટી, ઈડર) દ્વારા પ્રતિબંધિત એકસપ્લોઝીવ તરીકે ઓળખાતા નાઈટ્રેટ મીક્ચર તરીકે ઓળખાતા રૂ.૧ર૩ની કિંમતના ૧૪ નંગ, રૂ.પરપ૦ની કિંમત ૭પ ડીટોનેટર કેપ, ૪પ૦૦ના ૭પ મીટર કોડ વાયર, રૂ.પ૦૦ની બેટરી મળી આવી હતી.
ત્યારબાદ એસઓજીએ એકસપ્લોઝીવના સામાન તથા રૂ.પ૦ હજારની કાર મળી અંદાજે રૂ.૬૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ પુછપરછ કરતાં એકસપ્લોઝીવ રાખવામાં ઈડરની શ્રીનગર સોસાયટીમાં રહેતા ચેનસિંહ રેવતસિંહ રાજપુતની સંડોવણી હોવાની કબુલાત કર્યા બાદ એસઓજીએ બંને વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *