રૂ.૨૦ હજારના બદલે ૨.૯૬ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ

Uncategorized

સવગઢના યુવાને વ્યાજખોર સામે ફરીયાદ નોંધાવી

હિંમતનગર (જીગ્નેશ સોની): ઇડર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કેટલાક વ્યાજખોરો જરૂરીયાતમંદોનો ગેરલાભ ઉઠાવીને તગડુ વ્યાજ લેવાના આશયથી કેટલાક નાણાં વ્યાજે આપ્યા બાદ વ્યાજખોરોને તેમની રકમ પરત મળી જતી હોવા છતાં પૈસા લેનારને અવાર નવાર ધમકી આપીને શારિરીક અને માનસિક ત્રાસ આપી જીવવું હરામ કરી દે છે ત્યારે સાબરકાંઠાના કેટલાક પોલીસ સ્ટેશનોમાં આવા વ્યાજખોરો સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ ચુકી છે ત્યારે વધુ એક ફરીયાદ તા.૧ ઓકટોબરના રોજ ઈડરના સવગઢના એક રહીશે ઈડરના વ્યાજખોર સામે ગુરૂવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે ઈડર તાલુકાના સવગઢ(છાવણી) ગામના યોગેશ ભીખાભાઈ ઠાકોરે વર્ષ ર૦ર૩માં ઈડરમાં રહેતા આંબા નવાભાઈ રબારી પાસેથી રૂ.ર૦ હજાર બે માસના વાયદે લીધા હતા ત્યારબાદ યોગેશ ઠાકોરે એપ્રિલ ૨૦૨૩માં લીધેલ રકમ પેટે બે માસ સુધી અંદાજે રૂ.૪૮ હજાર વ્યાજખોર દ્વારા યેનકેન પ્રકારે વસુલવામાં આવ્યા હતા. તેમ છતાં આંબા રબારીએ વ્યાજની બાકી રકમ રૂ.૧૦ હજાર વસુલ કરવા માટે અવાર નવાર ઉઘરાણી કરીને ૧૦ ટકા લેખે માસીક રૂ.૮ હજારનું વ્યાજ પેટે અંદાજે રૂ.ર.૯૬ લાખની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. જોકે યોગેશ ઠાકોર પાસે આવીને વ્યાજખોરોએ ગાળો બોલી અપમાનીત કરી અવાર નવાર ધમકી આપવામાં આવતી હતી જેથી યોગેશ ઠાકોરે આંબા રબારી વિરૂધ્ધ ગુરૂવારે ઈડર પોલીસ સ્ટેશનમાં આક્ષેપો સાથેની ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *