Free Android App Download

હિંમતનગરના સવગઢ વિસ્તારમાં આવેલ લઘુમતી ટ્રસ્ટ સંચાલિત રૂમી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રખાતો હોવાની બૂમો

Views: 192
1 0
Read Time:2 Minute, 54 Second

શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં ફી બાકી હોય તેવા બાળકોને પરીક્ષામાં બેસવા દેવાતા નથી ,રીઝલ્ટ અટકાવવામાં આવે છે

હિંમતનગર (જીજ્ઞેશ સોની): હિંમતનગરના સવગઢ વિસ્તારમાં આવેલ લઘુમતી સમાજના એક ટ્રસ્ટ સંચાલિત રૂમી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવભર્યુ વર્તન દાખવવામાં આવતું હોવાની વાલીઓમાં સ્કૂલના સંચાલકો સામે રોષ ઉભો થવા પામ્યો છે જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તેમને ક્લાસરૂમમાં કલાકો સુધી ઊભા રાખવામાં આવે છે. અને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તેવી શિક્ષકો અને સંચાલકો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓની ફી બાકી છે. તેવા બાળકોના રીઝલ્ટ અટકાવવામાં આવતા વિદ્યાર્થીઓના ભાવી સાથે સંચાલકો અને શિક્ષકો ખીલવાડ કરી રહ્યા હોવાનો મત વાલીઓમાં પ્રવર્તી રહ્યો છે. સંચાલકો દ્વારા એક ફતવો બહાર પાડી વિદ્યાર્થીઓ ની ફી ઓનલાઈન અથવા ચેકથી ભરી શકાશે રોકડમાં ફી લેવામાં આવતી નથી જેના કારણે કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ સંચાલકોના દ્વારા બહાર પાડવામાં આવેલ આ ફતવા થી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.રૂમી ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના બાળકો સાથે એટલી હદે ભેદભાવ થઈ રહ્યો છે કે , ટ્રસ્ટ ના સંચાલકો ની જમાતના બાળકોને આગળની હરોળની બેંચ ઉપર બેસાડવામાં આવે છે. જ્યારે અન્ય સમાજના બાળકો હોશિયાર હોવા છતાં તેમને પાછલી બેંચે બેસાડવામાં આવતા હોવાની વાલીઓમાં ફરિયાદો ઉઠી છેશિક્ષણ વિભાગનો પરિપત્ર છે કે જે વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીને પરીક્ષામાં બેસતા રોકી શકાય નહીં તેમજ તેનું પરિણામ પણ રોકી શકાય નહીં,છતાં રૂમી સ્કૂલ ના સંચાલકો અને શિક્ષકો શિક્ષણ વિભાગના પરિપત્રને પણ ધોળીને પી ગયા છે.ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને માધ્યમિક શિક્ષાણાધિકારી દ્વારા વાલીઓની આ ફરિયાદને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી રૂમી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.

Happy
Happy
40 %
Sad
Sad
0 %
Excited
Excited
20 %
Sleepy
Sleepy
20 %
Angry
Angry
0 %
Surprise
Surprise
20 %