જિલ્લા પોલીસવડાએ જાહેર હિતમાં બદલીના આદેશ કર્યા
હિંમતનગર (જીગ્નેશ સોની) : સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિભાગોમાં ફરજ બજાવતા ૭ પીઆઈ અને ૭ પીએસઆઈની બુધવારે અન્ય પોલીસ સ્ટેશનોમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસવડાએ બદલીના હુકમો કર્યા હતા.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલે કરેલા બદલીના આદેશમાં હિંમતનગર બી-ડીવીઝનના પીઆઈ ડી.એન.વસાવાને સાયબર ક્રાઈમમાં, સાયબર ક્રાઈમના એચ.પી.ઝાલાને લીવ રીઝર્વમાં, લીવ રીઝર્વ એટેચ સાયબર ક્રાઈમના જે.એલ.વાળાને એનટી નાર્કોટીંકસ વીંગ, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વી.એમ.ચૌધરીને મહિલા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપાયો છે, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.બી.ચૌધરીને એએચટીયુ, ખેડબ્રહ્માના પીઆઈ ડી.વી.હડાતને ચિઠોડા, પોશીનાના ડી.એન.સાધુને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બદલી કરીને મુકાયા છે.
આ ઉપરાંત ચિઠોડાના પીએસઆઈ આર.એલ.દેસાઈને વિજયનગરના ઈન્ચાર્જ પીઆઈનો ચાર્જ અપાયો છે, વિજયનગર ઈન્ચાર્જ પીઆઈ બી.ડી.રાઠોડને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પીઆઈનો ચાર્જ, જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ એ.વી.જોષીને હિંમતનગર બી-ડીવીઝનના ઈન્ચાર્જ પીઆઈ તરીકે બદલી કરાઈ છે, સીટી ટ્રાફિકના પીએસઆઈ એન.બી.વાઘેલાને પોશીનાના ઈન્ચાર્જ પીઆઈ, બી-ડીવીઝનના એ.પી.માળીને જિલ્લા ટ્રાફિકમાં, પીએસઆઈ ડી.એમ.ઝાલાને મધ્યપ્રદેશ પેર્ટન હિંમતનગરથી સીટી ટ્રાફિકમાં અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.સી.બ્રહ્મભટ્ટને હિંમતનગર બી-ડીવીઝનના ડી-સ્ટાફમાં મુકાયા છે.