Free Android App Download

“ભણશે ગુજરાત’’ કે ભાજપથી અભણ રહેશે ગુજરાત?

Views: 20
0 0
Read Time:3 Minute, 27 Second

૧૨ વર્ષમાં ૪૭.૩૨ લાખ વિદ્યાર્થીઓ ધો. ૧૦ પછી અભ્યાસ છોડીને મજૂરીએ લાગી ગયા

અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓમાંથી ૧૫.૭૫ લાખ સંપૂર્ણ બેરોજગાર છે જેમની મહિનાની આવક શૂન્ય અથવા તો પાંચ હજારથી ઓછી છે

વડોદરા : વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૨ના ૧૨ વર્ષના પરિણામોના વિશ્લેષણમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આ ૧૨ વર્ષમાં ૧.૧૩ કરોડ વિદ્યાર્થીઓએ ધા.૧૦ બોર્ડની પરીક્ષા આપી હતી તેમાંથી સરેરાશ ૫૭.૯ ટકા લેખે ૬૪.૬૮ લાખ વિદ્યાર્થીઓ પાસ અને ૪૭.૩૨ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા. નાપાસ વિદ્યાર્થીઓમાં રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો નથી પરંતુ આ ૪૭.૩૨ લાખ એવા વિદ્યાર્થીઓ છે જેમણે ધો.૧૦ પછી અભ્યાસ જ છોડી દીધો અને છુટક કામમાં લાગી ગયા.વર્ષ ૨૦૧૪ પછી ક્યારેય પરિણામ ૬૦ ટકાની ઉપર નથી આવ્યું . વર્ષ ૨૦૧૧માં ૭૧.૦૬ ટકા પરિણામ આવ્યું હતું ત્યાર પછી પરિણામ સતત ઘટતું રહ્યું છે. ૨૦૨૦માં સૌથી ઓછું પરિણામ એટલે કે માત્ર ૪૭.૩૩ ટકા જ આવ્યું હતુ. બોર્ડ હવે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની ટકાવારી જ જાહેર કરે છે અને એ જ સાચું પરિણામ છે એ રીતે જાહેરાત કરે છે. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા એ નહી પરંતુ કેટલા નાપાસ થયા તેની ચિંતા સરકારે કરવી જોઇએ આ અંગે ગુજરાત સરકાર ક્યારેય વિચારણા કરી છે ? શું ગુજરાત વિધાનસભામાં ક્યારેય આવા ગંભીર પ્રશ્ન અંગે સઘન ચર્ચાઓ થઈ છે ખરી? છેલ્લા ૧૨ વર્ષમાં નાપાસ થયેલા ૪૭.૩૨ લાખ વિદ્યાર્થીઓનું શું થયુ ? તેઓના અભ્યાસનું ભવિષ્ય અને કારકિર્દી શું તે અંગે સરકારે ક્યારેય કોઇ સર્વે કર્યો નથી. એમ કહેતા એજ્યુકેશન સ્ટ્રેટેજિસ્ટ ડોૅ. જયેશ શાહ ઉમેરે છે કે અમે આ ૪૭.૩૨લાખ વિદ્યાર્થીઓનો ગુજરાતભરમાં સર્વે કર્યો તો જાણવા મળ્યુ કે કેટલાક ગેરેજ, ડ્રાઇવિંગ, સિલાઇકામ, દુકાન-મોલમાં નોકરી, શાકભાજી અથવા તો ખાણીપીણીની લારી, કોન્ટ્રાક્ટ પર છૂટક નોકરી અને છૂટક મજૂરીએ લાગી ગયા છે. જેમની મહિને આવક પાંચ હજારથી ૩૦ હજાર સુધી છે જો કે ૧૦ હજારથી વધુ આવક હોય એવા માત્ર ૨૩.૩ ટકા જ છે જ્યારે બીલકુલ આવક ના હોય અથવા તો પાંચ હજારથી ઓછી આવક હોય તેવા ૩૩.૩ ટકા છે એટલે કે ૧૫,૭૫,૭૫૬ લોકો એવા છે જેમની મહિનાની આવક ઝીરો અથવા તો પાંચ હજારથી ઓછી છે.

 

વિદ્યાર્થીઓ ટકામાં માસીક આવક

૧૮.૬ ઝીરો આવક

૧૭.૭ ૫ હજારથી ઓછી

૨૭.૧ ૫ થી ૭.૫ હજાર

૧૬.૩ ૭.૫ થી ૧૦ હજાર

૨૦.૨ ૧૦ થી ૨૦ હજાર

૦૩.૧ ૨૦ થી ૩૦ હજાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %