Free Android App Download

હિંમતનગર વિધાનસભાનું નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું

Views: 45
0 0
Read Time:5 Minute, 24 Second

રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા આ સંમેલન છે : ડો. દીપીકા સરડવા

હિંમતનગર (જીજ્ઞેશ સોની ): લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા ના સમર્થનમાં આજરોજ શહેર – તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો. દીપિકાબેન સરડવા એ જણાવેલ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ બહેનોની સુરક્ષા માટે તેમજ બહેનો પગભર બની સ્વમાનથી જિંદગી જીવી શકે તેના માટે અનેક પગલાં ભર્યા છે. લવજેહાદ માટે કાયદો- ત્રીપલ તલાકનો કાયદો લાવી બહેનોની રક્ષા કરી છે. દીકરી જન્મથી લઈ વિધવા સહાય સુધી યોજનાઓ બનાવી છે દેશમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ની જોડી ગાંધી – સરદાર સાહેબની જોડી ની જેમ કામ કરી રહી છે ગુજરાતમાં પણ આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિકાસના કામોમાં યોજનાઓમાં સતત કામ કરે છે. તેમ સંગઠનમાં ગુજરાતમાં સી.આર. પાટીલ સાહેબ કુશળ સંગઠન કરતા સાબિત થયા છે. દીપિકાબેન એ વધુમાં જણાવેલ કે આપણી લોકસભાની ચૂંટણીમાં ભાગ્યશાળી છીએ મહિલા ઉમેદવાર મળ્યા, ગરમીમાં પણ કુટુંબના પાડોશી, સગા – સંબંધી બધા નો મત અપાવશો, કોરોના કાળમાં મફત રાશન અપાયું તે આજે પણ ચાલુ છે, આપણા સંકલ્પ પત્રમાં હજુ પણ પાંચ વર્ષ મફત રાસન મળશે તેની પણ જોગવાઈ કરી છે. આયુષ્માન કાર્ડ કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભના કારણે દસ લાખ સુધી આરોગ્યની સારવારમાં મળે છે. આપણી ભાજપની સરકારમાં નરેન્દ્રભાઈએ રાષ્ટ્રપતિજી, રાજ્યપાલ, મંત્રીશ્રી, ધારાસભ્યો, સાંસદો, તમામ ક્ષેત્રમાં મહિલાઓને પ્રભુત્વ આપેલ છે, બહેનો રાષ્ટ્રના વિકાસમાં સુશાસન માં સહભાગી થવા માટે આ સંમેલન છે. પૂર્વ સંગઠન પ્રભારી રેખાબેન ચૌધરીએ જણાવેલ કે તમને શિક્ષિત ઉમેદવાર બહેન મળ્યા છે. આ ચૂંટણી સામાન્ય નથી બે વિચારધારાની ચૂંટણી છે વિપક્ષો ભેગા મળી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના આવે તેવા પ્રયત્નો કરે છે. ભાજપને ભારતના ગરિમાને લઈને વિશ્વમાં નામ રોશન નરેન્દ્રભાઈએ કર્યું છે. બહેનો આપણું આપણા પરિવારનું મતદાન પહેલા કરાવજો. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે બહેનોને જણાવેલ કે તમે આટલી ગરમીમાં પણ પક્ષ માટે કામ કરો છો તે બધી બહેનોનું હું આભાર માનું છું આપણા નરેન્દ્રભાઈએ અનેક યોજનાઓ લાવ્યા છે તે તેમની ગેરંટી છે તમે પણ તમારા પરિવારમાં 70 વર્ષથી વધુના લોકોને હવે મફત સારવાર મળશે તે જણાવશો, મહિલા મોરચા સક્રિયતાથી કામ કરે છે તેની પણ અમે નોંધ લઈએ છીએ. ધારાસભ્ય વી. ડી. ઝાલા એ જણાવેલ કે ભાજપે બહેનો માટે પ્રાધાન્ય આપ્યું છે. શોભનાબેન નો પ્રવાસ જિલ્લામાં પૂરો થયો છે જે પ્રકારે કાર્યકર્તાઓ કામ કરે છે અને મોદી સાહેબની સભા થી ચોક્કસ આ સીટ ટાર્ગેટ સાથે જીતીશું તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેન્દ્રસિંહ બારૈયા એ પણ પ્રાસંગિક પ્રવચન કરેલ. મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ નીલાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી બહેનોને અભિનંદન આપી જણાવેલ કે આપણે આપણા પક્ષ માટે વધુ મતદાન કરાવીએ. આ પ્રસંગે શોભનાબેન બારૈયા પણ આપણને શુભેચ્છા પાઠવી છે. કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, વિધાનસભા સંયોજક ગોપાલસિંહ રાઠોડ, વિસ્તારક અનિલભાઈ શાહ, તાલુકા પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, મહિલા મોરચાના જિલ્લા પ્રભારી પ્રજ્ઞાબેન પટેલ, શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કાજલબેન દોશી, લીનાબેન વ્યાસ, જિલ્લા ઉપપ્રમુખ નિર્મળાબેન પંચાલ, તાલુકા પ્રમુખ ભાવનાબેન પંડ્યા, શહેર પ્રમુખ અરુણાબેન કડિયા, શહેર મહામંત્રી અર્ચનાબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહેલ. આ પ્રસંગે તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પંડ્યા નું પણ સન્માન કરાયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %