અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): ગુજરાતમાં ન્યાયિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે 222 જજોની બદલી કરી છે. જેમાંથી 177 ન્યાયાધીશોની આંતરિક રીતે કોર્ટમાં બદલી કરવામાં આવી છે. જ્યારે સેશન્સ જજ તરીકે 63 ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સિવિલ જજ, સિનિયર સિવિલ જજની બદલી કરવામાં આવી છે અને નવસારીના અમિતકુમાર દવેની અમદાવાદના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે બદલી કરવામાં આવી છે. આ તમામ ન્યાયિક અધિકારીઓ 20 મેના રોજ ચાર્જ સંભાળશે. ગુજરાતના ન્યાયિક અધિકારીની હાઇકોર્ટ દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે 222 જજોની બદલી કરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હાઈકોર્ટ દ્વારા બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા રાજ્યની અદાલતોમાં 56 સિવિલ જજની આંતર-જિલ્લા અને કોર્ટ કોર્ટમાં બદલી કરવામાં આવી છે. ત્યારબાદ આ જ કોર્ટમાં 47 આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 4, અમરેલીમાં 2, અરવલ્લીમાં 1, દાહોદમાં 1, દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 2, જૂનાગઢમાં 9, ખેડામાં 2, મહેસાણામાં 8, પંચમહાલમાં 1, રાજકોટમાં 5 , સુરતમાં 9 અને વલસાડમાં 1 છે. સિવિલ ન્યાયાધીશોમાં, 88 ન્યાયાધીશોની એક કોર્ટમાંથી બીજી અથવા જિલ્લાની અંદર બદલી કરવામાં આવી છે. જ્યારે એક જ કોર્ટમાં આવી 96 આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 3, આણંદમાં 6, ભાવનગરમાં 10, ગાંધીનગરમાં 3, ગીર સોમનાથમાં 3, જૂનાગઢમાં 3, કચ્છમાં 7, ખેડામાં 6, મોરબીમાં 4, નવસારીમાં 3, પંચમહાલમાં 3, પોરબંદરમાં 2 , જેમાં રાજકોટમાં 11, સુરતમાં 7, તાપીમાં 1, વડોદરામાં 18 અને વલસાડમાં 5નો સમાવેશ થાય છે.