ગુજરાત હિંમતનગર

ઈડરના વસાઈ માંથી બેભાન હાલતમાં દીપડો મળ્યો

ઈડરના વસાઈ માંથી બેભાન હાલતમાં દીપડો મળ્યો

 

વન વિભાગ દ્વારા રેસ્કયુ કરાયું

ઘાયલ દીપડાને સારવાર માટે અમદાવાદ લઈ જવાયો

વન વિભાગની ટીમે રાત્રી દરમિયાન કામગીરી કરી

 

 

વન વિભાગની ઈડર રેન્જમાં આવેલ વસાઈની સીમમાંથી શુક્રવારે રાત્રે જંગલી પ્રાણી તરીકે ઓળખાતો એક ઘાયલ થયેલી હાલતમાં દીપડો મળી આવ્યો હતો જે અંગે ઈડર રેન્જના વન વિભાગના સ્ટાફને જાણ થતાં ટીમે આવીને આખી રાતની મહેનત બાદ ઘાયલ દીપડાનું રેસ્કયૂ કરાયા પછી તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો.

આ અંગે નાયબ વન સંરક્ષક ગઢવીના જણાવાયા મુજબ ઇડર તાલુકાના વસાઈ ગામે દીપડો ઘાયલ હોવાની જાણ વન વિભાગના સ્ટાફને થયાની જાણ થતાં ઈડર રેન્જ અને વડાલી નોર્મલ રેન્જની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જયાં દીપડાની સ્થિતિની તપાસ કરતાં તેને વધુ સારવારની જરૂર હોવાનું જણાતાં ધોલવાણી રેન્જ માંથી રેસ્ક્યૂ વાન બોલાવાયા બાદ દીપડાને હિંમતનગર નજીક આવેલ રાજપુરની કામધેનુ યુનિવર્સિટીમાં લઈ જવાયો હતો.

જયાં પશુચિકિત્સક ડોક્ટરો દ્વારા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ દીપડાની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમ્યાન ઘાયલ દીપડાને વધુ સારવાર અને તબીબોની સતત દેખરેખ હેઠળ રાખવાની જરૂરિયાત જણાતાં રાત્રિના સમયે ઈડર રેન્જના સ્ટાફ અને ધોલવાણી રેન્જની ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સંયુક્ત કામગીરી કરી આ ઘાયલ દીપડાને વધુ સારવાર માટે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા વાઇલ્ડલાઇફ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જયાં તબીબોની દેખરેખ હેઠળ વાઇલ્ડલાઇફ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

જીગ્નેશ સોની હિંમતનગર

મો.નં ૯૯૭૮૬૨૭૨૭૯