હિંમતનગર (જીગ્નેશ સોની) : ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા દ્વારા શનિવારે હિંમતનગરમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક બેઠકો અંતર્ગત બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે સમજ આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી બ્રીજરાજસિંહ ઝાલાએ ઉપસ્થિત પદાધિકારીઓ અને કાર્યકરોને મંડલોની બેઠક, સંગઠન સંરચના, શક્તિ કેન્દ્ર અને બુથ સક્રિયતા, મન કી બાત અને અન્ય કાર્યક્રમો અંગે સમજ અપાઈ હતી. ઉપરાંત તમામ મોરચાઓની પણ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સંગઠનના અગ્રણીઓ દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓને સક્રિયતા દાખવી પક્ષ દ્વારા સંરચના પૂર્ણ કરવા અનુરોધ કરાયો હતો તથા અગાઉ કરાયેલી કામગીરીની સમીક્ષા કરાયા બાદ શક્તિ કેન્દ્રના પ્રભારી તેમનો પ્રવાસ,બુથ બેઠકો પૂર્ણ કરવી, કાર્યક્રમોનું સરલ એપ પર રિપોર્ટિંગ કરવા અનુરોધ કરાયો હતો આ બેઠકમાં મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા,ગણપતસિંહ ઝાલા, વિજય વણઝારા,જયેશ પટેલ,પ્રવીણસિંહ રહેવર,લોકેશ સોલંકી,જયેશ શાહ સહિત જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જીગ્નેશ સોની હિંમતનગર
મો.નં ૯૯૭૮૬૨૭૨૭૯