ગુજરાત હિંમતનગર

પાંચ વર્ષથી સાપરાધ મનુષ્યવધના ગુનામાં સંડોવાયેલો શખ્સ ઝડપાયો

હિંમતનગર (જીગ્નેશ સોની) : હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ અગાઉ હરીયાણાના શિવરાજપુર ઘાટીમાં રહેતા એક શખ્સ વિરૂધ્ધ અકસ્માત તથા સાપરાધ મનુષ્યવધના ગુના હેઠળ નોંધાયેલી ફરીયાદ બાદ તે પાંચ વર્ષથી નાસતો ફરતો હતો ત્યારબાદ સાબરકાંઠા એલસીબીએ તપાસ અને બાતમીને આધારે તાજેતરમાં તેને ઉત્તર પ્રદેશના શિવરાજપુર ઘાટી વિસ્તારમાં આવેલ ગુરૂગ્રામ શહેરમાંથી દબોચી લઈ વધુ તપાસ માટે હિંમતનગર લાવ્યા બાદ તેને એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યો હતો.
આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા પેરોલફલો સ્કોડના પીએસઆઇ વી .આર ચૌહાણ ના જણાવાયા મુજબ પાંંચ વર્ષ અગાઉ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રેમપ્રકાશ બિંદીયાચલપ્રસાદ પ્રજાપતિ વિરૂધ્ધ અકસ્માત અને સાપરાધ મનુષ્યવધના ભંગ બદલ ફરીયાદ નોંધાઈ હતી તેમ છતાં તે નાસતો ફરતો હતો જેથી એલસીબીએ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન બાદ ઉત્તર પ્રદેશના ગુરૂગ્રામ શહેરમાં આવેલ સેકટર-૭૧માં નોકરી કરતાં આ શખ્સને સ્થાનિક પોલીસની મદદથી પકડી લીધા બાદ તેને શુક્રવારે હિંમતનગર લાવી વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસને હવાલે કરાયો હતો.
જીગ્નેશ સોની હિંમતનગર
મો.નં ૯૯૭૮૬૨૭૨૭૯