હિંમતનગરમાં ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ કોર્ટ સંકુલને તાળાબંધી કરી

ગુજરાત

હિંમતનગરમાં ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ કોર્ટ સંકુલને તાળાબંધી કરી

 

કોર્ટના મુખ્ય ગેટને તાળું મારી સૂત્રોચ્ચાર સાથે પ્રતિકાત્મક ધરણાં કર્યા

 

 

જીગ્નેશ સોની

હિંમતનગર

 

 

રાજય સરકાર દ્વારા તાજેતરમાં વિધાનસભાના સત્ર દરમ્યાન ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ને કાયદાકીય રીતે મંજુરી આપવા માટે ચર્ચા કરાયા બાદ આ વિધેયકને રાજયપાલની મંજુરી અને સહી માટે મોકલી આપ્યું છે ત્યારે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ભાડા વિધેયકમાં કરાયેલી કેટલીક જોગવાયોને લઈને વકીલોએ વિરોધ કરી કોર્ટની કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે ત્યારે મંગળવારે સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ પાડી કોર્ટની કામગીરીથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો.

હિંમતનગરમાં મંગળવારે વકીલોએ કોર્ટના મુખ્ય ગેટને તાળું મારી બંધ કરી દીધા બાદ ભાડા વિધેયકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, તથા પ્રતિકાત્મક ધરણાં યોજી વિવિધ માંગણીઓ તથા ભાડા વિધેયકની હોળી કરીને પણ વિરોધ દર્શાવ્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ બાદ ૩ ઓક્ટોબરથી રાજ્યભરના વકીલો હડતાળ પર છે. વકીલોનું કહેવું છે કે નવા વિધેયકમાં ભાડા સંબંધિત કેસોમાં અદાલતોની સત્તા બદલાઈ રહી છે. તેમની અન્ય માંગણીઓ છેઃ પોલીસની કેટલીક સત્તાઓ દૂર કરવી, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવો અને સાત વર્ષથી ઓછી સજાવાળા કેસોમાં પોલીસ કાર્યવાહીની જોગવાઈઓમાં ફેરફાર. વકીલોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય અને ભાડા વિધેયક અંગેની રજૂઆતો ધ્યાને લેવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

જીગ્નેશ સોની હિંમતનગર

મો.નં-૯૯૭૮૬૨૭૨૭૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *