હિંમતનગરના રાયગઢમાંથી નકલી ઘી પકડાયું. જિલ્લા ફુડ વિભાગ દ્વારા રૂ.પ૦ હજારનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો.
0 0
Read Time:2 Minute, 54 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્યચીજો, વસ્તુઓ તથા નકલી અધિકારીઓના કરતુતોમાં ખુબજ વધારો થઈ રહયો છે ત્યારે થોડાક સમય અગાઉ નકલી દૂધનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા મંગળવારે હિંમતનગર તાલુકના રાયગઢ ગામે ખાદ્યચીજોનું વેચાણ કરતાં એક વેપારીના ઘરમાંથી અંદાજે રૂ.પ૦ હજારની કિંમતનું નકલી ઘી તથા ભેળસેળ માટે વપરાતી ચીજવસ્તુઓ પકડીને પૃથ્થકરણ માટે નમુના લઈને પ્રયોગ શાળામાં મોકલાયા છે. 

આ અંગે જિલ્લા ફુડ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાયગઢ ગામે રહેતા અને ફુડ બિઝનેસ ઓપરેટર તરીકે વ્યવસાય કરતાં ખુબીરામ શિવચરણલાલ શર્મા પોતાના ઘરે નકલી ઘી બનાવવાનું કારખાનું ચલાવતા હતા જે અંગે ફુડ વિભાગને મળેલી માહિતી બાદ મંગળવારે ફુડ વિભાગની ટીમે રાયગઢ જઈ ખુબીરામ શર્માના ઘરની તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્યાન ઘરમાંથી રૂ.૧પ,૬૦૦નું ૩૯ કિલો રીફાઈન્ડ સોયાબીનનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ દરમ્યાન અધિકારીઓએ રૂ.૧૦,૭૮૮ની કિંમતનું પ૮ કિલો લુઝ ઘી, રૂ.૧૬,૮૦૮ની કિંમતનું ૮૮ કિલો વનસ્પતિ ઘી તથા રૂ.૬,૯૦૦ની કિંમતનો ર૩ કિલો સફેદ પાઉડર મળી અંદાજે રૂ.પ૦,૦૯૬નો મળી ર૦૮ કિલો ગ્રામ જથ્થો મળી આવતાં આ તમામ જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ તેના નમુના લેવામાં આવ્યા હતા. પૃથ્થકરણના અહેવાલ બાદ ભેળસેળ કરનાર ખુબીરામ શર્મા વિરૂધ્ધ જરૂર પડે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાંથી દિવાળી અને અન્ય તહેવારો દરમ્યાન ફુડ વિભાગ દ્વારા દરોડા પાડીને શંકાસ્પદ જથ્થો પકડવામાં આવે છે ત્યારબાદ પ્રયોગ શાળામાં મોકલાયા પછી લાંબા સમય સુધી તેનો અહેવાલ આવતો નથી ત્યારે કેટલાક વેપારીઓ આવો શંકાસ્પદ જથ્થો વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સરકાર દ્વારા કાયદામાં સુધારો કરીને ગુનેગારો વિરૂધ્ધ તરત જ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે તેવું પ્રજા ઈચ્છી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકાર છે આજે ગુજરાત માં ક્રાઈમ અતિશય વધી રહેલ છે બીજી બાજુ નશાખોરી નો ભરમાડો એનું એપી સેન્ટર આજ ગુજરાત બની ગયેલ છે શું આજ વિકાસ છે* ડ્રગ્સ પકડી વાહવાહી લૂંટાઈ, ડ્રગ્સ માફિયા ક્યાં? હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી ૩૧૪૬ કિલો ડ્રગ્સ પકડાયું.
0 0
Read Time:2 Minute, 15 Second

એક બાજુ, કાયદામાં રહેશોમાં તો ફાયદામાં રહેશો તેવી વાતો કરાય છે તો બીજી તરફ, ડ્રગ્સ પેડલરો-ડ્રગ્સ માફિયાઓને જાણે ખાખીનો ડર રહ્યો નથી. બેરોકટોક દારૂ, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યુ છે. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી જ ૩૧૪૬ કિલો ડ્રગ્સ, અફીણ સહિત અન્ય નશીલી સિરપનો જથ્થો પકડાયો હતો. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈકે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફુલ્યોફાલ્યો છે.

૧૬ કિલો અફીણ-૨૬૨૦ સિર૫ બોટલો પકડાઈ ડ્રગ્સ પેડલરોને પકડી કાર્યવાહીનો દેખાડો કરાયો

ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર | નામપુરતી જ રહી છે. આજે નશામુક્ત ગુજરાત નહીં પરંતુ નશાયુક્ત ગુજરાત બની રહ્યું છે. વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ પૂછ્યોકે, છેલ્લાં સુરત જિલ્લામાંથી કેટલું અફીણ અને અન્ય ડ્રગ્સ પકડાયું ? આ સવાલના જવાબમાં ગૃહ વિભાગે એકરાર કર્યોકે, ૩૧૪૬ કિલો ડ્રગ્સ અને ૧૬ કિલો અફીણનો જથ્થો | પકડાયો હતો. આ ઉપરાંત ૨૬૨૦ નંગ સીરપની બોટલ પણ પકડાઈ હતી.

વિપક્ષે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છેકે, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાંથી અફીણ અને ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પકડાય તે નાની-સુની વાત નથી. પોલીસ ડ્રગ્સ પેડલરને પકડીને વાહવાહી લૂંટે છે પણ પરંતુ આ જથ્થો ક્યાંથી આવ્યો ? ડ્રગ્સ | મોકલનાર ડ્રગ્સ માફિયાઓ કેમ પકડાતાં નથી તે મુદ્દે ગૃહવિભાગ પાસે કોઇ જવાબ નથી. આજે ગાંધીનાના ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વકરતાં યુવાધન નશાના બંધાણી બન્યાં છે ત્યારે કડક પગલાં ભરી ખરા અર્થમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવે તેવી માંગ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત સહિત ૧૧ સંસ્થાઓમાં વહીવટદાર શાસન. જિલ્લા પંચાયતમાં મુદત પૂર્ણ થતા કલેક્ટર સહિત અધિકારીઓની નિમણૂક કરાઈ.
0 0
Read Time:2 Minute, 3 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા પંચાયત આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં મંગળવારથી વહીવટદાર શાસન અમલી બન્યુ છે.આ સંસ્થાઓની મુદત પૂર્ણ થતાં વહીવટનું સુકાન સંભાળવા માટે અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર જવાબદારી સંભાળશે.

સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. ઉપરાંત, હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકામાં પણ વહીવટદાર શાસન અમલમાં આવ્યુ છે. જોકે પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં પેટાચૂંટણી યોજાશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા કલેક્ટરને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પોશીના અને વિજયનગર તાલુકા પંચાયતમાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ છે. હિંમતનગર તાલુકા પંચાયત અને હિંમતનગર નગરપાલિકા માટે હિંમતનગર પ્રાંત અધિકારીની નિમણૂક થઈ છે.તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પ્રાંતિજ પ્રાંત અધિકારી વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીને વહીવટદાર બનાવાયા છે. ઇડર અને વડાલી તાલુકા પંચાયત માટે ઇડર પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ છે. ઇડર નગરપાલિકામાં ઇડર મામલતદાર અને વડાલી નગરપાલિકામાં વડાલી મામલતદાર વહીવટદાર તરીકે સેવા આપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠાના ૧૬ પોલીસ કર્મીઓની આંતરિક બદલી.
0 0
Read Time:46 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલએ વહીવટી અનુકુળતાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ૧૬ પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે. જે મુજબ હેડક્વાર્ટસ, ક્યુઆરટી, મહિલા પોલીસ સ્ટેશન, આઇયુસીએડબલ્યુ વિજયનગર,ચિઠોડા, ઇડર અને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ હેકો કોન્સટેબલો તથા વુમન પોલીસ કોન્સ્ટેબલની બદલી કરાઇ છે. આગામી દિવસોમાં જિલ્લા પોલીસવડા વધુ બદલીઓ કરે તેવી શકયતાને નકારી શકાતી નથી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં ડ્રગ્સ મંગાવી નકલી પોલીસે રૂ.૮ લાખનો તોડ કર્યો. ડ્રગ્સ મંગાવી નકલી પોલીસ તેને અમદાવાદ તરફ લઈ ગઈ કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખ માંગ્યા હોવાનો આક્ષેપ .
0 0
Read Time:5 Minute, 37 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યચીજો સહિત ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ નકલી બનાવીને વેચી પ્રજાને તથા તંત્રને ગેરમાર્ગે દોરી યુવાધનના ભવિષ્ય સાથે ચેડા કરવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગત ફેબ્રુઆરીમાં હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીમાં રહેતા એક યુવાનને અફીણ મંગાવી પોલીસની ખોટી ઓળખ આપી ત્રણ જણા તેને વાહનમાં બેસાડી કેસ કરવાની ધમકી આપી રૂ.પ૦ લાખની ખંડણી માંગી હતી જોકે ત્યારબાદ પતાવટ કરવા માટે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક તથા અન્ય એક જણાએ રૂ.૮ લાખની ખંડણી માંગી હોવાની ફરીયાદ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગે પરિશ્રમ સોસાયટીમાં રહેતા સુરેન્દ્ર સત્યનારાયણ સુથારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાત્રે તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર સ્વામિનારાયણ મંદિર કાંકણોલ પાછળ રહેતા એક રહીશે ફોન કરીને જણાવ્યું હતું કે તારા સાળા રતન કિશનલાલ સુથારને પોલીસે અફીણની પડીકી સાથે પકડી લીધો છે અને પોલીસ પતાવટ કરવા માટે રૂ.૧૦ લાખ માંગે છે તેમ કહેતાં સુરેન્દ્ર સુથાર સાથે વાત કરાવો તેવું જણાવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા શખ્સે એવું કહયું હતું કે સોસાયટીના નાકે આવી જાવ તેમ કહી રતનને બચાવવા માટે પ્રાથમિક તબક્કે રૂ.૧૦ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ સુરેન્દ્ર સુથારે અન્ય પરિચીતોને સઘળી હકિકતથી વાકેફ કર્યા હતા. 

ત્યારબાદ સુરેન્દ્ર રૂ.૮ લાખ લઈને ફોન કરનાર યુવકને મળવા માટે આવી ગયો હતો જોકે અગાઉ સમગ્ર મામલો ખુબજ ગંભીર હોવાને કારણે રૂ.પ૦ લાખની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં રૂ.૮ લાખની ખંડણી લીધા બાદ સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતો શખ્સ અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના એક યુવકને સાથે રાખી રૂ.૮ લાખ લઈ મોતીપુરા વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે પહોંચી ગયા હતા જયાં અગાઉથી થયેલી ગોઠવણ મુજબ આ બંને જણાએ સુરેન્દ્ર સુથારને કહયું હતું કે અમે તમારા સાળા રતનને છોડાવી દઈશું તથા રૂ.૮ લાખ પોલીસને આપી રતનને લઈ પરત આવું છું.

તેમ કહયા બાદ આ બંને જણા સફેદ ગાડીમાં બેસી અમદાવાદ તરફ નિકળી ગયા હતા. ત્યારબાદ તે જ દિવસે રાત્રે સુરેન્દ્રના સાળા રતન હિંમતનગર આવ્યો છું તેવું ફોન પર જણાવતા સુરેન્દ્ર સુથાર તેમને લેવા માટે ગયા હતા. ત્યારબાદ ઘરે આવ્યા પછી સુરેન્દ્ર સુથારના સાળા રતને સમગ્ર હકિકતથી વાકેફ કરીને કહયું હતું કે સ્વામિનારાયણ સોસાયટી પાછળ રહેતા યુવાને મને ફોન કરીને મારે અફીણની જરૂર છે તેમ કહી મને સહકારી જીન વિસ્તારમાં બોલાવ્યો હતો જયાં બાઈક પર આવેલા અન્ય એક જણે દૂધ લઈને આવુ છું તેમ કહી ગયો હતો. ત્યારબાદ સાઈડમાં ઉભેલી એક કારમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સે કહયું હતું કે અમો પોલીસમાં છીએ, ગાંધીનગરથી આવીએ છીએ તેમ કહી તારૂ નામ રતન છે તેમ કહી મને ગાડીમાં લઈ ગયા હતા.

જોકે બાકીના રૂ.ર લાખની ઉઘરાણી અવાર નવાર કરવામાં આવતી હતી ત્યારબાદ રતને કહયું હતું કે મારી પાસે પૈસા નથી તેમ કહેતાં આ બંને જણાએ ધમકી આપી હતી કે જો રૂ.ર લાખ નહીં આપે તો તને જેલમાં પુરી દઈશું. ત્યારબાદ રતને કહયું હતું કે હું જાતે પોલીસે સ્ટેશન જાઉ છું તેમ કહેતા સામે વાળાએ ફોન કટ કરી દીધો હતો. આખરે સુરેન્દ્ર સુથારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રહેતા અને સોનાસણ ગામના એક યુવાન સહિત અજાણી વ્યક્તિ મળી ત્રણ વિરૂધ્ધ રવિવારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા એ-ડીવીઝનના પીએસઆઈ એન.બી.વાઘેલાએ ભારતીય ન્યાય સંહિતની કલમ ૧૪૦(ર), ૩૦૮(ર), ૩૧૯(ર), ર૦૪ અને પ૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • (કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ)

-વિપુલ રેવાભાઈ વણકર (રહે.સોનાસણ, તા.પ્રાંતિજ)

-વિરેન્દ્ર રોશનલાલ ખટીક (રહે.સ્વામિનારાયણ મંદિર પાછળ, કાંકણોલ રોડ, હિંમતનગર)

-તથા અન્ય એક અજાણ્યો શખ્સ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રામપુરના યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપનાર પાંચ વિરૂધ્ધ ફરીયાદ. યુવકને લગ્ન કરાવવા વાહનમાં બેસાડી રૂ.૪ લાખ પડાવી લીધાનો આક્ષેપ.
0 0
Read Time:2 Minute, 33 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં રહેતા અનેક પરિવારના યુવકોની લગ્નની ઉંમર પૂર્ણ થાય છે ત્યારે આવા પરિવારો પોતાના પુત્રને લગ્ન કરાવવા માટે અથાગ પ્રયાસ કરે તે સ્વાભાવિક છે ત્યારે હિંમતનગરના અર્બુદાનગરમાં રહેતા એક દંપતિ તથા અન્ય બે જણાએ અત્યાર સુધીમાં હિંમતનગર અને તલોદ તાલુકાના યુવાનને લગ્ન કરવાની લાલચ આપીને લગ્નની દલાલી પેટે લાખો રૂપિયા પડાવી લીધાના આક્ષેપ સાથેની ત્રણ ફરીયાદ નોંધાઈ ચુકી છે ત્યારે શુક્રવારે પાંચ જણાએ હિંમતનગર તાલુકાના રામપુર ગામના એક યુવકને લગ્ન કરાવવાની લાલચ આપી રૂ.૪ લાખની છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર યુવકે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે રામપુર ગામના ઉમેશ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૮ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સુમારે આવેલા અને હિંમતનગરની અર્બુદાનગર સોસાયટીમાં રહેતા કવિતાબેન મનોજભાઈ સોની, મનોજ બાબુલાલ સોની, પ્રણવ મનોજભાઈ સોની તથા સવિતા સુનિલ ભીવનકરએ ઉમેશ પટેલ પાસે આવી લગ્ન કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ લીધો હતો ત્યારબાદ મનોજ સોની, પ્રણવ સોની અને સવિતા સુનિલ ભીવનકરે વાહનમાં બેસાડી રામપુરથી અન્ય સ્થળે લઈ ગયા હતા.

ત્યારબાદ આ પાંચેય જણાએ ગુનાહિત કાવતરૂ રચીને ઉમેશ પટેલ પાસેથી લગ્ન કરાવી આપવાના બહાને રૂ.૪ લાખ લઈ લીધા હતા. તેમ છતાં પણ આ પાંચેય જણાએ ઉમેશના લગ્ન ન કરાવી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી જોકે અત્યાર સુધી ઉમેશ પટેલે આ પાંચેય જણાનો સંપર્ક કરી રૂ.૪ લાખ પરત આપવાની માંગ કરી હતી પરંતુ લીધેલા રૂપિયા પરત ન મળતાં શુક્રવારે ઉમેશ પટેલે પાંચેય વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર નજીક એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું.એસઓજીએ ચાર આરોપીઓને ઝડપીને કાર સહિત ૭ લાખનો મુદમાલ ઝપ્ત કર્યો.
0 0
Read Time:3 Minute, 38 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સા.કાં એસઓજીએ આજે સાંજે મળેલી બાતમીની મદદથી શામળાજી તરફ જઈ રહેલી ઈકો ગાડીની વોચ ગોઠવીને તેની અંદરથી એમડી ડ્રગ્સ, અફીણ અને ચરસ સહિત કુલ ર.૭૦ લાખના માદક પદાર્થ તેમજ કાર, રોકડ, મોબાઈલ સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર આરોપીઓની અટકાયત કરીને તેમજ એક વોન્ટેડ આરોપી સામે નાર્કોટીક્સની કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 એસઓજીના અ.પો.કો. અતુલસિંહ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગર સહકારી જીન વિસ્તારમાાંથી મોડી રાત્રે એક ઇકો ગાડી જીજે.૦૯.બીડી.૧૮૬૮માં ચાર શખ્સો માદક પદાર્થ લઇ શામળાજી બાજુ જનાર છે. જેથી એસઓજીના પીઆઈ ડી.સી.પરમારની સુચના અનુસાર પીએસઆઈ પી.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ અને નાર્કોટીક્સ સેલ હિંમતનગર શામળાજી હાઈવે ઉપર કાંકણોલ ગામની સીમમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના પુર્વ દિશાના કોટની સામે વોચ ગોઠવી દઈને તપાસ હાથ ધરતાં બાતમીની હકીકત વાળી ઈકો ગાડી આવતાં તેને રોકીને તપાસ કરતાં ચાર શખ્સો મળી આવ્યા હતા. જેમની પાસેથી તપાસ કરતાં ૧.૬પ લાખ એમ.ડી. ડ્રગ્સ પ૬ હજારનું અફીણ ૪૮ હજારનું ચરસ ઝપ્ત કરીને રોકડ, મોબાઈલ, ઈકો કાર સહિત કુલ ૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને તમામ આરોપીઓ વિરુધ્ધ એ ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • અટકાયત કરાયેલા આરોપીઓના નામ

(૧) રતનલાલ કિશનલાલ સુથાર (રહે. સુભાષનગર સોસાયટી, સતિષભાઇ સુથારના મકાનમાં ભાડેથી, અંકિતાડેરી પાસે, સહકારી જીન રોડ, હિંમતનગર, જી. સાબરકાંઠા) (મુળ રહે. બાનીના તા. ગાંગરાળ જી. ચિત્તોડગઢ, રાજસ્થાન)

(૨) નારાયણલાલ બદરીલાલ જાટ (રહે.૪૬-લક્ષ્મીનારાયણ સોસાયટી, દિનેભાઇ પટેલના મકાનમાં ભાડેથી, મહાવીરનગર, હિંમતનગર જી. સાબરકાાંઠા) (મુળ રહે. પોટલા, તા.સહાડા, જી. ભીલવાડા, રાજસ્થાન)

(૩) મુરલીધર જલધરભાઇ (રહે. રૂષિનગર, ગિરધરનગર, હિંમતનગર જી. સાબરકાંઠા) (મુળ રહે. સીરીપુર તા.નૌગછીયા, જી.ભાગલપુર બિહાર)

(૪) નરપતસિંહ ભવરસિંહ રાજપુરોહિત (રહે. રાજેન્દ્રનગર, તારાબેન ના મકાનમાં ભાડેથી, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા) (મુળ રહે. ક્ષત્રિયો કા મોરચા, બાલોતરા, રાજસ્થાન)

  • કબ્જે લીધેલ મુદ્દામાલની વિગત

૧) એમ.ડી. ડ્રગ્સ (મેફાડ્રોન) પપ ગ્રામ કિંમત રૂા.૧.૬પ લાખ

ર) ચરસ ૩૮ ગ્રામ કિંમત રૂા.૪૮ હજાર

૩) અફીણ ૧૧૩ ગ્રામ કિંમત રૂા.પ૬ હજાર

૪) મોબાઈલ નંગ-૪ કિંમત રૂા.૩ર હજાર

પ) ઈકો ગાડી ૧ કિંમત રૂા.૪ લાખ

૬) રોકડ રકમ – રૂા.૪૭૦૦

૭) ઈલેકટ્રીક વજન કાંટા ૩ નંગ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
શામળાજીના અણસોલ પાસે રાજસ્થાનથી લવાતો, ગુજસીટોકનો આરોપી ચકમો આપી ભાગ્યો.
0 0
Read Time:2 Minute, 23 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

શામળાજી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ(એસએમસી)ની ટીમ દ્વારા શુક્રવારે રાજસ્થાનથી લવાઈ રહેલ અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા શખ્સ અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગી છુટવાનો પ્રયાસ કરતાં એસએમસીની ટીમે તેના પર ફાયરીંગ કર્યું હતું જેથી આ શખ્સને ખભા નજીક ઈજા પહોંચી હતી ત્યારબાદ તેને શામળાજી સ્થાનિક પોલીસને જાણ કરી સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો. જે અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસને જાણ થતાં તેઓ તરત જ સિવિલમાં પહોંચી ગયા હતા.દરમ્યાન હિંમતનગર સિવિલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

આ અંગેની વિગત એવી છે કે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ અને રાજસ્થાનમાં રહેતો શુકલાલ રામલાલ ડાંગીને એસએમસીની ટીમ અમદાવાદ તરફ સરકારી વાહનમાં બેસાડી લઈ જઈ રહી હતી ત્યારે શામળાજી પાસેના અણસોલ નજીક શુકલાલ ડાંગીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી એસએમસીની ટીમે પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પોતાની પાસેના રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. જેથી શુકલાલ ડાંગીને જમણા ખભાથી નીચે અને હાથની કોણીથી ઉપરની બાજુ ઈજા પહોંચી હતી ત્યારબાદ એસએમસીની ટીમે તેને શામળાજી લઈ જઈ પ્રાથમિક સારવાર અપાવી હતી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયો હતો. 

જયાં ફરજ પરના તબિબોએ તપાસ કરીને કેટલાક મેડીકલ ટેસ્ટ કર્યા હતા. જે અંગે સિવિલના ઈન્ચાર્જ આર.એમ.ઓ. ર્ડા.વિપુલ જાનીએ જણાવ્યું હતું કે એસએમસીની ટીમ એક ઈજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લાવી હતી સમગ્ર ઘટના અંગે એ-ડીવીઝન પોલીસને ખબર પડતાં પીઆઈ પ્રકાશ ચૌધરી તથા તેમનો સ્ટાફ સિવિલમાં આવી પહોંચ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી પ્રક્રિયા પૂર્ણ. ૫૧ દિવસમાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ શારિરીક કસોટી આપી.
0 0
Read Time:2 Minute, 29 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની (હિંમતનગર)

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પ્રક્રિયા પ૧ દિવસ અગાઉ શરૂ કરાઈ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૬૬,૯૮૦ રોજગાર વાંચ્છુઓની શારિરીક કસોટી લેવામાં આવી હતી. જે અંતર્ગત ઉમેદવારનું વજન, છાતીનું માપ તથા દોડ લગાવી હતી. ત્યારબાદ તાજેતરમાં જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે કલોઝિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું.

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પ્રાર્થરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી પાયલ સોમેશ્વર, પીઆઈ, પીએસઆઈ સહિત અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયેલી આ પ્રક્રિયા ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ. ૫૧ દિવસ ચાલેલી આ ભરતી પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ દોડ લગાવી હતી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ડો. પાર્થ રાજ સિંહ ગોહિલ ના હસ્તે કેક કાપવામાં આવી હતી. ભરતી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ ક્લોઝિંગ સેરેમનીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવનાર અધિકારીઓ અને એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભાર વિધિ પ્રદીપ પટેલે કરી હતી. ડીવાયએસપી પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા દરરોજ સવારે ૩.૪૫ વાગ્યે રજિસ્ટ્રેશન સાથે શરૂ થતી હતી. ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપીને દોડ, ઊંચાઈ અને છાતી સહિતની શારીરિક તપાસ કરવામાં આવતી હતી. હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૫૧ દિવસની આ પ્રક્રિયામાં ૬૬,૯૮૦ ઉમેદવારોએ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે ભાગ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરના મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગુમ થયેલ સગીર અમદાવાદથી મળ્યો .
0 0
Read Time:1 Minute, 17 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં રહેતા એક પરિવારનો કિશોર ત્રણ દિવસ અગાઉ મોતીપુરા બસસ્ટેન્ડ નજીકથી ગુમ થયો હતો જેથી તેના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ બાદ સ્થાનિક પોલીસે તેને અમદાવાદમાંથી શોધી કાઢી હિંમતનગર લાવી પરિવારને સુપ્રત કર્યો હતો.

આ અંગે એ.ડીવીઝનના પી.આઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૧ માર્ચના રોજ સહકારીજીન ચોકડી નજીક રહેતા મુકેશ મોહનભાઈ પારઘીનો સગીર વયનો પુત્ર મોતીપુરા બસસ્ટોપ નજીકથી ગમે તે કારણસર ગુમ થઈ ગયો હતો ત્યારબાદ સગીરના વાલીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા બાદ પોલીસે ટેકનીકલ તથા હૃુમન સોર્સની મદદથી અમદાવાદમાંથી શોધી કાઢયો હતો. ત્યારબાદ આ સગીરને હિંમતનગર લાવી પરિવાર સાથે કાઉન્સીલીંગ કર્યા બાદ મિલન કરાવાયું હતુ.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %