ગુલાબની મુવાડી પાસેની ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ની ચોરી કરનાર ગેંગના ચાર સભ્યો પકડાયા. સાબરકાંઠા એલસીબીએ ૭.૩૧ લાખના મુદ્દામાલ કબજે લઈ અન્ય છ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી.
0 0
Read Time:4 Minute, 29 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુલાબની મુવાડીની સીમ સ્થિત એક એલ્યુમિનીયમની ફેકટરીમાંથી ત્રણેક દિવસ અગાઉ એલ્યુમિનીયમના અંદાજે રૂા. ૩.૩૩ લાખથી વધુની કિંમતના ગઠ્ઠાની ચોરી થયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ તપાસનો દોર લંબાવીને બાતમીને આધારે તથા સીસીટીવી ફૂટેજ તપાસીને એલ્યુમિનીયમની ચોરી કરનાર ચાર જણાને જોરાજીના મુવાડા ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ પકડાયેલા ચારેયની પુછપરછ કર્યા બાદ ચોરીમાં સંડોવાયેલા અન્ય છ મળી ૧૦ જણા વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી અંદાજે રૂા. ૭.૩૧લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા, પી.એસ.આઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી, આર.જે.જાડેજાના જણાવાયા મુજબ ત્રણેક દિવસ અગાઉ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એન્ટીક એકસટ્રુઝન ફેકટરીમાંથી અજાણ્યા શખ્સો રૂા. ૩,૩૩,૭પ૦ ના એલ્યુમિનીયના ગઠ્ઠાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબીના સ્ટાફને કામે લગાડયો હતો. ત્યારબાદ એલસીબીના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીને આધારે તપાસ શરૂ કરી હતી.

ત્યારબાદ એલસીબીના સ્ટાફે ચોરી કરનારા ચાર સહિત અન્ય છ જણાની સંડોવણી હોવાનું માલુમ પડયું હતુ. જે આધારે જોરાજીના મુવાડા ગામની સીમમાં આવેલ લુણી નદીના પટ પાસે એલ્યુમિનીયમના ગઠ્ઠા ભરેલ ડાલુ અન્યને વેચવા માટે આ ચારેય જણા ફિરાકમાં હતા ત્યારબાદ એલસીબીએ શકને આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ચોકડી તથા પેથાપુરના મળી ચારેય જણાની અટકાયત કરી પુછપરછ શરૂ કરી હતી. જેમા આ પકડાયેલા ચારેય જણાએ ગુલાબની મુવાડીની સીમમાં આવેલ એલ્યુમિનીયમની ફેકટરીમાં ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે રૂા. ૩,૩૩,૭પ૦ ના એલ્યુમિનીયમની ૩૭ ગઠ્ઠા, રૂા.૩લાખના પીકઅપડાલુ નં. જીજે૧૮બીડબલ્યુ ૧ર૮પ, રૂા.૧૮ હજારના બે મોબાઈલ, રૂા.૮૦ હજારના બે બાઈક અને એકટીવા મળી અંદાજે રૂા. ૭,૩૧,૭પ૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ચાર તથા નહી પકડાયેલા છ મળી દસેય વિરૂધ્ધ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

  • કોણ ઝડપાયા ..  

– વિજયભાઈ કૈલાસભાઈ રામાભાઈ ભરથરી (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. સિહોલી, હિંમતનગર), 

– પિન્ટુભાઈ વિરચંદભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (દેવીપૂજક) (રહે. હરસોલી ચોકડી, દહેગામ, મૂળ રહે. રમોસ (ઝાંજરી), બાયડ)

– સંજયભાઈ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ) 

– અજયકુમાર ઉર્ફે મુત્રો પ્રતાપભાઈ મંગાભાઈ ભરથરી (રહે. પેથાપુર, વાકોલ ત્રણ જોડિયા, ગાંધીનગર) 

  • પકડવાના બાકી આરોપી 

કિશનભાઈ ગણપતભાઈ ભરથરી,

શની ગણપતભાઈ ભરથરી 

મનોજ મંગળભાઈ રાવળ (દેવીપૂજક)

સચિનભાઈ ઉર્ફે સેધો રમેશભાઈ ભરથરી (તમામ રહે. હરસોલી ચોકડી, દહેગામ)

સાહીલ ભરથરી (રહે. વગદા (વડગામ), પાલનપુર)

રાજેશ મોતીભાઈ અભાભાઈ દેવીપૂજક (રહે. હરસોલી ચોકડી, દહેગામ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
બડોલીની સગીરા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને ૨૦ વર્ષની સજા. ભોગ બનનારને વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે વળતર ચૂકવવા હુકમ કરાયો.
0 0
Read Time:2 Minute, 31 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે રહેતી એક સગીરાને ચાર વર્ષ અગાઉ ગામના જ એક શખ્સે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયા બાદ આ સગીરાને કચ્છ જિલ્લામાં આવેલી એક સ્થળે ભાડાના મકાનમાં રાખી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. જેની તપાસ પૂર્ણ થયા બાદ ઇડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી. જેનો અંતિમ ચુકાદો શુક્રવારે આવી જતાં ન્યાયાધીશે દુષ્કર્મ કરનાર બડોલીના રહીશને વિવિધ કલમોને આધીન રહી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને વિક્ટીમ કોમ્પનશેસન અન્વયે વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગે ઇડરના સરકારી વકીલના જણાવ્યા મુજબ ગત તા.૨૬-૨-૨૦૨૪ના રોજ બડોલીના ચામુંડાનગરમાં રહેતા એક પરિવારની સગીરાને ગામના જ મનોજ ઉર્ફે મનુભાઇ ગોવિંદભાઇ સુરતી (ઠાકોર) વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ આ સગીરાને કચ્છના ભચાઉ તાલુકાના સામખ્યારી ગામે લઇ જઇ ભાડાના મકાનમાં રહેતો હતો. જયાં મનોજ સુરતીએ સગીરાની મરજી વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ. જે અંગેની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. 

ત્યારબાદ પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરીને ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટના ન્યાયાધીશે સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા આધારપુરાવાઓને ગ્રાહ્ય રાખી દુષ્કર્મ કરનાર મનોજ સુરતીને કાયદાની વિવિધ કલમોને આધારે તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા ૩૫ હજાર વળતર તથા વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે ભોગ બનનાર સગીરાને ચુકવી આપવા માટે હુકમમાં નોંધ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રણાસણ ત્રણ રસ્તા નજીકથી દારૂ ભરીને જતી ટ્રક પકડાઈ. રૂા. ૬૮.૭૭ લાખની દારૂની ૪૭૧ પેટી પકડાઈ. ટ્રકના ચાલકની અટકાયત કરાઈ 
0 0
Read Time:3 Minute, 51 Second

રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બુટલેગરો પોલીસને થાપ આપી લાખો રૂપિયાનો પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં પ્રવેશી અન્ય સ્થળે મોકલી રહ્યા છે ત્યારે બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં લાકડાના પાટીયાની આડમાં લઈ જવાતા અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની કિંમતની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર દારૂની બોટલો એલસીબીએ કબજે લીધી હતી. ત્યારબાદ એલસીબીએ અંદાજે રૂા. ૮૮.૮ર લાખનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલકની અટકાયત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય એક વિરૂધ્ધ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ની સૂચનાથી એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા પીએસઆઇ એસ.જે ચાવડા,પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાની ટીમના અમૃતભાઈ દેસાઈ, જીગ્નેશભાઈ બુધવારે રાત્રે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે૩૭જીએ ર૭પ૧નો ચાલક પાચારામ ખેતારામ ગોદારા જાટ (રહે. ચાડાર, જી.બાડમેર) પોતાના ટ્રકમાં ખોટી બિલ્ટીઓ બનાવી ટ્રકમાં અગાઉથી જ ગોઠવી દીધેલ લાકડાના પાટીયા નીચે પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે.જે આધારે એલસીબીએ તરત જ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રણાસણ ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ શરૂ કર્યું હતુ.

દરમ્યાન આવી રહેલ ટ્રકને રોકી ચાલકની પુછપરછ કરતાં તેણે ટ્રકમાં કેબલના રોલ ભરેલ હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ પોલીસને શક જતાં ટ્રકમાં ભરેલ માલનું ચેકિંગ શરૂ કર્યું હતુ. જેમાં કેબલના ત્રણરોલ બોડી સાથે ફિટ કરેલ હતા અને રોલના ઉપરના ભાગે બોલ્ટ લગાવેલ હતા. જે ખોલ્યા બાદ પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ફિટ કરેલ તથા કાપીને ગોઠવેલ પાઈપોને હટાવી ટ્રકમાંથી અંદાજે રૂા. ૬૮.૭૭ લાખની પાસ પરમીટ વિનાની વિદેશી દારૂની ૪૭૧ પેટીમાં રખાયેલ ૭ર૭ર બોટલો મળી આવી હતી.

ત્યારબાદ એલસીબીએ ટ્રકના ચાલક પાચારામ જાટની કડક પુછપરછ કરીને દારૂની હેરાફેરી માટેનું પરમીટ રજૂ કરવા જણાવ્યું હતુ. પરંતુ ટ્રકના ચાલકે કોઈ આધાર પુરાવા રજૂ કર્યા ન હતા. જેથી એલસીબીએ દારૂનો જથ્થો તથા ટ્રક મળી અંદાજે રૂા. ૮૮.૮ર નો મુદ્દામાલ કબજે લઈ પાચારામ જાટની અટકાયત કર્યા બાદ પુછપરછમાં બાડમેર જિલ્લાના ઈસરોલ ગામના મહેશ ચૌધરીની સંડોવણી હોવાનું કબૂલ્યું હતુ. જેથી પોલીસે બંને વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વિદેશી દારૂ, રૂા. પ હજારનો મોબાઈલ અને રૂા. ર૦ લાખનો ટ્રક કબજે લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઈડરમાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર એસએમસીનો દરોડો. ૧ર થી વધુ લેપટોપ, ૧૦ મોબાઈલ સહિત અન્ય સાધન સામગ્રી કબજે લેવાઈ.
0 0
Read Time:1 Minute, 47 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ ભરચક વિસ્તાર સ્થિત એક કોમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ અંગે તાજેતરમાં સ્ટેટ વિજીલન્સને કેટલાક આધાર પુરાવા સાથે મળેલી વિગતો બાદ એસએમસીની ટીમે સોમવારે મધરાતે અને મંગળવારે વહેલી પરોઢે ટીમ સાથે આવી ઈડરના આ કોલ સેન્ટર પર દરોડો પાડીને દસ્તાવેજી પુરાવાઓની બંધ બારણે તપાસ હાથ ધરી છે. 

ત્યાબાદ લગભગ ૧પ કલાકથી વધુ તપાસ અને ૧૦ થી વધુ લોકોની સઘન પુછપરછ કરાયા બાદ મંગળવારે સાંજના સુમારે તપાસનીશ અધિકારીઓએ કોલ સેન્ટરમાં સંડોવાયેલા અને કામ કરતાં ૧૦થી વધુ લોકોની પ્રાથમિક ધોરણે અટકાયત કરી હતી.ત્યારબાદ તેમની પાસેથી એસએમસીની ટીમે ૧ર થી વધુ લેપટોપ,૧૦ મોબાઈલ સહિત કોલ સેન્ટરમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધન સામગ્રી કબજે લીધી હતી. 

તપાસની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ પકડાયેલા આ શખ્સોને ઈડર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. જેથી હવે પછી તેમની વિરૂધ્ધ જ્યારે પણ ફરીયાદ દાખલ થશે તે પછી એસએમસીની ટીમ પુછપરછ દરમ્યાન કોલ સેન્ટર ક્યારથી કેવી રીતે ? અને કોના આર્શિવાદથી ચાલતું હતુ તેની વિગતો બહાર આવે તો નવાઈ નહી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગાંભોઈથી બામણા રોડ પરથી રૂા.પ.ર૦ લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો. ટેમ્પાનો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો, પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો.
0 0
Read Time:1 Minute, 47 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે બાતમીને આધારે મંગળવારે બામણા જતાં રોડ પરથી એક ટેમ્પામાં ભરી ગેરકાયદે હેરાફેરી કરાઈ રહેલ અંદાજે રૂા. પ.ર૦ લાખની કિંમતની ૧૪૭૬ દારૂ અને બિયરની બોટલો કબજે લઈ ભાગી ગયેલ ટેમ્પોના ચાલક વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે.ગોસ્વામી તથા સ્ટાફના પો.કો સુરેશભાઈ ના જણાવાયા મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે ભિલોડા તરફથી એક ટેમ્પામાં પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ગાંભોઈ તરફ લવાઈ રહ્યો છે જે આધારે ગાંભોઈ પોલીસે આડા હાથરોલની સીમમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ ટેમ્પો નં. જીજેર૭ટીડી પ૦પ૯ને અટકાવવા માટે પોલીસે ઈશારો કર્યો હતો. પરંતુ ટેમ્પોના ચાલક બામણા ત્રણ રસ્તાથી કોલેજ જતાં રોડની બાજુમાં ટેમ્પો મૂકીને ચાલક ભાગી ગયો હતો.

ત્યારબાદ ગાંભોઈ પોલીસે ટેમ્પાની બોડીમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ૧૪૭૬ બિયર અને દારૂની બોટલો બંધ બોક્સમાંથી ઝડપી લીધી હતી. ત્યારબાદ પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લઈને ગાંભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધાણધા પાસે આધેડનો મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો. ધાણધામાં આધેડની હત્યા કરનાર પૂત્ર અને ભત્રીજાએ માથામાં ફટકા માર્યા.
0 0
Read Time:3 Minute, 57 Second

 રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

ઘર કંકાસને લઈને બોથડ પદાર્થથી ઘા ઝીંકી પિતાને પતાવી દીધા

બીએસઅસીમાં અભ્યાસ કરતાં પૂત્રને પિતા કનડગત કરતાં હોવાનો આક્ષેપ એફએસએલ અને પોસ્ટમર્ટમના રીપોર્ટ બાદ બી.ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો, બંનેની ધરપકડ કરી

ઘટનાના દિવસે પોલીસે શકમંદોને ઝડપી લીધા હતા. હિંમતનગર-ઈડર રોડ પર આવેલ તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદના ધાણધા વિસ્તારમાં આવેલ એક દાળમીલ પાછળથી છ દિવસ અગાઉ ઝાડી-ઝાંખરામાંથી એક પપ વર્ષની આધેડની લાશ મળી આવ્યા બાદ જિલ્લા પોલીસવડા, એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસે ઘટનાના બીજા દિવસે સ્થળ મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે તત્કાલિન સમયે પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી લીધી હતી. દરમ્યાન આધેડના મોતનું કારણ શોધવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતકના વિસેરા એફએસએલમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કેટલાક લોકોની પુછપરછ કર્યા બાદ સોમવારે આધેડની હત્યા કરનાર પૂત્ર અને ભત્રીજાની પોલીસે ધરપકડ કર્યા બાદ બંને વિરૂધ્ધ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસઓજીના પી.આઈ. ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ.ઝાલા તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૮ ફેબ્રુઆરીની રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ પપ વર્ષીય ગોપાલ શંકરભાઈ ઓડની લાશ દાળમીલ પાછળ આવેલ ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ જિલ્લા પોલીસવડા તથા અન્ય શાખાના પી.આઈ અને પી.એસ.આઈ સહિત બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મૃતકના પરિવારજનો તથા આસપાસમાં રહેતા રહીશોની પુછપરછ કરી હતી.

તો બીજી તરફ મોતનું સાચુ કારણ શોધવા માટે પોલીસે ગોપાલ ઓડની લાશ પી.એમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી. જ્યાં મૃતકના વિસેરા લઈ વધુ તપાસ માટે એફએસએલની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેનો અહેવાલ શનિવારે આવી ગયો હતો. જેમાં મૃતક પર બોથડ પદાર્થથી માથામાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાશને દાળમીલ પાછળ નાંખી દીધી હતી.

તો બીજી તરફ એલસીબી, એસઓજી અને બી. ડિવિઝન પોલીસે બનાવેલી અલગ-અલગ ટીમોએ તપાસ કરી સીસીટીવીના સર્વેલન્સ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્ચ મારફતે તપાસ કરતાં ગોપાલ ઓડનું મોત નિપજાવનાર તેનો પૂત્ર મિતેશ ઓડ (ઉ.વ.ર૬) તથા ભવાની રેસીડેન્સીમાં આવેલ ભાડાના મકાનમાં રહેતો ઈશ્વર શામળ ઓડએ ભેગા મળીને ગોપાલ ઓડની હત્યા કરી દીધાનું તપાસમાં બહાર આવ્યા બાદ સોમવારે મૃતકના પૂત્ર રવિ ગોપાલ ઓડની ફરીયાદને આધારે મિતેશ ઓડ તથા ઈશ્વર ઓડ વિરૂધ્ધ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
પ્રાંતિજના રસુલપુર પાટીયા પાસેથી રૂ.૧.૬૯ લાખનો દારૂ પકડાયો. કારના ગુપ્ત ખાનામાંથી દારૂ સાથે ચાલક પકડાયો.
0 0
Read Time:2 Minute, 18 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અને પ્રાંતિજથી હિંમતનગર જતા નેશનલ હાઈવે પરના રસુલપુર પાસેથી બાતમીને આધારે એલસીબીએ સોમવારે એક કારના ગુપ્ત ખાનામાં સંતાડેલ રૂ.૧,૬૯,૪૨૮ની કિંમતની ૨૬૦ બોટલ વિદેશી દારૂની બોટલો મળી આવ્યા બાદ એલસીબીએ કારના ચાલકની ધરપકડ કરી રૂ.૩,૬૯,૪૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ એલસીબીએ આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવી હતી.

આ અંગે સાબરકાંઠા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરિયા તથા પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાના જણાવાયા મુજબ સોમવારે તેમની ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોસ્ટેબલ જીગ્નેશ સુરેશભાઈ ને મળેલી બાતમીના આધારે હિંમતનગરથી અમદાવાદ હાઈવે રોડ પર રસુલપુર પાટીયા નજીક એલસીબીએ વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી. બાતમી મુજબ આવી રહેલ કાર જીજે.૦૧આરડી.૭૦૬૭ હિંમતનગર તરફથી આવતા તેને અટકાવાઈ હતી. ત્યારબાદ પોલીસે કારના ચાલકની પૂછપરછ કરી તલાશી લેતાં કારના પાછળના ભાગે ડીકીમાં બનાવેલા ગુપ્તખાનામાંથી કારના અંદરના ભાગે અને એન્જિનના આગળના ભાગે બોનેટ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની છૂટી બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે રૂ.૧,૬૯,૪૨૮નો દારૂ અને કાર સહિત રૂ.૩,૬૯,૪૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને કાર ચાલક રોડસિંહ દલપતસિંહ રાઠોડ ઉંમર ૩૭, (રહે.હાલ અમદાવાદના દસકોઈ તાલુકાના કઠવાડા)ની અટકાયત કરી તેની વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
વડાલીના નવાનગર ત્રણ રસ્તા નજીકથી, સાબરકાંઠા અને મહેસાણા માં બાઈક ચોરી કરતા ગાજીપુરના બે યુવાનો પકડાયા
0 0
Read Time:2 Minute, 43 Second

વડાલી પોલીસે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લીધા
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા શખ્સો બાઈકની ચોરીઓ કરતા હોવાની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોધાઈ ચૂકી છે ત્યારે બે દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલી પોલીસે ધરોઈ રોડ પર આવેલ નવાનગર ત્રણ રસ્તે વાહન ચેકિંગ દરમિયાન ડોભાડા તરફથી આવી રહેલ બે બાઈક સવારને ઝડપી તેની કડક પુછપરછ કરતાં વડાલી તાલુકાના ગાજીપુર ગામના બે યુવાનોને ઝડપી લઈને તેમને સંતાડી રાખેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના આઠ બાઈક કબજે લઈ તેમની વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.
આ અંગે વડાલીના પી.આઈ ડી.આર.પઢેરીયા તથા પી.એસ.આઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમના જણાવાયા મુજબ બે દિવસ અગાઉ તેમનો સ્ટાફ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ડોભાડા તરફથી એક નંબર વગરના બાઈક પર બે શખ્સો વડાલી તરફ આવી રહ્યા છે જે આધારે પોલીસે તેમને બાઈક સાથે અટકાવી નંબર વગરના બાઈકના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતુ પરંતુ બાઈક પર આવી રહેલા અને વડાલી તાલુકાના ગાજીપુર ગામના કિરપાલસિંહ ગઢીયા અને અજીતસિંહ ગઢીયાએ બાઈકના કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે બાઈક કબજે લીધું હતુ.
ત્યારબાદ આ બંનેની કડક પુછપરછ કરતા તેમણે છેલ્લા એક વર્ષ દરમ્યાન સા.કાંના વડાલી,જાદર,ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ૮બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને જણાએ સા.કાં જિલ્લાના જાદર, વડાલી, ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈકની ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ વડાલી પોલીસે તેમને સાથે રાખી ચોરી કરાયેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લઈ લીધા હતા. અને પકડાયેલા બંને વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં વાહનચોરી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઈડર બાયપાસ રોડ પરથી રૂા. ર.૭૯ લાખના ગાંજો, ચરસનો જથ્થો પકડાયો
0 0
Read Time:3 Minute, 54 Second

એસઓજીએ હિંમતનગરના બે ઈસમને ઝડપી લીધા રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો
૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, ૩૦ ગ્રામ ચરસ તથા ૭ર૦ ગ્રામ દેશી ગાંજો પકડાયો
મહેસાણાના આનંદપુરાના શખ્સને પોલીસ શોધવા લાગી

હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેડલરો નશીલા પદાથોને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ખાનગીમાં તેનું વેચાણ કરીને યુવાઓની જીદંગી સાથે ખિલવાડ કરી રહ્યા છે ત્યારે બાતમીને આધારે સાબરકાંઠા એસઓજીએ ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ પરથી શકને આધારે હિંમતનગરના બે જણાને ઝડપી લઈ પુછપરછના અંતે આ બંને પાસેથી અલગ-અલગ પેકેટમાં રખાયેલ હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજો મળી ર.૭૯નો જથ્થો તથા ઈકો, મોબાઈલ અને રોકડ મળી અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને અને ભાગી ગયેલ એક મળી ત્રણ વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે એસઓજીના પી.આઈ ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ ઝાલા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ રહેવરના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી ગેરકાયદે નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લેવા માટે કડક કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ રોડ પરથી શકને આધારે બે જણાને દબોચી લીધા હતા.
ત્યારબાદ પકડાયેલા બંને જણાને કડક પુછપરછ કરતાં તેમાં હિંમતનગરના રામેશ્વર મંદિર પાસે આવેલ શારદાકૂંજ સોસાયટીના ૬૧ નંબરના મકાનમાં રહેતા સુનિલ ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સહકારીજીન વિસ્તારમાં આવેલ તપોવન સોસાયટીમાં રહેતા બળવંત ચંદુભાઈ ભાટ હોવાનું કબુલ્યું હતુ. ત્યારબાદ બંનેએ જણાવ્યું હતુ કે હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજાને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરવામાં આનંદપુરના જીગ્નેશ મહેશકુમાર પટેલની સંડોવણી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતુ. જોકે તે પોલીસના હાથે પકડાયો નથી.
ત્યારબાદ પોલીસે પકડાયેલા સુનિલ અને બળવંતની ઝડતી લેવાનું શરૂ કર્યું હતુ. જેમાં આ બંને પાસેથી રૂા. ૧.૬૮ લાખનો ૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, રૂા. ૭પ૦૦ ની કિંમતનું ૩૦ ગ્રામ ચરસ, રૂા. ૩૬ હજારનો દેશી ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની પાસેની ઈકો નં. જીજે૦૯બીએન ૦૩૧૭ ને કબજે લઈ લીધી હતી. સાથોસાથ રૂા. ૬૦ હજારની કિંમતના બે મોબાઈલ, રૂા. રપ૬૦ રોકડ મળી પોલીસે અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં ટીપી સ્કીમના નામે પ્લોટધારકના પ્લોટની જમીન પડાવી લેવાનો કારસો
1 0
Read Time:5 Minute, 4 Second

ટીપી સ્કીમના બહાને રોડ બનાવી દીધાનો આક્ષેપ
પ્લોટધારકને નોટીસ આપી દીધી પ્લોટધારકે કલેકટરને આવેદનપત્ર આપ્યું
ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી

હિંમતનગર(જીગ્નેશ સોની): હિંમતનગર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની મુદત પૂર્ણ થવાની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ કાયદાની છટકબારીઓ શોધીને કેટલાક રહીશોની મિલકતોમાં જાહેર રસ્તાઓ બનાવી દીધા છે ત્યારે ભોગ બનનાર પ્લોટધારકે ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે મંગળવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે.
આ અંગે હિંમતનગરની એક સોસાયટીમાં રહેતા મનોજ પ્રવિણચંદ્ર પુરોહિતે જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તેમનો પ્લોટ સર્વે નં. પ૧-૦ર-૧૧ માં ૧૪ નંબરનો છે. તો બીજી તરફ મુસદ્દારૂપ નગરરચના યોજના હિંમતનગર ક્રમાંક નં. ૩ ગુજરાત ટાઉનપ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ ૪૮-એ ની જોગવાઈને આધિન એકટ નં. ૬૮ અને તે હેઠળના રૂલ નં. ૩૩ મુજબ ટૂંકી નોટીસ આપીને એકટની કલમ ૪૮-એ ની જોગવાઈ મુજબ ટીપી રોડમાં અસરકર્તા જમીનનો ખાલી અને પ્રત્યક્ષ કબજો નગરપાલિકાને સોંપી દેવા નોટીસમાં જણાવ્યુ છે.
તો બીજી તરફ પ્લોટધારકનું કહેવું છે કે વર્ષ ર૦૧૧ માં જાહેરનામાનો ઉલ્લેખ છે આ ડ્રાફટ સ્કીમને પ્રસિધ્ધ થયે ૧પ વર્ષ થઈ ચૂક્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર ધ્વારા ફાઈનલ કરવામાં આવી નથી. એટલુ જ નહી પણ આખરી ગેઝેટ પ્રસિધ્ધ કરાયું નથી, કુદરતી ન્યાય અંતર્ગત ટીપી સ્કીમનો ડ્રાફટ પ્લાન જ્યારે નગરપાલિકાએ જાહેર કરી વાંધા સૂચનો મંગાવ્યા હતા. જે છ મહિના પહેલા ટાઉન પ્લાનર દ્વારા સાંભળવામાં આવ્યા હોવા છતાં મનોજ પુરોહિતના વાંધાઓ ધ્યાને લેવાયા નથી. જેના લીધે તેમની મિલકતમાં ડી-માર્કેશન કરી દેવામાં આવ્યું છે. ફોર્મ એફ આપ્યું નથી. જેથી કાયદેસરની કેટલી કપાત થાય છે તેની જાણ મને નથી.
કપાત અંગે ટેકનીકલ વાંધો ઉઠાવતા પ્લોટધારકનું કહેવું છે કે ર૩પ ચો.મીટરના પ્લોટમાંથી નગરપાલિકાએ અગાઉ ૧૦૦ ચો.મીટર જમીનમાં ટીપી રોડ બનાવી દીધો છે. હવે ફરીથી વધુ કપાત થાય તો તે પછી બાકી રહેતી જમીનમાં પ્લાનીંગ કરી શકાય તેમ નથી.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૧પ વર્ષ સુધી નગરપાલિકાને કાયર્વાહી કરવાનું સુજ્યું છે તે વ્યાજબી નથી. ફોર્મ-એફ મળ્યા પછી પ્લોટધારકને તેનો અભ્યાસ કરવા માટે ૬૦ દિવસની જરૂર હોવા છતાં પુરતો સમય અપાયો નથી. જેથી નારાજ થઈને પ્લોટધારક મનોજ પુરોહિતે બુધવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને દરમ્યાનગીરી કરી ન્યાય અપાવવા માટે માંગ કરી છે. નગરપાલિકાની આ ગેરવ્યાજબી પદ્ધતિને કારણે તેઓ જરૂર પડે હાઈકોર્ટનો આશરો લેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શારદાકૂંજ સોસાયટી પાછળ વૈશાલી સિનેમા ટીપી રોડથી અક્ષય ટીપી રોડને જોડીને ગઢોડા પોલીટેકનીક ચાર રસ્તા સુધીનો માર્ગ અત્યારે ખૂબ જ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને સ્થાનિકો માટે મુશ્કેલી સમાન છે. અગાઉ નવ મીટરનો રોડ યોગ્ય હતો પરંતુ ટીપી રોડને કારણે સ્થાનિક પ્રજાને સગવડો કરતાં અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાનમાં નગરપાલિકાના વાંધા ધ્યાને લઈ ન્યાયિક સુધારા સાથેનો પ્રિલીમરી પ્લાન વહેલી તકે તૈયાર કરવામાં આવે અને સરકારની મંજૂરી બાદ રોડ કપાત કે આગળનું કામ હાથ ધરવામાં આવે તો કાયદાકીય ગૂંચ ઉભી થાય નહીં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %