અમદાવાદ ગુજરાત

અમદાવાદ શહેરમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દેશી દારૂનો અડ્ડા તથા ચકલી પોપટનો મોટો જુગાર

અમદાવાદ : સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂનો અડ્ડા તથા ચકલી પોપટનો મોટો જુગાર ચાલી રહ્યો છે. સૂત્રો મુજબ ત્યાંના સ્થાનિક રહીશો અને જાહેર જનતા દ્વારા આ બાબતથી ત્રાસી જઈને ઘણીવાર સ્થાનિક અધિકારીઓને જાણ કરેલ છે. પરંતુ તેમ છતાં પણ હજુ સુધી આ બધા જ ધંધાઓ પોલીસ કે કાયદાની કોઈ પણ જાતની બીક વગર ધમધમી રહ્યા છે

શું નિકોલ પોલીસ સ્ટેશનમાં પી.આઈ આ બાબત છે અજાણ છે ?

કે આ જે દેશી દારૂના જે સ્ટેન્ડ ચાલે છે તેનો વહીવટ નિકોલ પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા ખુલ્લી છૂટ આપવામાં આવેલી છે ?

દારૂ નુ સ્ટેન્ડ ચલાવ વાળા તથા ચકલી પોપટ ચલાવવા વાળા ના નામ દારૂ ચલાવવા વાળા
(૧) મંજુલાબેન ઠાકોર ચકલી પોપટ ચલાવવા વાળા.
(૨) જયેશ ઠાકોર
(૩) કોકીલાબેન દેવીપુજક.
તે તમામના ઠેકાણા બળીયાદેવ ટેકરો મંગલ પાંડે હોલ ની સામે કાચા છાપરા આ નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂના અમુક અડા ચાલે છે આ

શું વહીવટદારોની રહેમ નજર હેઠળ આ દેશી દારૂના વેપલા વહીવટ લઈને ચાલી રહેલ છે? શું આની જાણ ઉચ્ચ અધિકારીઓને નથી કે પછી અમદાવાદમાં તથા કંઈક જગ્યાએ લઠ્ઠા કાંડ થઈ ચૂકેલ છે રાહ જોઈ રહી છે?

અમદાવાદ મા લઠ્ઠાકાંડ (જુલાઈ ૨૦૦૯) – ગુજરાતનો સૌથી ભયાનક કાંડ
તારીખ: ૫ થી ૮ જુલાઈ ૨૦૦૯
મુખ્ય સ્થળ: અમદાવાદ શહેરના પૂર્વ અને મધ્ય વિસ્તારો (ઓઢવ, કાગડાપીઠ, અમરાઈવાડી, બાપુનગર, રાયપુર, મજૂરગામ અને બહેરામપુરા).
મૃત્યુઆંક: ૧૪૫ થી ૧૫૦ લોકોનાં મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હતા (કેટલાકે આંખોની રોશની ગુમાવી હતી).
નોંધાયેલા કેસ (FIR) અને કાર્યવાહી: ઓઢવ, કાગડાપીઠ સહિતના પોલીસ મથકોમાં ૧૦થી વધુ અલગ-અલગ FIR નોંધાઈ હતી.
મુખ્ય બૂટલેગરો વિનોદ ચૌહાણ (ડગરી), દાદુ છારા, અરવિંદ તળપદા સહિત ૬૦થી વધુ આરોપીઓની ધરપકડ થઈ હતી.
કેસમાં IPC કલમ ૩૦૨ (હત્યા) અને ૧૨૦-B (ષડયંત્ર) લગાડવામાં આવી હતી.
આ કાંડ બાદ સરકારે જસ્ટિસ કે. એમ. મહેતા કમિશનની રચના કરી હતી અને ગુજરાતમાં ઝેરી દારૂ બનાવનાર સામે ‘ફાંસીની સજા’ ની જોગવાઈ કરતો કાયદો પસાર કરાયો હતો.

શું નિકોલ પોલીસ સ્ટેશન આવા લઠ્ઠાકાંડની રાહ દેખીને બેઠી છે કે શું?
કારણ કે આવા લઠ્ઠાકાંડના કારણે ઘણા લોકોના જીવ જોખમમાં મુકાય છે અને આવા ઘણા લઠ્ઠાકાંડ ગુજરાતમાં થઈ ચૂકેલ છે