રાજસ્થાનથી હિંમતનગર આવતી ખાનગી લકઝરીમાંથી રૂ.૩.૪પ લાખનો દારૂ પકડાયો. પોલીસે બેની ધરપકડ કરી
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગરમાંથી રાજસ્થાન તરફથી આવતા નેશનલ હાઇવે પર સાબરડેરી બ્રિજ પાસે મંગળવારે રાત્રે એ-ડીવીઝન પોલીસે વોચ ગોઠવી બાતમીને આધારે લક્ઝરીમાંથી ૩.૪૫ લાખનો દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી ૧૩.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનથી હિંમતનગર થઈ ગુજરાતમાં અન્ય સ્થળે રોજબરોજ કેટલાક શખ્સો પાસ પરમીટ વિના દારૂ અને બિયરની વાહનોમાં ભરી હેરાફેરી કરી રહયા છે ત્યારે મંગળવાર હિંમતનગર એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી લક્ઝરી નંબર આરજે.૧૯પીબી.૬૯૧૪ માં બે જણા પ્લાસ્ટીકની થેલીઓમાં દારૂ ભરી હિંમતનગર થઈ સાબરડેરી તરફ આવી રહયા છે.
જે બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ.ચૌધરી તથા સ્ટાફ ના એએસઆઈ સલીમભાઈ, મિતરાજસિંહ, અશ્વિન સિંહ, જયરાજસિંહ સાથે વોચ ગોઠવીને બાતમી મુજબ આવી રહેલ લકઝરીની ઝડતી લીધી હતી જયાં લકઝરી બસની વચ્ચેની સીટના ગુપ્ત ખાનામાં રખાયેલ અંદાજે રૂ.૩.૪પ લાખની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલ દારૂ અને બિયરની ૯૬ બોટલો મળી આવતા કબ્જે લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે નાનુરામ નનોમા(મીણા) (રહે.લાપીયા, તા.આસપુર, જિ.ડુંગરપુર, રાજસ્થાન) અને પ્રતાપસિંહ ચૌહાણ (રહે.૪૨,પડાવાડા, તા.જિ. સલુમ્બર, રાજસ્થાન)ની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રૂ.૩.૪૫ લાખનો દારૂ, લક્ઝરી, મોબાઇલ સહિત ૧૩.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ અમરાઇવાડી માં બુટલેગરો નો આતંક અબિકા નગર માં એકઝ પરીવાર ઊપર જીવ લેણ હુમલો કર્યો
અમદાવાદ: અમરેવાડીમાં પોલીસ સ્ટેશન ની હદમાં દેશી દારૂ અને ઇંગલિશ દારૂના ઠેર ઠેર સ્ટેન્ડો ચાલી રહેલ છે બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે આનો વહીવટ પિયુષભાઈ દેસાઈ નામના વહીવટદાર તરીકે ફરજ નિભાવે છે આ પિયુષભાઈ દ્વારા અન્ય પોલીસ સ્ટેશનના બી કઈક વહીવટો તેઓ દ્વારા કરવામાં આવે છે સુત્રો દ્વારા જાણવા મળતા આ પિયુષભાઈ દેસાઈ દ્વારાજ આ બુટલે કરોને સાવરવામાં આવે છે તેના હિસાબે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે પરંતુ વહીવટદારોને તો તેમના ખીજા ભરવાના અને ઉપરના ઓફિસરોને ખુશ કરવાના તે કામ જ સોંપવામાં આવ્યું લાગે છે અંબિકાનગર માં દાદી સાથે રેતા યશવંત સોલંકી મઞન સોલંકી સંજય વાધેલા લીલાબેન વાધેલા આ લોકોને ધરમાં તલવારો લય ને બુટલેગર ધરમાં આવી ને મારી ઞયા અને ત્યાં ના સ્થાનિક લોકો ને ખરાબ ઞાળાઞાળી કરી કયા સૂધી આવા બૂટલેઞરો થી ડરી ને રેશૂ સુ પોલીસ પણ આવા બુટલેગર નો સાથ આપે આપણા ઞુજરાત માં દારૂ બંધી છે શું આ અમરાઇવાડી ની પોલીસ ભૂલી ઞય છે
આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ કેય છે કાયદા માં રેસો તો ફાયદા માં રેસો તો સૂ આ છે તમારો કાયદો
હિંમતનગરના મોતીપુરાના કોલેજ રોડ પરના ૭૦થી વધુ દબાણોનો સફાયો. સર્વિસ રોડ ૧૩ મીટરનો બનાવવા નગરપાલિકાએ દબાણો દુર કરવાનું શરૂ કર્યું.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે ૪૮ પર દબાણ હટાવવાની કાર્યવાહી મંગળવારે શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે નગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા જેસીબી તથા સ્ટાફ સાથે મંગળવારે સવારથી જ મોતીપુરામાંથી પસાર થતા સહકારી જીનથી જીઆઈડીસી સુધીના બંને તરફના સર્વિસ રોડ પરના કાચા-પાકા દબાણો દૂર કરવાનું શરૂ કરતાંની સાથે જ આ વિસ્તારમાં કેટલાક દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દિવસ દરમ્યાન નગરપાલિકાએ અંદાજે ૭૦થી વધુ કાચા-પાકા બાંધકામ જેસીબીથી દુર કરી દેવાતાં સર્વિસ રોડ પહોળો બની ગયો છે.
આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તથા દબાણ વિભાગના દિપક જાનીના જણાવાયા મુજબ છેલ્લા ધણા વખતથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની સાઈડોમાં લોકોએ તંત્રની પરવાનગી વગર કાચા-પાકા બાંધકામ કરી દીધા હોવાને કારણે રોજબરોજ આ વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતી હતી.એટલુ જ નહીં પણ વાહન ચાલકો ઉતાવળ અથવા તો ભુલને કારણે કે પછી ઓવરસ્પિડને લીધે અકસ્માત પણ થતા હતા જેમાં અનેક નિર્દોષોએ જીવ ઘુમાવ્યા છે.દરમ્યાન આગામી બે-ચાર દિવસમાં નગરપાલિકાના ચુંટાયેલા હોદ્દેદારોની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે મંગળવારે નગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા સહકાર જીનથી જીઆઈડીસી સુધીનો સર્વિસ રોડ કે જે હયાત ૮ મીટરનો છે તેનો વ્યાપ વધારવાના આશયથી રોડ પૈકીના તથા સરકારી જમીનમાં કરાયેલા દબાણો દુર કરવાનું શરૂ કર્યું હતું.
જેના ભાગરૂપે સર્વિસ રોડની બંને તરફ આવેલા ૭૦થી વધુ કાચા-પાકા દબાણો દુર કરવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે પછી જયારે આ કાટમાળ દુર થઈ ગયા બાદ રોડ ૧ર મીટરનો બનશે ત્યારે મોતીપુરા વિસ્તારમાં રોજબરોજ થતી ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવે તેવી શકયતા દર્શાવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિંમતનગરની ગીચ વસ્તીમાં આવેલી મોટાભાગની હોસ્પિટલો સરકારી જીન વિસ્તાર તરફ ખસી રહી છે ત્યારે રોજબરોજ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા આવતા દર્દીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેમાં હવે મહદઅંશે ઘટાડો થવાની શકયતા છે. જોકે વાહન ચાલકોએ પણ જરૂર પડે આ વિસ્તારમાં આવવાનું થાય ત્યારે તેમણે પોતાના વાહન અન્ય કોઈને અડચણરૂપ ન બને તેવી રીતે મુકવા જોઈએ અથવા તો પોલીસ અને આરટીઓ દ્વારા વધુ બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા કરવી જોઈએ તે સમયની માંગ છે.
હિંમતનગર તાલુકામાંથી બે સગીરાનુંં અપહરણ થતાં બે વિરૂધ્ધ ફરીયાદ.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી બે સગીરાનું તાજેતરમાં બે શખ્સોએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ભોગ બનેલ સગીરાના વાલીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.૭ એપ્રિલના રોજ મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે રહેતો મિહિર મહેન્દ્રભાઈ પરમાર ૧૭ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં સગીરાના વાલીએ ડુગરવાડાના યુવક વિરૂધ્ધ રવિવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી.
તેજ પ્રમાણે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૬ વર્ષની સગીરાને ગત તા.૭ માર્ચના રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પાણીબાર ગામનો જયેશ નામનો શખ્સ સગીરાને ફોસલાવી પટાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. જેથી સગીરાના વાલીએ પણ પાણીબાર ગામના જયેશ વિરૂધ્ધ રવિવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ સાથે ગઢોડામાં બેઠક યોજાઈ. સાધુ-સંતો,હિંદુ સંગઠનો અને ગૌભક્તોએ આગામી રણનીતિ ઘડી.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ગઢોડા ગામની શ્રીનાથજી ગૌશાળામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ સાથે તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ-સંતો, હિંદુ સંગઠનો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ચર્ચા વિચારણાને અંતે આગામી ૨૭ એપ્રિલે સ્થાનિક કક્ષાએ પ્રાર્થના પત્રો આપી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રીય દેવ, રાષ્ટ્રીય આરાધ્યા, રાષ્ટ્રીય ધરોહર અથવા રાષ્ટ્રીય આધારનો દરજ્જો આપવા અંગે વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના સાધુ-સંતો, વિશ્વ હિંદુ પરિષદના સભ્યો અને ગૌભક્તોએ આ માંગને બુલંદ બનાવવા માટે ચર્ચા કરી હતી. હિંદુ રાષ્ટ્રમાં ગૌમાતાને સન્માન મળે તે હેતુથી આ માંગ ઉઠી છે. સાથે જ ગૌ સેવા માટે કેન્દ્રીય કાયદો ઘડવામાં આવે અને ભારતમાં ગૌહત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ જેથી ગૌમાતા સંપૂર્ણ રીતે સુરક્ષિત બની શકે. આ માંગણીઓ સ્વીકારાય તે માટે ૧૮ મહિના સુધીનો કાર્યક્રમ નક્કી કરાયો છે. પ્રથમ તબક્કે, સમગ્ર ભારતમાં એક જ દિવસે તાલુકા મામલતદાર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને પ્રાર્થના પત્રો આપવામાં આવશે. ત્યારબાદ, સાધુ-સંતો અને વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નક્કી થયા મુજબ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ સુધી રજૂઆત પહોંચાડવામાં આવશે.
” તેરા તુજકો અર્પણ ” ના સુત્રને સાર્થક કરતી ઓઢવ પોલીસ હોળીના તહેવારમાં ભીડમાં ગુમ થયેલ આશરે ત્રણ તોલા વજનનુ સોનાનુ કડુ નંગ:૦૧ કિ.રૂ.૪,૯૮,૦૦૦/- શોધી કાઢી મુળમાલીકને સુપરત કરતી ઓઢવ પોલીસ સર્વલન્સ સ્કોડ.
ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૩/૦૩/૨૦૨૬ ના રોજ અરજદાર નામે વિકાશ પ્રમાનંદજી વૈષ્ણવ ઉ.વ.૩૩ રહે : મ.નં.૯ કેશરપાર્ક સોસાયટી છોટાલાલ ચાર રસ્તા જૈન દેરાસર રોડની બાજુમાં ઓઢવ અમદાવાદ શહેરનાઓએ અરજી આપેલ કે તા.૦૩/૦૩/૨૦૨૬ ના રોજ હોળી નિમીત્તે તેઓના ઘરે નાના બાળકની ઢુંઢનો પ્રસંગ રાખેલ હતો જેમાં તેઓના ઘરેથી ઓઢવ ગામના નાકા સુધી વરઘોડો રાખેલ હતો જે રસ્તા દરમયાનમાં તેમના ભાઈના સાસુ પ્રેમાબેનના હાથમાં પહેરેલ આશરે ત્રણ તોલાનુ સોનાનુ કડુ કિ.રૂ.૪,૯૮,૦૦૦/-નુ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જેની તપાસ કરવા અરજી કરતા સદર અરજીની તપાસ ઓઢવ પોલીસ સ્ટેશન સર્વલન્સ સ્કોડના પો.સ.ઈ ડી.આઈ. પટેલ નાઓને સોંપેલ.
બાદ ઉપરી અધિકારી શ્રીઓની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ ડી.આઈ.પટેલ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી અરજદારના ઘરથી ઓઢવ ગામ નાકા સુધીના રૂટ ઉપર આવેલ તમામ સી.સી.ટી.વી કેમેરાની તપાસ કરતા રોડ ઉપરથી વરઘોડો પસાર થયા બાદ બે મહીલાઓ રોડ ઉપરથી કોઈ ચીજવસ્તુ લેતા જણાયેલ બાદ સી.સી.ટી.વી ફુટેજ આધારે બન્ને મહીલાઓની ઓળખ કરી હ્યુમન સોર્સ તેમજ સી.સી.ટી.વી ફુટેજ આધારે આજરોજ તા.૦૮/૦૩/૨૦૨૬ ના રોજ બન્ને મહીલાઓની પુછપરછ કરતા પોતે શાકમાર્કેટ ગયેલ તે સમયે રસ્તામાંથી સોનાનુ કડુ મળેલ અને આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ તેના માલીક મળી આવેલ નહી તેમ જણાવેલ બાદ ઉપરોક્ત સોનાનુ કડુ તેના મુળમાલીકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
• કાર્યવાહી કરનાર ટીમના માણસો:
-
પો.સ.ઈ ડી.આઈ.પટેલ
-
અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ
-
અ.પો.કો હિતેશભાઈ નાગજીભાઈ
-
અ.પો.કો અનુભવસિંહ તેજબહાદુરસિંહ
-
અ.પો.કો ભોળુભા જીલુભાઈ
