અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસને જુગારધામની મહિને કરોડોની કમાણી.

અમદાવાદ શહેર પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની હદમાં લાખોના હપ્તા નું સેટીંગ કરીને. પોલીસ અધિકારીઓ તેમજ વહીવટદારો દ્રારા જુગારધામ ચલાવવાની છુટ આપવાની આવી છે. જુગારધામ ની છુટ મળતા શ્રાવણીયો જુગાર રમવા માટે ઠેર ઠેર જુગારધામ ના રાફડા ફાટી નીકળ્યા છે. ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૧૦૦૦ ના બોર્ડ બનાવી બેફામ જુગારધામ ચાલી રહ્યા છે. જુગારીઓને જુગારધામ મળી રહે છે પરંતુ પોલીસ ને કેમ જુગાર ધામ નથી મળી રહ્યા ? છેક ઉપર સુધી એટલે કે ક્રાઈમ બ્રાન્ચ, પી. સી. બી. અને વિજીલન્સ સુધી હપ્તા પહોચતા હોવાની વાતો જુગારધામ ચલાવનાર સંચાલકો દ્વારા થઈ રહી છે. ઠેર ઠેર શ્રાવણીયા જુગારધામ ખુલ્લી ગયા હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે. સાથે સાથે ધણા અધિકારીઓ ની બદલીઓ થોડા સમયમાં આવવાની હોવાની ચર્ચા વચ્ચે આવા અધિકારીઓ ના વહીવટદારો દ્રારા થોડા સમયમાં ધણા રૂપિયા કમાઈ લેવાની હોડ લાગી છે. અમદાવાદના મનપસંદ જીમખાના, દરિયા પુરમાં પણ ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ અને ૫૦૦૦ બોર્ડ બનાવીને જુગાર સંચાલકો દ્રારા રમાડવામાં આવે છે. પરંતુ ત્યા હપ્તા લેવા જતી પોલીસ ને આટલું મોટું જુગારધામ દેખાતું નથી. ક્રાઈમ બ્રાન્ચ તો એક ઉચ્ચ અધિકારી આવ્યા બાદ તેમના કાગળાપીઠ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કનુંભાઈ ને વહીવટ સોપ્યા બાદ પહેલાથી જ પ્રોફેશનલ કંપની જેમ કામ કરી રહી છે. જેના હપ્તા મળે ત્યાં રેડ ના કરવી અને જે હપ્તો ના આપે તેના પર રેડ કરીને ગુના દાખલ કરવા. જો ક્રાઈમ બ્રાન્ચ , પી. સી. બી., સેકટર, ઝોન અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જો આવા દારૂ જુગાર ના અડ્ડા ના મળતા હોય તો અમારી ન્યુઝ ચેનલ દ્વારા તેના વિડીયો બનાવી ઉચ્ચ અધિકારીઓ અને સરકારને પહોચાડવામાં આવશે. ટુંકમાં દારૂબંધી અને જુગારના કડક કાયદાની વાત કરનાર વાતો કેટલી પોકળ છે. તે અમારા ન્યુઝ ચેનલના માધ્યમ થી જાહેર જનતા સુધી પહોચાડવામાં આવશે.

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો