હિંમતનગર ના લાલબહાદુર શાસ્ત્રી માર્કેટની આરસીસી સીડી તોડી નંખાતાં વિવાદ. વેપારીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરી આરસીસી સીડી રાખવા માંગ કરી

રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર

હિંમતનગરના શોપીંગ મોલ પાછળ આવેલ લાલબહાદુર શાસ્ત્રી માર્કેટના દુકાનદારોને ખાસ કરીને ચોમાસામાં ધાબા પર ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરવા માટે અગાઉથી જ આરસીસી સીડી બનાવાઈ હતી પરંતુ નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓએ અગમ્ય કારણોસર કોઈકને લાભ કરાવી આપવાના આશયથી આ સીડી દુર કરીને વેપારીને ફાયદો કરાવવા માટે કરેલી કાર્યવાહી બાદ તેનો વિરોધ થતાં એક રહીશે તોડી નંખાયેલ આ સીડી ફરીથી બનાવવા માટે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કર્યા બાદ નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. અને ફરીથી આરસીસી સીડી તૈયાર કરવાની હૈયાધારણ અપાઈ હોવાનું સૂત્રોમાંથી જણાવાયું છે. 

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લાલબહાદુર શાસ્ત્રી માર્કેટના વેપારીઓની દુકાનો પર જે ધાબુ આવેલ છે ત્યાં અત્યારે વરસાદી પાણી ભરાઈ રહે છે પરંતુ આરસીસી સીડી તોડીને એક દુકાનદારને દુકાન મોટી કરવા માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો જે અંગે મોહનલાલ સાંખલાએ તાજેતરમાં જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી સાથો સાથ નગરપાલિકાના ચીફ ઓફિસર અને બાંધકામ વિભાગે અગમ્ય કારણોસર આરસીસી સીડી દુર કરવા માટે આડકતરા પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે વેપારીઓના વિરોધ બાદ અગમ્ય કારણોસર વિવાદ વધુ ન વકરે તે આશયથી સાઈડમાં લોખંડની સીડી મુકી દેવામાં આવી છે. પરંતુ વેપારીઓનું કહેવું છે કે જે સ્થળે આરસીસી સીડી હતી ત્યાં ફરીથી સ્થાપીત કરવી જોઈએ. જે અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ આરસીસી સીડી જયાં હતી ત્યાં બનાવવાની હૈયાધારણ આપી છે. ત્યારે નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓમાં હાલ તો હડકંપ મચ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વેપારીઓએ કરેલો વિરોધ શું પરિણામ લાવે છે તે માટે રાહ જોવી રહી.

  • Related Posts

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    રિપોર્ટ :- જીજ્ઞેશ સોની હિંમતનગર હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરીના તાલીમ ભવન ખાતે આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ…

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    રિપોર્ટ‌ :- જીજ્ઞેશ સોની હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ધાડ ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા પરવાના વિના પોતાની પાસે રાખતા હોવાની ફરીયાદ ૧૧ વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો