સુપ્રીમ કોર્ટે કહ્યું ગમે તેવા મોટા અધિકારી હોય, કોર્ટના આદેશનું પાલન કરવા બંધાયેલા છે, હાઇકોર્ટની ના છતાં પરાણે ઝૂંપડા હટાવ્યા ડે. કલેક્ટરનું પદ ગયું, ૨ માસની કેદ.

ડિમોલિશનના કેસમાં સુપ્રીમ કોર્ટે અધિકારીઓ માટે બોધપાઠ સમાન ચુકાદો આપ્યો હતો. આંધ્ર પ્રદેશના એક અધિકારીએ હાઇકોર્ટે ના પાડી હોવા છતા બળજબરીથી ગરીબોના અનેક ઝૂંપડા હટાવી નાખ્યા હતા અને તેમને રોડ પર લાવી નાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશની અવમાનના બદલ આ અધિકારીને ડેપ્યુટી કલેક્ટરના પદેથી હટાવીને સીધા અગાઉના ડેપ્યુટી મામલતદારના પદે પાછા મોકવના એટલે કે ડિમોશન કરવાનો આદેશ કર્યો હતો. સાથે જ એક લાખનો દંડ પણ કર્યો હતો.

સુપ્રીમે ડે.કલેક્ટરનું ડિમોશન કરી ઉપમામલતદારના પદ પર પાછા મોકલ્યા, એક લાખનો દંડ પણ ફટકાર્યો

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. આર. ગવઇ, ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જની ખેંચે આંધ્ર પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે જવાબદાર અધિકારીને ડેપ્યુટી કલેક્ટરના પદેથી પરત ડેપ્યુટી મામલતદારના પદે મોકલવામાં આવે. સાથે જ કહ્યું હતું કે અમે આ ચુકાદા દ્વારા સમગ્ર દેશમાં એક સંદેશો મોકલવા માગીએ છીએ કે કોર્ટના આદેશની અવમાનના કોઈએ પણ ના ચલાવવી જોઈએ.

જ્યારે કોઈ બંધારણીય કોર્ટ મામલામાં જે પણ આદેશ આપે છે ત્યારે ગમે તેટલા ઉંચા પદ પર ઓથોરિટી કેમ ના હોય કોર્ટના આદેશનું સન્માન જાળવવા અને તેનો અમલ કરવા બંધાયેલા છે. આપણી લોકશાહી કાયદાના શાસન પર ટકેલી છે, કોર્ટના આદેશનું પાલન ના કરવું આ કાયદાના શાસનના પાયા પર પ્રહાર સમાન છે.

વર્ષ ૨૦૧૩માં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ગુંટુર જિલ્લામાં ઝૂંપડાઓ ના હટાવવા માટે તત્કાલીક મામલતદારને આદેશ આપ્યો હતો. આ અપિકારી પાસે હાઈકોર્ટનો આદેશ હોવા છતા તેણે વર્ષ ૨૦૧૪માં ૮૮થી વધુ પોલીસના કાફલો લઈ જઈને અનેક ઝૂંપડા બળજબરીથી હટાવી નાખ્યા હતા. જેની હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી અને આદેશની અવમાનના બદલ અધિકારીને બે મહિનાની કેદની સજા ફટકારી હતી, બાદમાં આ અધિકારી સુપ્રીમ કોર્ટમાં રાહત માટે પહોંચ્યા હતા.

જોકે સુપ્રીમ કોર્ટે ન માત્ર હાઇકોર્ટના સજાના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો સાથે સાથે આ અધિકારીને ડેપ્યુટી કલેક્ટરના પદેથી હટાવીને પાછા ડેપ્યુટી મામલતદારના પદ પર મોકલવા આદેશ કર્યો હતો.

  • Related Posts

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે. બુધવારે સવારે 8:45 વાગ્યે જ્યારે તેઓ મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.…

    ઈતિહાસ માં પહેલીવાર સુપ્રીમ કોર્ટ ની અંદર કોઈ ન્યાયધીશ ઉપર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી.

    ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર.ગવઈ સાહેબ દલિત સમાજ માંથી આવે છે. તેઓ કોઈની મહેરબાની થી નહીં તેમની લાયકાત થી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બન્યા છે. તેઓ જે શિર્ષ સ્થાન ઉપર…

    પ્રતિશાદ આપો

    તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

    You Missed

    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 26 views
    હિંમતનગરમાં માર્ગ સલામતી માસની ઉજવણીઅંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો. 20 થી વધુ બોટલ રક્તદાન થયું. 

    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    • By admin
    • જાન્યુઆરી 29, 2026
    • 28 views
    સાબરકાંઠા પોલીસે ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં સંડોવાયેલા ૧૯ શખ્સો ને ઉદેપુરના પાડલી ગામેથી ઝડપયા.

    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    • By admin
    • જાન્યુઆરી 28, 2026
    • 30 views
    મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડેપ્યુટી CM અજિત પવારનું એક ભયાનક પ્લેન ક્રેશમાં નિધન થયું છે.

    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    • By admin
    • જાન્યુઆરી 27, 2026
    • 22 views
    દેશી બનાવટનો તમંચો લાવી પોતાની ધાક બેસાડી ડરાવવા સારૂ સોશીયલ મીડીયા ઉપર રિલ્સ બનાવનાર, બાળકિશોરને પકડી કાયદેસર કાર્યવાહી કરતી ઓઢવ પોલીસ.

    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 22 views
    હિંમતનગરના લિંબચધામ મંદિરે વસંત પંચમી નિમિત્તે ૨૬મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો

    • By admin
    • જાન્યુઆરી 23, 2026
    • 42 views
    હાજીપુરા પાસેથી ગમ પટ્ટી ચોટાડેલા બોક્ષમાં લઈ જવાતી દારૂ ભરેલી ૧૪૮૮ બોટલ પકડાઈ. પોલીસે રૂા. ૧૧.ર૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ એકને ઝડપી લીધો