રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ યાત્રા હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ મહાવીરનગર ,તેમજ હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં થઈ ટાવર ચોક સુધી યોજાઈ હતી.
શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો.
આ યાત્રામાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી ઝાલા, ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલ ગજેન્દ્રભાઈ સકસેના, કૌશલ્યા કુંવરબા પરમાર ,સહકારી આગેવાન મહેશભાઈ પટેલ ,શાંતિ ગીરી મહારાજ સહિત વિવિધ સંગઠનના પ્રદેશ તેમજ જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ મોરચાના અને સંગઠનના હોદ્દેદારો, તેમજ સમગ્ર સાબરકાંઠાના આગેવાનો હિંમતનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






