
રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા અવાર નવાર લોકોપયોગી કાર્યો તથા સતકર્મોની પ્રેરણા આપતા કાર્યક્રમોનું અવાર નવાર આયોજન કરાય છે. ત્યારે અગામી તા.૮થી ૧૧ મે સુધી હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં ચારેય દિવસ બે કલાક સુધી સુખી જીવનની ચાવી અંગે સમજ આપશે.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય વક્તા અપૂર્વમુનીસ્વામી ચારેય દિવસ રાત્રે ૮ થી ૧૦.૩૦ વાગ્યા સુધી મારૂ જીવન સુખી જીવન વિષય પર દ્રષ્ટાંત સાથે સમજ આપશે. જેની તૈયારી રૂપે મોદી ગ્રાઉન્ડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ભક્તો અને અનુયાયીઓ ગરમીમાં પણ સેવા આપી રહયા છે. ઉનાળાને ધ્યાનમાં રાખીને હિંમતનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા લોકો મારૂ જીવન સુખી જીવન અંગે નિરાંતે જાણકારી મેળવી શકે તે આશયથી સમય રાત્રીનો રાખવામાં આવ્યો છે.